Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
૭૭
રાજવંશમાં જનધર્મ આ હકીકત ઐતિહાસિક દૃષ્ટિએ સાચી ગણી શકાય કે કેમ તે કહેવું મુશ્કેલ છે. દુઃખ એ છે કે આ બધા માટે જેને જે સાધને રજૂ કરે છે તેના પર આધાર રાખવાને છે, કારણ કે તેના પૂરાવા માટે અન્ય કઈ ઐતિહાસિક નેધ કે સાધન મળતાં નથી કે જેને વિચાર કરી શકાય. આજ મુશ્કેલી મહાન એલેકઝાન્ડર પહેલાંના અને ઘણી વખત તે તે પછીના સમયના ભારતના આખાય ઈતિહાસ માટે ઉભી જ છે. સુભાગ્યે ખ્રિસ્તીયુગ પહેલાંનું જૈનશાસ્ત્રીય સાહિત્ય અને અન્ય સાહિત્યનું ઐતિહાસિક મહત્ત્વ જોતાં તેમજ આધુનિક પ્રસિદ્ધ વિદ્વાન અને ઈતિહાસવેત્તાઓએ આપેલી સાહિત્યિક પ્રતિષ્ઠા જોતાં એમ કહેવું વિશેષ પડતું નથી કે બૌદ્ધ અને હિંદુશાની માફક જૈનશાની પણ વિશેષતા છે અને તેને પણ સ્થાન આપવું ઘટે.
3. યાકેબીના શબ્દોમાં કહીએ તે “જૈનસમાજની ઉત્પત્તિ અને તેના વિકાસના સંબંધમાં આજે પણ કેટલાક વિદ્વાને શંકાની દ્રષ્ટિથી જુએ છે, પણ આખાય પ્રશ્નની ચાલુરિથતિએ તે દૃષ્ટિ બદલાવી જોઈએ, કારણ કે પ્રાચીન સાહિત્ય મોટા પ્રમાણમાં લભ્ય છે જે જૈન ધર્મના પહેલાંના ઈતિહાસમાટે વિપુલ સાધને રજુ કરે છે. આપણે જાણીએ છીએ કે જેનાં પવિત્ર શારે જૂનાં છે અને તે પણ સંસ્કૃત સાહિત્ય કે જેને આપણે મૌલિક કહીએ છીએ તેથી પણ વધારે જુના છે. તેઓની પ્રાચીનતા માટે તો કેટલાક ગ્રંથે ઉત્તરીય બૌદ્ધ સાહિત્યના જૂનામાં જાના ગ્રંથની કેટીમાં ઉભા રહે તેવા છે.
જ્યારે બુદ્ધ અને બૌદ્ધધર્મના ઇતિહાસ માટે બૌદ્ધગ્રંથ ઉપગમાં લઈ શકાય તે પછી જેના ઐતિહાસિક પ્રમાણ માટે જૈનશાને વિશ્વસ્ત કેમ ન માનવાં? હા, જે તે પરસ્પર વિરોધી બનાવથી ભરેલાં હોય અથવા તેમાં દર્શાવેલી તારી ખો ખોટાં અનુમાન પ્રતિ દોરી જતી હોય તે આ બધાં સાધનેને શંકાની દૃષ્ટિથી જોવાની નીતિ વ્યાજબી ગણી શકાય, પરંતુ જેનશાની ખાસિયત બૌદ્ધ સાહિત્ય અને ખાસ કરીને ઉત્તરીય બૌદ્ધસાહિત્યથી આ માટે તો ભાગ્યેજ જુદી પડે છે?
આમ આપણી પાસે જે સાધને છે તેના આધારે કાસી અથવા બનારસના રાજા અશ્વસેન અને કુશસ્થળના પ્રસેનજિત અથવા તેના પિતા નરવર્માને ઐતિહાસિક
a E., xxii.. have remove the va
1. Jacobi, S. B. E., xxii., Int., p. ix. “We must leave to future researchers to work out the details, but I hope to have removed the doubts, entertained by some scholars, about the independence of the Jaina religion and the value of its sacred books as trustworthy documents for the elucidation of its early history, "-Ibid., Int., p. xlvii. Cf. Charpentier, Uttaradhyayana-Sutra, Int., p. 25.
2. “ No such person as Asyasena is known from Brahman record to have existed; the only individual of that name mentioned in the epic literature was a king of the snakes (Naga), and he cannot in any way be connected with the father of the Jaina prophet.-Charpentier, C. H. I., i., p. 154. It may, by the way, be mentioned here that all his life Pärsvanatha was connected with snakes, and to this day the saint's symbol is a hooded serpent's head. Cf. Stevenson (Mrs), op. cit., pp. 48-49.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org