Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
મહાવીર અને તેમને સમય
૭૫
૩૦૦ માં ભદ્રબાહુના સમયમાં પ્રથમ પંથભેદ થયે ત્યારથી જૈનધર્મના મુખ્ય સિદ્ધાંત ઘણુંખરૂં અબાધિત રહ્યા છે. આ ઉપરાંત જે કે સાધુઓ અને ગૃહસ્થ માટેના કેટલાક સામાન્ય નિયમને જે શામાં જોવામાં આવે છે તે અનુપયેગી અને વિરમરણ થઈ ગયાં હોય તે પણ શંકારહિત એમ કહી શકાય કે બે હજાર વર્ષ પહેલાં જે ધાર્મિક જીવન હતું તેજ આજ પણ લગભગ જેવું અને તેવું જણાય છે. એમ તે કબૂલ કરવુંજ પડશે કે ફેરફારને ચે અસ્વીકાર એજ જૈનધર્મની મજબૂત સલામતીનું કારણ થઈ પડ્યું છે
આ રૂઢિચુસ્ત સ્વભાવ, આજે જે સ્થિતિમાં જૈનસમાજ ઉભે છે તેમાં તેને તે લાભદાયક થઈ પડે કે નહિ એ શંકાસ્પદ વાત છે. તુલનાત્મક ધર્મના અભ્યાસીને તે તેથી ઉલટું જ જણાશે. સ્થિતિસ્થાપકતામાં તે અસહિષ્ણુતા, અસ્થિરતા અને ધાર્મિક દંભના ચિન્હો જેશે. સમર્પિત લેખો અને બીજી પરથી સર ચાર્સ ઇલિયટ જણાવે છે કે
આ નેંધ ઉપરથી આપણને સમજાય છે કે જૈન કેમ ઘણુ પેટાવિભાગ અને પંથેની બનેલી છે તેથી આપણે એમ ધારી લેવાનું નથી કે જુદા જુદા ગુરુઓ એકબીજા પ્રત્યે વૈમનસ્ય ધરાવતા હતા, પણ તેઓની પ્રવૃત્તિ આધુનિક પેટાજ્ઞાતિઓના સમૂહના કારણભૂત તો કાંઈક અંશે હશે. એક વાત તે ચોક્કસ છે કે આખા જૈન સમાજના સર્વસાધારણ હિતને વિચાર કર્યા વિના આ બધા જુદા જુદા ગુરુઓએ તેઓની મનસ્વી પ્રવૃત્તિ હાંક્ય રાખી છે. - કર્નલ ટંડે કહ્યું છે કે “તપગચ્છ અને ખરતરગચ્છ પ્રાચીન કેટલાંક પુસ્તક નાશ કરવામાં મુસલમાનેથીય વધારે નુકશાન કર્યું છે. આજ વસ્તુ જૈનેના
શ્વેતાંબર અને દિગંબર ફિરકાઓ માટે પણ કહી શકાય તેમ છે. ભૂતકાળમાં તેમજ આજે તેઓની એકબીજા પ્રત્યેની પ્રવૃત્તિઓ મહાવીરના અનુયાયીઓને છાજે તેવી તે નથી જ સ્થિતિ એવી છે કે કઈ પણ જાતની ગેરસમજ ઉભી કર્યા સિવાય જરૂર કહી શકાય કે આ જાતનું વિધી વાતાવરણ તેમજ પરસ્પરના ઝઘડા જૈન સમાજમાં આજ રીતે શેડો વધારે વખત ચાલ્યા જ કરે તે એક વખત એ આવશે કે જ્યારે જૈન કેમ પણ પોતાના બંધુધર્મ બૌદ્ધધર્મની માફક નાશ પામશે.
1 Charpentier, op. cit., p. 169. Cf. Jacobi, Z. D. M. G., xxxviii., pp. 17 ff. 2. Elliot, op. cit., p. 113.
3. Tod, Travels in Western India, p. 24. કર્નલ ટ્રેડની આ વાત માની શકાય તેવી નથી. તે માટે કશે આધાર મળતું નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org