Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
७८
ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ
પુરૂષ તરીકે નક્કી કરવા મુશ્કેલ છે; પરંતુ ખીજા કેટલાક ઐતિહાસિક તેમજ ભાગેાલિક બનાવા એવા છે કે જેના પરથી આપણે કેટલાંક અનુમાનેા કાઢી શકીએ અને જેની પાછળ ઐતિહાસિક આધાર હાવાનું સાખીત કરી શકાય.
હવે આ॰ હેમચંદ્રના હેમકાશના આધારે નન્દાલાલ ડેએ કુશસ્થળ અને કનાજ અથવા કન્યાકુબ્જ એક મતાન્યાં છે; અને ખીજા વિદ્વાનેાએ પણ આને સમર્થન આપ્યું છે. આ ઉપરાંત ડૉ૰ રાયચૈાધરી પ્રસિદ્ધ નગર કન્યાકુબ્જ અથવા કનાજની સ્થાપના સાથે પાંચાલેા કેવી રીતે જોડાએલા છે તે કહે છે. વળી પાંચાલ અને કાસીનાં રાજ્યે પાસે પાસે આવ્યાંની વાતને જૈન તેમજ બૌદ્ધ સાહિત્ય ટેકો આપે છે. ઔદ્ધ અંગુત્તનિકાય અને જૈન ભગવતીસૂત્ર ઉપરથી આપણે જાણીએ છીએ કે આ સમયે અર્થાત ઈ. સ. પૂર્વની આઠમી શતાબ્દિમાં સાળ મહાજનપદ ગણાતાં એવાં ઘણાં વિસ્તીર્ણ અને શક્તિસંપન્ન સેાળ રાજ્યા હતાં; જેમાં કાસીના ઉલ્લેખ ખન્નેમાં સામાન્ય છે. જ્યારે પાંચાલના ઉલ્લેખ માત્ર પહેલામાંજ છે.પ
પાંચાલને ઇતિહાસ તપાસતાં આપણને જણાય છે કે તે મધ્ય આખ અને રાહિલા ખંડને લગભગ મળતા આવે છે. “ મહાભારત, જાતકો અને દિવ્યાવદાન આ રાજ્યના વિભાગને ઉત્તર અને દક્ષિણમાં ખતાવે છે; ભાગીરથી તેમાં ભાગ પાડતી જણાય છે. મહાકાવ્ય મુજબ ઉત્તર પાંચાલની રાજ્યધાની અહિચ્છત્ર અથવા છત્રાવતી (બરેલી પ્રાંતના એએનલા પાસેનું હાલનું રામનગર) હતી. જ્યારે દક્ષિણ પાંચાલની રાજ્યધાની કાંપિલ્ય હતી અને ગંગાથી ચખલ સુધી તેના વિસ્તાર ગણાતા.’૬
પાંચાલના ઇતિહાસની આ માહિતી માટે જૈનસૂત્રેા જોઈ એ છીએ ત્યારે એક યા બીજી રીતના સંબંધ આપણને મળે છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં બ્રહ્મદત્ત નામના પાંચાલના રાજાના ઉલ્લેખ આવે છે. એના કાંપિલ્સમાં ચલણીના પેટે જન્મ થયા હતા. તે પૂર્વજન્મના તેના ભાઈ ચિત્તને મળે છે જે આ જન્મમાં શ્રમણ થયા હતા. બ્રહ્મદત્ત સાર્વભામ રાજા ગણાતા
1, Dey, oh. cil,, pp. 88, 111.
2. “ Kanyakubja was also called Gādhipura, Mahodaya and Kusasthala. "Cunningham, Ancient Geography of India ( ed. Mazumdar ), p. 707.
3. Raychaudhuri, Political History of Ancient Idia, p. 86. “Kanauj...was primarily the capital of the kingdom of Pañcala. "--Smith, Early History of India, p. 391.
4. Raychaudhuri, op. cit., pp. 59, 60. Cf. Rhys Davids, C. H. I., i., p. 172.
5, Raychaudhuri, o. ct., p. 60.
6. Ibid., p. 85. Cf. also Smith, op. cil., pp. 391–392; Dey, op. cit., p. 145.
7. "Little is known about the history of Kampilya, apparently the modern Kampil in the Farrukabad District. "-Smith, op. cit., p. 392.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org