Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
મહાવીર અને તેમના સમય
૭૧
મહાન પંથભેદને આ સમય જેમ્સ બર્ડ પશ્ચિમ ભારતની ગુફાઓના અભ્યાસના આધારે સ્વીકારે છે અને નિર્ણય પર આવે છે કે “ દિગંબર જૈનેની ઉત્પત્તિ ઈ.સ. ૪૩૬ ની આસપાસમાં આ ગુઢ્ઢાએની તારીખને બંધબેસતી આવે છે. કાઠિયાવાડમાં આવેલા પાલીતાણાના જૈન મંદિરની કથા શત્રુંજય માહાત્મ્ય પણ દિગંબર જૈનાની ઉત્પત્તિના આ સમય નિશ્ચિત કરે છે,’૧
ટૂંકમાં આ પંથભેદના ઇતિહાસના ઉપસંહાર સર ચાર્લ્સ ઇલિયટના શબ્દોમાં નીચે પ્રમાણે આપી શકાયઃ “ બનવા જોગ છે કે દિગંબરા અને શ્વેતાંબર જૈન ધર્મની શરૂઆતથીજ લગભગ ચાલ્યા આવતા હોય, અને આમાં શ્વેતાંબરા મહાવીરે સુધારા વધારા કર્યાં તે પહેલાંની પરિસ્થિતિના અનુયાયી કહી શકાય. આપણને કહેવામાં આવ્યું છે કે ‘ વર્ધમાનના નિયમ વસ્ત્રોને નિષેધ કરે છે પણ મહાન પ્રવર્તક પાર્શ્વ નીચેનું અને ઉપરનું એવાં એ વસ્ત્રો માટે અનુમતિ આપે છે;' પરંતુ શાસ્ત્રાના નિર્માણ પહેલાં પંથભેદે નિશ્ચિત સ્વરૂપ લીધું ન હતું.
*
જૈન સમાજના આ પંથભેદના ઇતિહાસ આટલા બધા ગુંચવાડા ભર્યા હાવા છતાં એમ તા કહી શકાય કે બંને પંથેા વચ્ચે મતભેદ જેવું બહુ થોડુંજ છે. કેટલીક માન્યતાઓ અને વિધિવિધાનામાં બંનેને મતભેદ છેજ; પરંતુ ઘણા ખરા વિરેધાત્મક મુદ્દાઓ અનાવશ્યક અને અપ્રામાણિક છે. આ જાતના વિચાર આપણા સમયના ન્યાયપ્રિય અને મહામાન્ય જૈન વિદ્વાન શ્રીમદ્ રાજચંદ્રજી પણ ધરાવતા હતા. તેઓ એક મહાન તત્ત્વજ્ઞ અને આધ્યાત્મિક પુરુષ હતા. તેમના વિચારા આજે પણ ઘણા વિદ્વાના સ્વીકારે છે.
ડૉ. દાસગુપ્તા કહે છે કે “વેતાંખરાથી જુદા પડ્યા પછી દિગંબરાએ પોતાને ખાસ ધાર્મિક ક્રિયાકાંડ ઘડી કાઢ્યો તેમજ જુદો સાહિત્યિક અને સાધુસંસ્થાવિષયક ઇતિહાસ લખી નાંખ્યા; જે કે મુખ્ય સિદ્ધાંત વિષે કાંઈ તફાવત નજરે પડતા નથી.”૪ આમ જૈન સંપ્રદાયા તાત્ત્વિક ષ્ટિએ પરસ્પર કાંઈ બહુ જુદા પડતા નથી. તેઓના મતભેદ વ્યાવહારિક દૃષ્ટિએ હતા અને વિલ્સને ઠીકજ કહ્યું છે કે “તેઓની ઉત્પત્તિના મૂળ વિષેની તીવ્રતા અને પરસ્પર વૈરભાવ એ બંને વચ્ચે કંઈ જ મેળ નથી.”પ
જૈન સંપ્રદાયના આ બીજા મહાન મતભેદને બાજુએ મૂકી હવે આપણે શ્વેતાંબર જૈનેાની અમૂર્તિપૂજક જાતિના છેલ્લા મતભેદને! વિચાર કરીએ કે જે હાલ હુંઢિયા અથવા સ્થાનકવાસી કહેવાય છે. જૈનધર્મના ઇતિહાસમાં આ મતભેદ બહુજ પાછળથી આવ્યા છે અને કેટલેક અંશે એમ કહેવામાં હરકત નથી કે ભારતના
1. Bird, Historical Researches, p. 72.
2. Elliot, op. eit., p. 112.
3. વિવારસંબંધીનિવાન હાનિ તુ પ્રયોગનાયમાનાન્યેવતો : ! — Raichandji, Bhagavati
Sitra (Jinagama Prakasasabha), Int., p. 6.
4. Dasgupta, ob. it,, i,, p. 170.
Jain Educationa International
For Personal and Private Use Only
5. Wilson, o. cit., i., p. 340.
www.jainelibrary.org/