Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
૬૨
ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ
સમકાલીન છે. આ હાથી કૂણયના પિતા બિબિસારે ચેડગ રાજાની પુત્રી ચેલણ નામની તેની પત્નીથી ઉત્પન્ન થયેલ નાના પુત્ર વિહલને આપ્યા હતા. રાજ્યગાદી ઝૂંટવી લઈ અજાતશત્રુએ પિતાના નાના ભાઈ પાસેથી તે હાથી મેળવવા પ્રયાસ કર્યો પણ વિહલ હાથી લઈને પોતાના દાદાને ત્યાં વૈશાલી નાસી ગયે. “કૂણીય શાંતિથી તેને પાછો મેળવવામાં ન ફાળે એટલે તેણે ચેડગ સાથે યુદ્ધ શરૂ કર્યું.”૨ આમ આ યુદ્ધ કૂણીયે રાજ્યસત્તા મેળવી તે સમય દરમિયાન જ સંભવે છે તેથી તેને ઈ. સ. પૂર્વે ૪૯૬ માં મૂકી શકાય.
આજીવિક જાતિને ઐતિહાસિક દ્રષ્ટિએ વિચાર કરીએ તે આપણને જણાય છે કે તે તેના પ્રવર્તકના અવસાન સાથે નાશ પામી ન હતી. બૌદ્ધસાથેના તેના સંબંધને વિચાર કરતાં જણાય છે કે, તેમને “જૈન કે આજીવિક એ કેઈની સાથે ખાસ વૈર રાખવાનું કારણ ન હતું. અશેક અને દશરથ જેવા બૌદ્ધ રાજાઓએ આજીવિકને નાગાર્જુની અને બરાબર ટેકરીઓ પર ગુફાસ્થાને એ જ ભાવથી આપેલાં કે જે ભાવથી તેમણે અન્ય સ્થળે બૌદ્ધ સ્તૂપો બાંધ્યા હતા વા બ્રાહ્મણને દક્ષિણ આપી હતી. બૌદ્ધોને વૈરભાવ આજીવિક કે જેના પર ઉતર્યો ન હતો તે પણ પાછળથી બ્રાહ્મણ પર તે ઉતર્યો હતે જ
આજીવિકેને સૌથી પહેલે ઉલેખ અશોકના તેરમા વર્ષમાં અર્થાત્ ઈ. સ. પૂર્વે ર૫૭ માં ગયાપાસેની બરાબરની ટેકરીના ખડકમાં કોતરી કાઢેલ બે ગુફાઓની દિવાલ પર કેરેલ એક ટૂંકા શિલાલેખમાં મળે છે, તે નીચે પ્રમાણે છેઃ “રાજા પ્રિયદશીએ પોતાના રાજ્યના તેરમા વર્ષમાં આ ગુફા આજીવિકેને આપી છે."
1. Hoernle, Upcdsaga-Dastao, Appendix I, p. 7. pદથિળાવ forઇ રથ પરલિg. --Bhagavati (Agamodaya Samiti), p. 316, sut. 300. C. Hemacandra, Trishashti-Salaka, Parva X, vv. 205-206.
2. Hoernle, op. and loc. cit. Cy: also Tawney, KathaRosa, pp. 178-179. . . , ન ઘાતક યુદ્ધનો મમત– Avasyaka-Sutra, p. 684.
3. Dr. Hoernle, taking 484 B.C. as the date of Mahavira's death, puts c. 500 B.C. as the date (approximate) of Gośala and of the war between Ajātasatru and his grandfather. C. Hoernle, E, R. E, i., p. 261.
4. Sastri (Banerji), op. cit., p. 55.
5. Taking Asoka's coronation as about 270-269 B.C. Cf. Smith, Asoka, p. 73 (3rd ed.); Mookerji (Radhakumud ), Asoka, p. 37.
6, Hoernle, op. cit., p. 266. Cf. I.A., xx., pp. 361 ff.; Smith, Asoka, p. 144 (1st ed.). Asoka seems to have inherited his partiality towards the Ajivikas from his parents, “if we may believe in the legends. The Mahāvansaţika (p. 126), as has been already noticed, refers to the family-preceptor of his mother, Queen Dharmā, being an Ajīvika of the name of Janasana (deviya knlūpago Janasāno nāma eko Ajivika,) whom King Bindusāra summoned to interpret the meaning of the Queen's dream before the
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org