Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
મહાવીર અને તેમને સમય
જૈનધર્મના પહેલા મહત્ત્વના પંથભેદને ઉપરના છેડા શબ્દમાં વિચાર કર્યા પછી આપણે જૈન ધર્મના વેતાંબર-દિગંબર નામના બીજા પ્રખ્યાત મતભેદને વિચાર કરીએ. ખરું જોતાં જૈન સમાજમાં આ ભાગલાનું મૂળ ક્યાં છે તે કહેવું મુશ્કેલ છે. દિગંબર અને વેતાંબર દંતકથાઓને એક બીજાને લાગુ પડતા આ મતભેદ વિષે જે કહેવાનું છે તે બહુજ બાલિશ અને અનૈતિહાસિક જણાય છે. ગમે તે રીતે પણ એટલું તો ચોક્કસ છે કે જૈન કેમની સર્વ સાધારણ પ્રગતિ અને ઉન્નતિમાં આ મતભેદે ઘણું જ નુકશાન કર્યું છે; વળી જૈનસાહિત્ય અને ઇતિહાસમાં રજુ કરાતી વિરુદ્ધ દંતકથાઓથી બંને જાતિએ એ ખૂબ સહન કર્યું છે. તેઓ પરસ્પર વિદ્વેષથી અને કઈ કઈ વખત તેથી પણ અધિક ધૃણાની નજરે જુએ છે.' મહાવીરના ધર્મના મૂળ સંચાલકે કહેવરાવવાના ઉત્સાહમાં બેમાંના કેઈ પિતાની ઉત્પત્તિ માટે કાંઈ કહેતા નથી. બંને હરીફ જાતિની માન્યતાઓ અને તેની ઉત્પત્તિ વિષે નિર્માલ્ય તિરરકારયુક્ત ટીકાઓ કરે છે.
પ્રથમ દિગંબર દંતકથાઓ લેતાં આપણને જણાય છે કે દિગંબરે પિતે જૈનધર્મમાં પડેલા આ ફિરકાઓ વિષે એકમત નથી. આચાર્ય દેવસેન પિતાના દર્શનસારમાં કહે છે કે “વેતાંબર સંઘની શરૂઆત વિક્રમરાજાના મૃત્યુ પછી ૧૩૬ વર્ષે સૌરાષ્ટ્રમાં આવેલ વલ્લભીપુરમાં થઈ? આ વિદ્વાન આચાર્યના અભિપ્રાય પ્રમાણે તાંબરની ઉત્પત્તિનું કારણ પૂજ્ય “ભદ્રબાહુના શિષ્ય આચાર્ય શાંતિસૂરિના શિષ્ય જિનચંદ્રનું દુષ્ટ અને વ્યભિચારી જીવન હતું
કયા ભદ્રબાહુનો અહીં ઉલ્લેખ કરવામાં આવે છે તે સ્પષ્ટ નથી. જે આ ભદ્રબાહ ચંદ્રગુપ્તના વખતના હોય તો મતભેદનો સમય છેટે ઠરે છે. આ ઉપરાંત દિગંબર દંતકથા પરથી ચંદ્રગુપ્તના સમયમાં પડેલ મહાન દુષ્કાળના કારણે ભદ્રબાહ અને તેના અનુયાયીઓનું ઉત્તરમાંથી દક્ષિણ દેશમાં ગમન અને તેના પરિણામરૂપ વેતાંબર અને દિગંબર એ બે સંપ્રદાય થયાનું અનુમાન હોય તો એટલું ચોકકસ છે કે તે સિવાય બીજા કેઈભદ્રબાહુ નથી.
દેવસેનસૂરિએ તે જ વાત ભાવસંગ્રહમાં કહી છે પણ તેમાં ભદ્રબાહુના જીવન સાથે સંબંધ ધરાવતા દુષ્કાળ વિષે પણ ઉમેરો કરે છે. અહીં પણ જિનચંદ્રને એજ રૂપે ચિતર્યો છે. ખરાબ રસ્તે વિચરતે હોવાના કારણે ઠપકે આપવા માટે તેના ગુરુ શાંતિ
1. ૨ ૩પ દિયા, સૈયદયાળ ૨ મમિક્રુi , etc. —Devasenastiri, Bhagasaragraha (Soni's ed.), v. 160, p. 39. C). Premi, DaySarasāra, p. 57. નિતંરા નિગમ , , , etc.Avaśyaka Satra, p. 324.
2. ઇરસે વરસસ . . . સોદ્દે . . ૩૦mm સેવક સંઘો :-Premi, Darsanasara, v. 11, p. 7. 3. Ibil, vv. 12-15.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org