Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ અને ઉમેરે છે કે “તેઓ ચારિત્રશીલ જીવન જીવતા નથી.”૧ પિતાના અશુદ્ધ સિદ્ધાંતથી પ્રસિદ્ધ થયેલ આ માણસ જિનપદ પામ્યાનું કેમ માની શકાય ? અને જ્યારે તેના જિનપદ પામ્યાની વાત જૈનશાસ્ત્રના આધારે હોવાનું જણાવાય છે ત્યારે તે તે વધારે વિચિત્ર જ લાગે છે.
એક પ્રસંગે લેખક, ભગવતીસૂત્રમાં જણાવેલ ખાસ સમયે સાથે ગોસાલના છ પૂર્વજન્મના સંબંધ બતાવી જણાવે છે કે “સાલના પૂર્વજન્મને ભગવતીને ઉલ્લેખ-ભલે તે વિચિત્ર અને કાલ્પનિક ગણાય, પરંતુ આજીવકપંથના ઇતિહાસને ગોસાલથી ૧૧૭ વર્ષ પહેલાં દોરવામાં ઇતિહાસકારને મદદ કરે છે...” ૨ આ પરથી જણાય છે કે મહાવીરના સત્તાવીસ ભવની પ્રસિદ્ધ દંતકથા અહીં ભૂલી જવાઈ છે.
આજીવકપંથને પ્રાગૂ મખલી ઈતિહાસ” એમ વિધાન કરવા લેખક કેમ પ્રેરાયા તેજ સમજી શકાતું નથી.
આમ ડાં, બરુઆએ ટીકાકારની વિચારણા માટે કેટલાક વધારે મુદ્દા રજૂ કર્યા છે, પરંતુ દરેક સ્થળે તેમણે પોતે જ કહ્યું છે કે “એ કલ્પનાના મહાન પ્રયોગ છે.* આજીવક પ્રતિ “બુદ્ધિગમ્ય સહાનુભૂતિ”૫ પર રચાયેલ અનુમાને ટકાવી રાખવા આગળ રજૂ થયેલ બધી દલીલના એક એક મુદ્દાને બુદ્ધિપૂર્વક વિચાર કરવામાં આવે તો સાલ વિષે એક નાને એ નિબંધ લખ પડે. એટલું તે કહેવું પડે છે કે વિદ્વાન ડૉકટરે ઘણું ખરું જૈન અને બૌદ્ધ દંતકથાઓને ખોટી પાડવાને તે દ્વારા જ પ્રયત્ન કર્યો છે, જ્યારે ડો. યાકેબી કહે છે કે “ખાસ પુરાવાની ગેરહાજરીમાં આ દંતકથાઓની બાબતમાં જરૂરી કાળજી રાખવી ઘટે છે.”
આમ છતાંય એ વાત તદ્દન સત્ય છે કે “ગોસાલનું તત્ત્વજ્ઞાન આ દેશમાં તદ્દન નવીન વસ્તુજ હતી. એટલું બરાબર છે કે કેટલાક પરસ્પર વિરુદ્ધ સિદ્ધાંત અને અસંગત મતભેદેવાળી નાજુક પરિસ્થિતિમાં મહાવીરે જૈનધર્મ સંબંધી જે કાંઈ મેળવ્યું તે ભારતીય વિચારના પદ્ધતિસર વિકાસને બંધબેસતું હતું. આ
1. Ibid., pp. 245, 270. Vijaya Rajendra Sūri, Abhidhanarājendra, ii., p. 103. 2. Barua, op. cil., p. 7. 3. Ibid. 4. Ibid., p. 22. 5. Ibil. 6. Jacobi, op. cit., Int., p. xxxiii. 7. Barua, p. ci, p. 27.
8. " While Sanjaya's dialectics was mainly negative, Gośāla, by his 'Terasiya,' or three-membered dialectics of “it may be,’ ‘ it may not be,’ ‘it may both be and not be.” had already paved the way for Mahavira's seven-membered Syadvada."-Belvalkar and Ranade, op. cit., pp. 456-457. C. Hoernle, op. cit., p. 262,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org