Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
૫૮
ઉત્તર હિંદરતાનમાં જૈનધર્મ
પિતે સાધુતાની સર્વ શ્રેષ્ઠ દશા અર્થાતુ જિનપદ પ્રાપ્ત કર્યાનું જાહેર કર્યું. “મહાવીર પિતે કેવલજ્ઞાન પામ્યા તેના બે વર્ષ પહેલાં ગોસાલે પિતાને આ દવે રજુ કર્યો હતો.”૧ જૈન દંતકથા પ્રમાણે મહાવીરે ગસાલને પ્રત્યક્ષ નહિ જોયાનું જણાય છે. મહાવીર કેવલજ્ઞાની થયા પછી ચૌદમા વર્ષે પહેલી જ વખત શ્રાવસ્તી આવ્યાનું જણાય છે અને ત્યાં તેની જીંદગીના છેલ્લા દિવસોમાં ગેસલને જે હોય એમ લાગે છે. એવી પણ નેધ મળે છે કે અહીં ગેસલને અસ્થિર સ્વભાવ ઠેકાણે આવ્યું અને પિતાના ગુરૂ પ્રતિ અનિષ્ટ વર્તન કરવા બદલ તેણે પશ્ચાત્તાપ કર્યો.
આ ઉપરાંત એક વાત દુર્લક્ષ્ય કરવા જેવી નથી કે મહાવીર અને ગોસાલ સંબંધ અથવા તે ભારતના ધાર્મિક ઉત્થાનની મહાન લહેરમાં મખલિપુત્તનું સ્થાન કાંઈક નિશ્ચયાત્મક ખુલાસો માગી લે છે. ડૉ. બરુઆ કાંઇક બ્રાંતિ પૂર્વક કહેતા જણાય છે કે “એટલું કહેવું પૂરતું છે કે જૈન અથવા બદ્ધ માર્ગો દ્વારા મેળવેલી માહિતીથી એમ સાબીત થઈ શકતું નથી કે જેને માને છે તેમ સાલ મહાવીરના બે ઢગી શિષ્યમાં એક હિતે; ઉલટું તેથી વિપરીત સાબીત થાય છે; અર્થાતું હું એમ કહેવા માગું છું કે આ વિવાદગ્રસ્ત પ્રશ્ન પર નિશ્ચિત અભિપ્રાય આપવા ઇતિહાસવેત્તાઓ પ્રયત્ન કરે તો તેઓને એમ કહ્યા વિના ચાલે એમ નથી કે આ માટે જે કઈ ત્રણી હેય તે તે ખરેખર ગુરૂ છે, નહિ કે જેનેએ માની લીધેલ ઢંગી શિષ્ય. ૪
આ વિદ્વાનની ભ્રમણ એ છે કે પ્રથમ તે મહાવીર પાર્શ્વનાથના પંથના હતા અને એક વર્ષ પછી જ્યારે તેઓ અલક થયા ત્યારે તે આજીવક પંથમાં ભળ્યા.૫ આ માન્યતા સત્યસિદ્ધ જૈન માન્યતા અને દંતકથાઓને અવગણે છે એટલું જ નહિ પણ, ગોસાલના અનુયાયીઓ આજીવક શા માટે કહેવાયા તેનું તદ્દન અજ્ઞાન દર્શાવે છે. પહેલાં જોઈ ગયા તેમ પાર્શ્વના ધર્મસિદ્ધાંત અને મહાવીરના સિદ્ધાંત વચ્ચે વિચારપ્રગતિનો ભેદ હતું અને આજીવક શબ્દને ઉપયોગ આજીવક જાતિને ખરો સ્વભાવ પ્રકાશિત કરવા માટે જેને અને બીજાઓ તરફથી ધૃણાની દષ્ટિએ
1. Charpentier, C. H. J., i., p. 159,
2. “Some Jainas believe that, because he so sincerely repented before his death, he went not to hell, but to one of the Dzvalokas--i.c. heavens...."-Stevenson (Mrs), op. cit., p. 60.
3. Cf. ibid. "His last act was to acknowledge to his disciple the truth of Mahāvira's statement respecting himself and to instruct them to bury him with every mark of dishonour and publicly to proclaim his shame."-Hoernle, op cit., p. 260.
4. Barua, op. it, pp. 17-18.
5. Cf. ibid.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org