Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
મહાવીર અને તેમનો સમય
'પ૭
ધાર્મિક જાગૃતિમાંથી પસાર થતું હતું કે “..આપણે ભારપૂર્વક જણાવવું જોઈએ કે તે સમયમાં તત્ત્વજ્ઞાન-જીવન અને ચારિત્રથી પર-માત્ર વિદ્વત્તા તથા ક્રિયાકાંડ માટે
ભારૂપ ગણાતું ન હતું. પરંતુ અનેક જાતનાં વિધિવિધાને અને તપશ્ચર્યા રચનાર અનેક પ્રબળ અને વિચિત્ર વ્યક્તિઓ ઉત્પન્ન થઈ...લેકેના દૈનિક જીવનમાં આ પ્રમાણે તત્ત્વજ્ઞાન સાથે ચારિત્રને સમન્વય કરવા માટે આ પાખંડી ગણાતા રવતંત્ર વિચારકેને યશ ઘટે છે. મંખલિ ગેસલની આજીવક જાતિ માટે લખાયું છે કે તેઓ વને તિરસ્કારે છે, સર્વ શિષ્ટાચારે કેરે મૂકી વર્તે છે, પોતાના હાથમાંજ ભેજન ચાટી જાય છે,...માછલી કે માંસ ખાતા નથી, દારૂ કે માદક પદાર્થ વાપરતા નથી, કેટલાક એક ઘેરથી અને એકજ કેળિયે ભિક્ષા લાવે છે, બીજા બે કે સાત ઘેર ભિક્ષા યાચે છે, કેટલાક એકજ વખત ભેજન લે છે, કેટલાક બે દિવસે, સાત દિવસે કે પખવાડિએ એક દિવસ ભજન લે છે. વળી આ કાંઈ અપવાદરૂપ નહતું. એમાં વિચારની સ્વકીયતા અને ઉગ્રતા તેમજ આચારનું સ્વાતંત્ર્ય અને વૈચિત્ર્ય વધુ માનભર્યા દેખાતાં હતાં.”
એ તે સ્પષ્ટ જ છે કે ગસાલ મહાવીરના સંઘને પુષ્ટિ આપવાને બદલે શરૂઆતથી જ તેમના સુધારેલા જૈનધર્મની પ્રગતિમાં બાધારૂપ થઈ પડ્યો હતે. આમ તેણે બૌદ્ધોની સત્તા મજબૂત કરવામાં અને મહાવીરની વધતી જતી પ્રતિષ્ઠાને સખ્ત ફટકે લગાડવામાં ભાગ ભજવ્યું હતું. આ રીતે તપાસતાં મહાવીર અને
સાલના પ્રાથમિક સંગનાં પરિણામે બંને–ગુરુ અને શિષ્ય માટે ખરેખર ભયાવહ હતાં. “ચારિત્ર અને સ્વભાવે બને એટલા બધા જુદા પડતા હતા કે છ વર્ષ પછી ગોસાલના અવિશ્વાસ અને ચાલાકીથી બંનેને સંબંધ છૂટે છે.”
પિતાના ગુરુથી જુદા પડ્યા પછી ગોસાલે શ્રાવસ્તીમાં એક કુંભારણના ઘરમાં પિતાનું મથક રાખી ત્યાં ભારે અસર જમાવી. મહાવીરથી જુદા પડી તરતજ તેણે
1. Belvalkar and Ranade, History of Indian Philosophy, ii., pp. 460-461.
2. "The bone of contention was a theory of reanimation which Gośāla formulated from his observation of periodical reanimation of plant-life, and generalised it to such an extent as to apply it indiscriminately to all forms of life."- Barua, J.D.L., ii., p. 8. C. also Sastri (Banerji ), op. cit., p. 56.
3. Hoernle, op. cit., p. 259. "Gośāla, having learnt from him the possession of the Tejalesya, or power of ejecting flame, and having learnt from certain of the disciples of Pārsvanātha what is technically called the Mahānimitta of the eight Argas, intending probably their scriptural doctrines, set up for himself as a Jina and quitted his master."Wilson, op. cil, ipp. 295-296.
4. સ્વામિનઃ પાશ્વત્રિWટિતઃ શ્રાવક્ષ્ય તેનોનિમાતા ચત . . -Āvasyaka-Sutra, p. 214.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org