Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
૫૦
ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ મહાવીરે સંસારત્યાગ કરી સાધુ તરીકે દીક્ષા લીધી તે વખતે ઉપરોક્ત શબ્દો પ્રતિજ્ઞા રૂપે ઉચાર્યા હતા. હરિભદ્રસૂરિએ આવશ્યક સૂત્રની ટીકામાં સામાયિકની નીચે પ્રમાણે વ્યાખ્યા કરી છે
તેણે ખરૂં સામાયિક કર્યું કહેવાય કે જેણે સમભાવ પ્રાપ્ત કર્યો હોય અને જે સર્વ પ્રાણીઓ પ્રતિ પિતાને આત્માની માફક જતાં શીખે. જ્યાં સુધી આત્મા રાગદ્વેષ છેડે નહિ ત્યાંસુધી કોઈ પણ જાતનું તપ લાભકારક નથી. જ્યારે જીવ પ્રાણીમાત્ર પ્રતિ સમભાવે જોઈ શકે ત્યારે જ તે રાગ અને દ્વેષ પર વિજય મેળવી શકે છે.”
પડિકમણું અથવા સંસ્કૃત પ્રતિકમણ એટલે પાપને સાફ દિલથી એકરાર અને તેની માફી માટેની તીવ્ર ઈચ્છા; ટુંકમાં આત્માને લાગેલ દોષોનું તે પ્રાયશ્ચિત્ત છે.
પ્રતિકમણમાં જેને કેઈપણ ઇદ્રિયવાળા જીવ પ્રતિ કરેલ અપરાધને વિચાર કરી માફી માગે છે. તે ઉપરાંત આરોગ્યના નિયમ વિરુદ્ધ કઈ પણ જીવજંતુની ઉત્પત્તિ થઈ હોય તે તેને પણ આ સમયે વિચાર થાય છે.”૪ અહિંસાના સિદ્ધાંતમાંથી જન્મેલ વિશ્વબંધુત્વના ગુણોને વિકાસ તે આ શિક્ષાનું સ્વાભાવિક પરિણામ છે, અને વ્યાવહારિક દષ્ટિએ મુક્તિ અર્થ ફાંફાં મારતી મનુષ્યજાતિને મદદ કરવાને અર્થ તેમાંથી નીકળે છે. તે ઉપરાંત જેનેનું સામાજિક બંધારણ એવી રીતે ઘડાયું છે કે તેમાંથી ઉપરોક્ત આદશે વ્યવહારમાં ઉતારી શકાય.
હવે આપણે જેને તત્ત્વજ્ઞાનના એક વિશિષ્ટ લક્ષણને વિચાર કરીએ અને તે ભારતીય ન્યાયશાસ્ત્રમાં અપાયેલ જૈન દર્શનને ખાસ ફળ ગણાય છે. સંપૂર્ણ જ્ઞાનનો પ્રકાશ અને પ્રચાર એ બધાય ધમનો હેતુ હોય છે. દરેક ધર્મ મનુષ્યને દની પેલે પાર જવાનું શીખવવા પ્રયાસ કરે છે અને જૈનધર્મ પણ એજ વસ્તુ કહે છે, પરંતુ તફાવત એ છે કે તે વસ્તુનું એકાંતરવરૂપ મર્યાદિત દ્રષ્ટિબિંદુથી ઓળખાવતું નથી.
સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જૈનધર્મ પાસે પિતાનું તત્ત્વજ્ઞાન છે જે સ્યાદ્વાદ અથવા અનેકાંતવાદના સિદ્ધાંત તરીકે ઓળખાય છે. “નયને (દષ્ટિબિંદુનો) સિદ્ધાંત જૈન ન્યાયનું ખાસ લક્ષણ છે.”૫ આપણે જોયું છે કે જૈન અધ્યાત્મશાસ્ત્ર
1. તપશ્ચર્યાદા માવાન . . . “ ક્રમ તામારૂવું . . .. ૩રત.--Kalpa-Satra, SubodhikaTika, p. 96. Cf. Avašyaka Sūtra, p. 281.
2, ઃ ‘નમઃ” મય, ગારમનમવ પર . . ., ‘સર્વભૂતેપુ’ . . . તસ્ય સામાથિવું મતિ. Avasyaka-Sutra, p. 329. 3. C. Dasgupta, op. tit., 5, p. 201. 4. Stevenson (Mrs), op. cit., p. 101. 5. Radhakrishnan, op. cit., i., p. 298.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org