Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
૫૩
મહાવીર અને તેમને સમય નિત્ય હોય, પણ ઘડા તરીકે અનિત્ય છે એટલે અસ્તિત્વમાં આવી નાશ પામે છે; અર્થાત્ વેદાન્તીઓની માન્યતા અનુસાર જીવ શુદ્ધ નથી, પરંતુ અનેક વસ્તુમય છે અને તે માટે થતું વિધાન સત્યનો અંશ માત્ર છે. વસ્તુના પ્રત્યેક ધર્મના વિધાન તથા નિષેધને લગતા શબ્દપ્રયેગે સાત પ્રકારે થાય છે જેને જેને સપ્તભંગી તરીકે ઓળખે છે. આ વિધાન ચાતુશબ્દના ઉપયોગ સાથે ગતિ, નહિત અને ગવચ્ચે શબ્દોને ઉલેખ કરવાથી થઈ શકે છે. વસ્તુના સ્વપર્યાયપર ભાર મૂકીએ ત્યારે સ્થાસ્તિ; તેના પરપર્યાયસંબંધી ભેદપર ભાર મૂકીએ ત્યારે ચારિત; જ્યારે તેના સત્ અને અસત્ એ બંને પર સમાન ભાર મૂકીએ ત્યારે ચાસ્તિનાસ્તિ એમ કહેવાય. પરંતુ જ્યારે એક પર ભાર મૂક્યા વિના તે પદાર્થ વાણીવડે વ્યક્ત થઈ શકે તેવું નથી એમ બતાવવા માટે વિખ્ય વપરાય; તેજ રીતે અમુક અપેક્ષાએ નિત્ય હોવા છતાં અવક્તવ્ય છે તે બતાવવા ચાસ્તિ વચ્ચે કહેવાય; અને અમુક અપેક્ષાએ વસ્તુ અનિત્ય હોવા છતાં અવક્તવ્ય છે તે બતાવવા માટે ચન્નતિ વચ્ચે વપરાય. આ ઉપરાંત અમુક અમુક અપેક્ષાએ વસ્તુ નિત્ય અને અનિત્ય હોવાની સાથેજ અવક્તવ્ય છે એમ બતાવવા સારુ સહિતનાસ્તિ વક્તવ્ય એમ કહેવાય છે. આ સાત પ્રકાર પરથી જાણવાનું એટલું જ છે કે બધે વખતે, બધી રીતે અને બધા રૂપે એક વરતુનું અરિતત્વ વિચારી શકાય નહિ, પરંતુ એક જ જગ્યાએ અસ્તિત્વ ધરાવતું હોય અને બીજમાં ન હોય; એક જ વખતે અસ્તિત્વ ધરાવતું હોય ત્યારે બીજા વખતે ન હોય.'
જૈનધર્મનું આ સ્પષ્ટીકરણ વેદાન્તી અને બૌદ્ધોના બે અતિરેકને સમન્વય છે, અને તે બુદ્ધિગ્રાહ્ય અનુભવપર રચાયેલે છે.”૨ યાકેબી અને બેલવેલકર આને સંજય બેલઠ્ઠીપુખ્તના અયવાદના વિધાત્મક સિદ્ધાંત તરીકે માને છે. “જ્યારે સંજય કહે છે કે “તે છે તે હું કહી શકતું નથી અને તે નથી તેમ પણ હું કહી શકતે નથી, ત્યારે મહાવીર એમ કહે છે કે “હું કહી શકું છું કે એક દષ્ટિએ વસ્તુ છે અને વિશેષમાં એ પણ કહી શકું છું કે અમુક દષ્ટિએ તે નથી.”
ટૂંકમાં સ્યાદ્વાદ જૈન તત્ત્વજ્ઞાનનું અદ્વિતીય લક્ષણ છે. જૈન બુદ્ધિમત્તાનું આથી અધિક સુંદર, શુદ્ધ અને વિસ્તીર્ણ દૃષ્ટાંત આપી શકાય તેમ નથી. જૈન સિદ્ધાંતની આ શેલનું માન મહાવીરને ઘટે છે. દાસગુપ્તના અભિપ્રાય પ્રમાણે આ વિષય પરત્વે જૈનશામાં સૌથી પહેલો ઉલેખ ભદ્રબાહુની મૂત્રકૃતાંગ નિર્યુક્તિની (ઈ. સ. પૂર્વ
1. CJ. Bhandarkar, Report on Sanskrit MSS., 1883-1884, pp. 95-96 ; Rice (E. P.), Kanarese Literature, pp. 23-24.
2. Dasgupta, op. cit., , p. 175.
3. Belvalkar, op. cit., p. 114. Cf. Jacobi, S. B. E., xlv., p. xxvii; Belvalkar and Ranade, op. cit., pp. 433 n., 454 ff.
4. C). Belvalkar, op. cit., p. 114,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org