Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ જિનને પ્રપેલે ધર્મ તે જૈન ધર્મ તે જૈન દર્શન, જૈન શાસન, સ્યાદ્વાદ દષ્ટિ આદિ નામે પણ ઓળખાય છે. જૈન ધર્મ પાળનારા જૈને ઘણું ખરું શ્રાવકેના નામથી ઓળખાય છે.'
જૈન ધર્મના પ્રારંભની ચક્કસ તારીખ શોધવી મુશ્કેલ છે, એટલું જ નહિ પણ અશક્ય છે, તેમ છતાં પણ જૈન ધર્મ એ બૌદ્ધ ધર્મ અથવા બ્રાહ્મણ ધર્મની શાખા છે એ જૂની માન્યતા અર્વાચીન સંશોધનના પરિણામે અજ્ઞાનસૂચક અને ભૂલભરેલી પૂરવાર થઈ ચૂકી છે. તે ઉપરાંત ભગવાન મહાવીરથી જૈન ધર્મનો પ્રારંભ થાય છે એ પણ મહાન ઐતિહાસિક ભૂલ ગણાય છે કેમકે તેને ટેકો આપતી સબળ ઐતિહાસિક દલીલ નથી; અને જૈનેના ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ એ પણ ઐતિહાસિક વ્યક્તિ તરીકે સ્વીકારાયા છે, અને બીજા જિનોની જેમ મહાવીર પણ તેમની શ્રેણીમાં એક સુધારકથી કાંઈ વિશેષ નથી.
ધર્મ મનુષ્યજાતિ એટલેજ જાને છે કે પાછળથી ઉત્પન્ન થયેલું છે એ તેના પ્રારંભ અને તત્ત્વજ્ઞાન એટલેજ હજી પણ ઐતિહાસિક સંશોધકને ચર્ચાને વિષય છે. માનસશાસ્ત્રની દષ્ટિએ આ પ્રશ્નનો જવાબ આપી શકાય; પરંતુ આ પ્રશ્ન કેવળ તાવિક છે. માનવદુનિયાથી પર કોઈ પણ ઉચ્ચ શક્તિ યા આત્મવિકાસને ઓછાવત્તા પ્રમાણમાં દરેક પ્રજા કે જાતિ સ્વીકારે છે કારણ કે ધર્મ તેના વિશાળ અર્થમાં મનુષ્યજાતિનું સાર્વજનિક લક્ષ્યબિંદુ ય ધ્યેય છે.
આતો સામાન્ય ધર્મની વાત થઈ, પણ જે આપણે અમુક વિશિષ્ટ ધર્મનો વિચાર કરીએ તો પણ એજ પ્રશ્ન આવીને ઉપસ્થિત થાય છે કે ધર્મ મનુષ્યજાતિ એટલે જૂને છે કે તેણે માનવજીવનમાં પાછળથી સ્થાન લીધું છે. અહિંયાં દરેક ધર્મને સાર્વત્રિક ઓછાવત્તા પ્રમાણમાં એજ દાવે છે કે જે સ્પષ્ટ શબ્દોમાં ટૂંકમાં આ પ્રમાણે દર્શાવી શકાયઃ “અમારે ધર્મ અનાદિ અને સર્વવ્યાપક છે, અને બીજા પાખંડીઓ છે.” આ અનાદિવને દો સાબીત કરવા માટે દરેક ધર્મ અનેક પ્રકારનું
1. अस्य च जैनदर्शनस्य प्रकाशयिता परमात्मा रागद्वेषाद्यान्तररिपुजेतृत्वादन्वर्थकजिननामधेयः। जिनोईन स्याद्वादी तीर्थकर इति चानान्तरम् । अत एव तत्प्रकाशितं दर्शनमपि जैनदर्शनमहत्प्रवचनं जैनशासनं स्याद्वादeferencat frura zuzea.--Vijayadharmasūri, Bhandarkar Commemoration Volume.
p. 139. .
2. For a better understanding of the latter part of the chapter we shall give below a list of the 24 Tirthankaras of this age: 1 Rshabha, 2 Ajita, 3. Sambhava, 4. Abhinandana, 5. Sumati, 6. Padmaprabha, 7. Supārsva, 8. Candraprabha, 9. Pushpadanta or Suvidhi, 10. Sítala, 11. Śreyārsa, 12. Vāsupujya, 13. Vimala, 14. Ananta, 15. Dharma, 16. Sânti, 17. Kunthu, 18. Ara, 19. Malli, 20. Munisuvrata, 21. Nami, 22. Nemi or Arishtanemi, 23. Pārsva (Parśvanātha), 24. Vardhamāna, also named Vira, Mahāvira, etc. Every one of them has a discriminative symbol or Lanchana for himself, and this is always found on Jaina idols representing them--e. g. the symbol of Pārsva is a hooded snake, and that of Vardhamana is a lion, C. તલ્યામવલપિંથકૃષમોડલિતભ . . ., etc, Hemacandra op, cit, vy, 26, 27, 28.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org