Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
ઉત્તર હિંદુસ્તાનમાં જૈન ધર્મ. યજ્ઞક્રિયા એવી રીતે જવા અને ગોઠવવામાં આવી હતી કે ધીમે ધીમે તે વધુ કષ્ટસાધ્ય અને ગૂંચવણભરેલી બનતી ગઈ અને યાજ્ઞિકની સંખ્યામાં સતત વધારો થતો ગયો. યાજ્ઞિકે બધા ફરજિયાત બ્રાહ્મણ જ હતા. કઈ કઈ વખત તેઓ એટલે સુધી આગળ વધતા કે દેખીતી રીતે દેવેનું બહુમાન પણ કરતા ન હતા, કારણ કે તેઓએ પિતાની જાતને દેવેની કેટીમાં મૂકી દીધી હતી. યજ્ઞક્રિયાના સિદ્ધાંતની પાછળ એવી માન્યતા હતી કેઃ “વિધિવિધાને અને યજ્ઞની સામગ્રીમાં ઈચ્છિત વસ્તુ ઉત્પન્ન કરવાની ચમત્કારિક શક્તિ છે જેવી કે–વરસાદનું વરસવું, પુત્રજન્મ કે મહાન લશ્કરને નાશ આદિ. યજ્ઞાદિ વ્યાવહારિક સંપત્તિના સાધને મેળવવા માટે જ કરવામાં આવતા હતા, નહિ કે નૈતિક ઉન્નતિ માટે ૨
આ રીતે બ્રાહ્મણોને સામાજિક ઉદ્દેશ ધર્માધિકારીઓની અમર્યાદિત સત્તા અને જ્ઞાતિઓને સખ્ત ભેદ હતે. આ સ્થિતિચુસ્ત સમાજમાં કેટલાક આવશ્યક ધંધાઓ પાપરૂપ ગણાતા; અને જન્મના કારણે શરમભરેલા ધંધાઓમાંથી પણ લેકેને પાછા હઠતા અટકાવવામાં આવતા હતા. ઉંચામાં ઉંચા હકો બ્રાહ્મણો માટે સુરક્ષિત રહેતા અને અમર્યાદિત પરવાના માટે તેઓજ અધિકારી હતા. આ બધું એટલેસુધી ચાલ્યા કર્યું કે રાજાની અમર્યાદિત સત્તા પણ તેની સેવાર્થે મનાવા લાગી. પ્રાચીન આર્યોનું ધાર્મિક વલણ એવું હતું કે ઘણાજ પ્રાચીન સમયથી રાજ્યના ધર્માધિકારી એક પૂજ્ય વ્યક્તિ ગણુતા, સામાજિક વ્યવસ્થામાં સ્ત્રીની કાંઈજ ગણના ન હતી અને શૂદ્રને તદ્દ્ગ તુચ્છ ગણવામાં આવતું.
સ્વાભાવિક રીતે જ સમાજની આ પરિસ્થિતિ લાંબો વખત નભે તેમ નહતું. કેઈ શુભ દિવસે તેને અંત નિશ્ચિત જ હતો અને એક બાજુ મહાવીર અને બીજી બાજુ શાયપુત્ર બુદ્ધના આગમનથી તેને અંત આવે. દત્ત સાહેબ કહે છે કે “ફ્રાન્સના બળવા માટે એમ કહેવાય છે કે રાજાઓના જુલમ અને અઢારમી સદીના તત્ત્વવેત્તાઓના બોદ્ધિક પ્રત્યાઘાતના કારણે તે થયે હતું. ભારતના બૌદ્ધિક બળવાનાં પણ એવા જ સ્પષ્ટ કારણો હતાં. બ્રાહ્મણ ધર્મના અત્યાચારોથી લેકે બળવા માટે ઝંખી રહ્યા હતા અને તત્ત્વવેત્તાઓના કાર્યો એવા બળવાને રસ્તે ખુલ્લો કરી મૂકી હતે.”
1 They held "the supreme place of divinity and honour."-J. McCrindle, op. and loc. cit.
2 Dasgupta, op. cil, i, p. 208. C. also Law, N. N, p. cil, p. 39.
3 "They were divinely appointed to be the guides of the nation and the councillors of the king, but they could not be kings themselves. "-Law, N. N., op. cit., p. 45.
4 Also called Purohit, etymologically meaning "placed in front, appointed."
5 CJ. Tiele, op. cit., pp. 129-130. Manu, in spite of his oft-quoted line: 477 9 59 thra aqat: prohibited woman even the performance of sacramental rites-a prohibition which he places on woman and the Sudra alike.-Cf. chaps. v., 155 ; ix., 18; and iv., 80.
6. Dutt, op. cit., p. 225.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org