Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
મહાવીર અને તેમનો સમય
१७
ડે. હૉસ્કિન્સ જરા આગળ વધી જે લેકેએ આ હિલચાલ ઉત્પન્ન કરી તેમના માનસ પર વધુ ભાર મૂકે છે. તે ઉમેરે છે કે “ઘણા ભાગે જૈન અને બૌદ્ધ ધર્મની ફતેહ તે વખતની રાજકીય પ્રવૃત્તિને આભારી છે. પૂર્વ દેશના રાજાઓ પશ્ચિમના ધર્મ માટે વ્યગ્ર થઈ ગયા હતા તેઓ તેને તેડી પાડવા ખુશી હતા.......પૂર્વ કરતાં પશ્ચિમ વધારે રૂઢિચુસ્ત હતું, તે તે માની લીધેલા રિવાજોનું ઘર હતું; પૂર્વ તે પાલક પિતા હતો.”
આટલું હોવા છતાં આ મહાન હિંદી બળવાના સ્પષ્ટીકરણ માટે કઈ પણ જાતની બ્રાહ્મણવિરોધી વૃત્તિ શેધવા અમે ઈચ્છતા નથી. એ તે “ઐતિહાસિક યુગની શરૂઆતમાં ફેલાએલા વિચારના સાર્વત્રિક ઉભરાનું પરિણામ હતું. આપણે તેને “બ્રાહ્મણના જાતિભેદ સામે ક્ષત્રિયેના વિરોધનું પરિણામ ૩ માત્ર ન માની લઈએ કારણ કે “બ્રાહ્મણ ધર્મની અંધશ્રદ્ધાની દિવાલની બહાર નવીન વિચાર અને સિદ્ધ તેની વૃદ્ધિ માટે સુંદર ક્ષેત્ર તૈયાર થઈ ગયું હતું.” આ ઉપરાંત વિકાસક્રમને પૂર્વ સિદ્ધાંત જેના આધારે કેઈપણ ધર્મના ઇતિહાસની સ્થાપના થાય છે તે એવા સિદ્ધાંત પર રચાયેલું હોય છે કે બધા ધર્મમાં થતા આધ્યાત્મિક વિકાસ કે વિકાર સૂચક પરિવર્તને સ્વાભાવિક ઉન્નતિકર પરિણામે છે અને તેમાં જ તેનું સમાધાન મળી રહે છે.
આપણું સમયનો વિચાર કરતાં આપણને જણાય છે કે આ પરિસ્થિતિને ભારતીય વિચારોના ઇતિહાસ અને ભારતીય જીવનની વલણમાં થયેલ શાંત પરિવર્તનથી પુષ્ટિ મળે છે. શ્રી. કુત્તે કહે છે કે “ગૌતમ બુદ્ધ વેદની સામાજિક, ધાર્મિક અને રાજકીય પ્રવૃત્તિઓને વ્યવસ્થિત વિરોધ કરવામાં સફળ થયા તે પહેલાં વેદની સત્તામાં શંકા લાવવાની વૃત્તિ જોવામાં આવતી હતી. આજ જાતની માન્યતા બીજા વિદ્વાને પણ ધરાવે છે. ડો. યાકેબી કહે છે કે “બદ્ધ અને જૈન ધર્મ બ્રાહ્મણ ધર્મની ધાર્મિક હિલચાલનું પરિણામ છે. તે તાત્કાલિક સુધારાથી નહિ, પરંતુ લાંબા સમયથી ચાલી આવતી ધાર્મિક પ્રવૃત્તિઓના ફળરૂપ ગણું શકાય.” એમ કહેવું અયોગ્ય તો નથી જ કે આગામી પરિ. વર્તનની આગાહી સર્વ દિશાઓમાં નવીન પ્રણાલીને ઘષ કરનાર ઉપનિષદમાં સ્પષ્ટ જોઈ શકાતી હતી. ડે. દાસગુપ્તા કહે છે કે “ આ નવીન પદ્ધતિના સંસ્થાપકે એ ઘણું કરીને ઉપનિષદો અને યજ્ઞસંબંધી નિયામાંથી પ્રેરણા મેળવી પોતાની સ્વતંત્ર બુદ્ધિના જેણે પોતાની પ્રણાલીઓ નિર્માણ કરી.”છ શ્રી. દત્ત લેકના મનમાં ચાલતા આ પરિ. વતનના સમયને ઈ. સ. પૂર્વ અગિઆરમી સદી એટલે આપણે જે સમયને અહીં વિચાર કરીએ છીએ તે પહેલાં પાંચ સદી એટલે જાને ગણાવે છે. તેની માન્યતા પ્રમાણે “ ઉત્સાહી અને વિચારક હિંદુઓએ બ્રાહ્મણ સાહિત્યના કંટાળા ભરેલા કિયાકાંડથી દર જવાનું સાહસ કર્યું હતું અને આત્મા તથા તેના કર્તાનાં ગૂઢ રહસ્ય ઉકેલ્યાં હતાં.< 1. Hopkins, op. cil, p. 282,
2. Radhakrishnan, op. cit., i., p. 293. 3. Srinivasachari and Iyangar, op. cit., p. 48. 4. Frazer, op. cit., p. 117. 5. Kunte, op. cl, pp. 407, 408.
6. Jacobi, S. B. E, xxii., Int., p. 32. 7. Dasgupta, p. cil, i., p. 210.
8. Dutt, op. cil, p. 340.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org