Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
મહાવીર અને તેમના સમય
४७
સાધુએ માટે કોઈપણ જાતની હિંસા અટકાવવા માટે એવા નિયમ છે કે તેમને માત્ર ત્રણ વસ્તુએ રાખવીઃ (૧) પાણી ગાળવા માટે એક વસ્ત્ર, (૨) એક રજોહરણ અને (૩) સૂક્ષ્મ જીવાની જાણ્યેઅજાણ્યે થતી હિંસા માટે મુહપત્તિ. “ આ ઉપરાંત આજ કારણે પોતાના વાળને લેચ કરવાનું કઠણ કામ કરવું પડે છે જે મૂળ નિયમ મુજબ પ્રથમ દીક્ષા વખતેજ ઉતારી લેવામાં આવે છે. જેનાના આ ખાસ રિવાજ છે, જે ભારતવર્ષના ખીજા સાધુ વર્ગોમાં જણાતા નથી.”૧
આમ અહિંસાવ્રતના ભંગ ન થવા દેવાના ઉદ્દેશથી એક ગૃહસ્થ પણ પોતાના દૈનિક જીવનમાં ખૂબ સાવધાન રહે છે; અને તેમાં પણ એક વિશિષ્ટતા છે કે ભૂલથી નાના જંતુના નાશના ભયથી રાત્રે યા સૂર્યાસ્ત પછી કાંઈ પણ ખાવાની અને ખની શકે તે પીવાની પણ મનાઈ છે. તેથીજ શ્રી હેમચંદ્ર કહે છે કે “ જ્યારે ખાનપાનમાં પડતા જીવા મનુષ્યની અંધકારથી ઘેરાયેલ આંખેા નથી જોઈ શકતી ત્યારે રાત્રે ભાજન કરવાનું કાણુ પસંદ કરશે ? ” આ બધા રિવાજો વિચારતાં જણાય છે કે કોઈપણ · હિંદુ જાતિએ અહંસા એટલે કે જીવમાત્રની રક્ષા માટે આટલું સન્માન યા ત્યાગભાવને મહત્ત્વ આપ્યું નથી.’૩
વ્યવહારુ જીવનમાં નિયમેાની આ બધી સખ્તાથી કાઇએ એક ક્ષણ પણ એમ માની લેવાનું નથી કે ઉપરોક્ત નિયમેાના પાલનથી જૈનધર્મ જગતમાં ઉભી શકશે નહિ અને તે રાષ્ટ્રને ગુલામી, અકર્મણ્યતા અને દારિત્ર્ય પ્રતિ ઘસડી જશે. “ જૈનધર્મ માટે આ પ્રકારની થતી ગેરસમજનું કારણ તે વિષેની અપૂર્ણ માહિતી અને તે પ્રતિના વિધ જણાય છે. · જેટલી અનુકંપાથી તમારી ફરજ બજાવી શકાય તે રીતે તે ખજાવા' એ જૈનધર્મની પ્રથમ શિક્ષા છે; હંસા કોઈપણ મનુષ્યના કર્તવ્યમાં આડે આવી શકતી નથી.” જૈનોની અહિંસા એ દુર્બળની અહિંસા તેા નથીજ, પણ તે એક બહાદુર આત્માનું આત્મબળ છે કે જે જગતનાં બધાં અનિષ્ટ ખળાથી ઉચ્ચ છે અથવા ઉચ્ચ થવા ઇચ્છે છે.
6
‘આત્મવત્ સર્વભૂતેષુ ’પ એ સૂત્ર શ્રી હેમચંદ્ર આચાર્યે ઠીક જ દર્શાવ્યું છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં જૈનવૃત્તિ સ્પષ્ટ કરતું ગરીબમાં ગરીબ, નીચમાં નીચ અને ભાન ભૂલેલા પ્રતિ દર્શાવેલ ભાવનું નીચે મુજબ દૃષ્ટાંત છે:
રિકેશી નામના એક ચાંડાળ હતા. તે ઇંદ્રિયાનું દમન કરીને ઉચ્ચતમ ગુણા પ્રાપ્ત કરી મહાન સાધુ થયા. એક વખત ગોચરી જતાં તે બ્રાહ્મણાના યજ્ઞના એક વાડા પાસે આવી પહોંચ્યા. તેમણે કહ્યુઃ
1. Búhler, op. ci., p. 15.
2. Hemacandra, op. cit., MS., chap. iii., v. 49, p. 8.
3. Barth, op. cit., p. 145.
4. Jaini, op. cit., p. 72.
5. બાહ્મવત્ સર્વભૂતેષુ . . .-Hemacandra, ob. cit., chap. ii., v. 20, p. 3.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org/