Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
૪૨
ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ અરતેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રતોથી શરુઆત કરીને મન, વચન અને કાયાને સંયમ કેળવી મનુષ્ય આધ્યાત્મિક જીવનની પરાકાષ્ટાએ પહોંચે છે, જ્યાં જીવનમરણની ઈચ્છા નથી અને છેવટે અનશન વતી યા અનાહારી બની મૃત્યુને ભેટે છે.
જૈન આચારશાસ્ત્ર એટલું સૂક્ષ્મ અને વિચારપૂર્વક રચાયેલ છે કે તે પોતે જ અભ્યાસરૂ૫ બને તેવું છે. - જૈનજીવન અને મોક્ષ સંબંધી ઉપર જે ચર્ચા કરી તેને ટુંક ઉલ્લેખ કરી આપણે જૈન ધર્મના મુખ્ય અંગે વિચાર કરીશું. આચાર્ય કુંદકુંદના શબ્દોમાં ઉપસંહાર કરીએ તે:
આત્મા જે પિતે કર્મને કર્તા અને ભક્તા છે તે અજ્ઞાનરૂપ પડલથી અંધ બની સંસારમાં ભમે છે, જે શ્રદ્ધાળુ માટે મર્યાદિત અને અશ્રદ્ધાળુ માટે અમર્યાદિત છે.
અજ્ઞાનને પડદે જે સમજ અને ઈચ્છાશકિતને ઘેરે છે તેને જડમૂળથી ચીરી રત્નત્રયીથી સજજ બની નિર્ભય થઈ પરિસ્થિતિઓ ઉત્પન્ન કરેલ સુખદુઃખને જીતી આત્મજ્ઞાનના આદર્શમાંથી પ્રકાશ મેળવતે વિકટ રસ્તે વિચરતે યાત્રાળુ પૂર્ણતાના દેવી મંદિરમાં પહોંચે છે.”
આમ કોધ, માન, માયા અને લેભ રૂપ ચાર કષાયથી ઘેરાયેલ તેમજ સારા નરસાં કમોને કારણે પિતાની સ્વાભાવિક સ્થિતિથી બળાત્કારે દૂર થયેલ આત્મા જ્યારે આ બધાં વિઘાતક અને બાહ્ય આવરણોથી મુક્ત થાય છે ત્યારે તે ઈશ્વર યા પરમાત્માના બધા ગુણ ધારણ કરે છે તેમ કહેવાય છે. “કર્મરહિત થયા પછી સર્વજ્ઞ બનેલ આત્મા પ્રશાંત, અવિકારી અને શાશ્વત સુખ મેળવે છે.” ખરું જોતાં આ આત્મા જૈનધર્મમાં ઈશ્વરને આદર્શ રજૂ કરે છે અને એક
1. અહિંસા સત્યમત્તેયર્સનર્ધારિપ્રાઃ | . . . વિF I-Hemacandra, p. cat, chapi, v. 19, p. 2.
2. , . . મરાઠા શાસTI-Uttaradhyayana-Sadra, chap. xxx, v. 9,
3. "The value of Jaina philosophy lies not only in the fact that it, unlike Hinduism, has co-related ethical teaching with its metaphysical system but also in the amazing knowledge of human nature which its ethics display."-Stevenson (Mrs), op. cit., p. 123.
4. Kundakundācārya, Pancāstikāyasāra, S. B. J., iii, 75-76.
5. “In a word, believers in the creation theory make God a man, bring him down to the level of need and imperfection; whereas Jainism raises man to Godhood and inspires him to reach as near Godhood as possible by steady faith, right perfection, right knowledge, and above all, a spotless life."-Jaini, op. cit., p. 5.
6. Kundakundācārya, op. cit., v. 151 (trans. Jaini, op. cit., p. 77).
7. વર્મક્ષયસ્ય યાન મવશ્વો ન પુનર્નચમુ શિવ સનાતન ફ્રેશ્વરઃ –Vijayadharmasuri, છે. cit, p. 150.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org