Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
મહાવીર અને તેમને સમય
૪૧
જેન્દ્રષ્ટિએ આ રત્નત્રયી એજ મુક્તિનું સાધન છે અને આચાર્ય હેમચંદ્ર કહે છે કે તે જેનગને મૂળ પાયે અને મેક્ષનું કારણ છે. પહેલા વિચાર કરીએ તે જિનમાં અથવા જિને પ્રપેલાં તત્ત્વોમાં શ્રદ્ધા એ સમ્યગદર્શન; તેથી વિપરીત પરિસ્થિતિ તે અશ્રદ્ધા. સમ્યજ્ઞાન એટલે જેન નિયમો યા જિને પ્રરૂપેલાં સિદ્ધાંતનું જ્ઞાન. જે મેળવવાનું છે તે “જૂઠા તર્ક, મિથ્યા વિતંડાવાદ અથવા નાસ્તિકતાથી ખવાઈ ગયેલી મિથ્યા દૃષ્ટિ તજી દઈ જ્ઞાનરૂપી વૃક્ષને ઉછેરી તે જ્ઞાનને અમલમાં મૂક્યા ૫ સભ્યચારિત્ર છે.”૪ આ રત્નત્રયીમાં સમ્યગદર્શન સર્વોત્કૃષ્ટ છે, કારણ કે તેજ આપણને નાસ્તિકતાના ભ્રમમાંથી બચાવે છે. વધારામાં સમ્યગ્રજ્ઞાનથી શ્રદ્ધાવડે મેળવેલી બાબતે વિચાર કરવાનું શક્ય થાય છે. તે બીજું કાંઈ નહિ પણ તમાં શુદ્ધ અને સાચી દષ્ટિ માત્ર છે. ટૂંકમાં શ્રદ્ધાયુક્ત જ્ઞાન અંતિમ ધ્યેય સમ્યકચારિત્ર પ્રતિ લઈ જાય છે.
સમ્યગ્રજ્ઞાન અને સમ્યગદર્શન એ બંને સમ્યક્રશ્ચારિત્ર રહિત હોય તે તે વ્યર્થ છે. જિને પ્રસુપિલા સર્વ નિયમો પાળવામાં ચારિત્રને સમાવેશ થાય છે, અને તે દ્વારા મેક્ષ પ્રાપ્તિ થઈ શકે છે. મોક્ષ એ અંતિમ ધ્યેય હોવાથી સ્વાભાવિક રીતે સમ્યક ચારિત્ર એવા પ્રકારનું હોય છે કે જ્યાં શરીરને ઓછું મહત્ત્વ અપાય છે, પરંતુ આત્મવિકાસ એજ લક્ષ્ય રહે છે. ટુંકમાં મન, વચન અને કાયાના પાપરૂપ વ્યાપારને ત્યાગ તેજ ચારિત્ર.૫ - વ્યાવહારિક જીવનમાં ચારિત્રના બે ભાગ કરાય છે. (૧) સાધુજીવન અને (૨) ગૃહસ્થજીવન, પરંતુ અહીં આપણે તે વિગતોમાં નહિ ઉતરીએ. એટલું કહેવું પૂરતું છે કે ગૃહસ્થજીવન કરતાં સાધુજીવનના નિયમે સ્વાભાવિક રીતે જ કડક હોય છે, કારણ કે નિર્વાણને ટુંકે રરતે એજ છે. ગૃહસ્થજીવનનું ધ્યેય પણ તેજ છે, છતાં તે ધીમે અને લાંબા રસ્તે છે.
- જૈનધર્મ સ્વીકારતા પહેલાં તે પ્રત્યેક મનુષ્ય પાસેથી નિયમનની તીવ્રતા, મજબૂત ઈચ્છાશકિત, અને શુદ્ધ ચારિત્રની અપેક્ષા રાખે છે. અહિંસા, સત્ય, ____ 1. चतुर्वर्गे अग्रणीर्मोक्षो यागस्तम्य च कारणम् ॥ ज्ञानश्रद्धानचारित्ररूपं रत्नत्रयं च सः llemacandra, op. cit., chap. i., v. 15, p. 1.
2. તત્ત્વાર્ધશ્રદ્ધાનં સભ્યન". Umāsvativacaka, op. cil, chap. i., stt. 2. The Tattvas referred to here are the Nava-Tattvas mentioned above. Haribhadra, op. cit., p. 53.
3. . . . તરવાનાં . .
. . , મોબસ્તમત્રાદુ: સંખ્યા . . . . . --Hemacandra---op. cit., chap. i., v. 16, p. 1. The Jainas acknowledge five kinds of Jnana, and mark with great precision the five degrees of knowledge that lead to Omniscience : (1) Mati-Jnāna (sense-knowledge), (2) Sruta-Jñana (testimony), (3) Avadhi-Jnana (knowledge of the remote), (4) Mana-Paryāya-Jnana (thought-reading), (5) Kevala-Jnana (Omniscience).
4. Jaini, op. cit., p. 54. 5. સર્વસાવધાન ત્યાશ્ચારિત્રમુ -Ibid., chap. i, v. 18, p. 2.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org