Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
૪૪
ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ
સંપૂર્ણ વ્યક્તતા, સંપૂર્ણ જ્ઞાન, અનંત આનંદ અને અનંત શકિત છે તે પૂર્ણ સત્ અને તે સ્વયંપ્રકાશિત હાવાથી જિનદેવ અથવા આત્મવિજયી કહેવાય છે.”૧ આ બધા સર્વજ્ઞ જીવાત્માએ જગતપરને નિશ્ચિત સમય પૂરો કરી અંતિમ ધ્યેય યા મેક્ષ પ્રાપ્ત કરે છે. આ રીતે જૈનોનું નિર્વાણુ યા મેક્ષ ગુણસંબંધ રહિત અને પુનર્જન્મથી વિમુક્ત સ્થિતિ છે; બુદ્ધે પ્રશ્ન પેલ મેક્ષની માફક તે શૂન્યમાં સમાતું નથી. તેમાં દેહથી છૂટકારે છે; પરંતુ તેમાં અસ્તિત્વના નાશ નથી જ; “ જેનેાની દૃષ્ટિએ અસ્તિત્વ અનિષ્ટ તા નથી જ; પરંતુ તે દ્વારા ઉદ્ભવતી પ્રક્રિયા અનિષ્ટ છે.” શરીર આત્માથી છુટું પડી જાય એટલે જીવ અસ્તિત્વમાં રહેવા છતાં જન્મમરણની પરંપરાનાં બંધનામાંથી મુક્ત થાય છે; આમ નિર્વાણુ એ આત્માનેા નાશ નથી, પરંતુ અનંત આનંદની સ્થિતિમાં આત્માના પ્રવેશ માત્ર છે. “ મુક્ત આત્મા લાંબે કે ટૂંકા નથી, કાળા કે સફેદ નથી, કડવા કે તીખા નથી, તે અશરીરી, પુનર્જન્મ રહિત અને અસંબંધી છે. તે સ્ત્રી, પુરુષ નપુંસક નથી, પણ તે સર્વજ્ઞ અને સર્વદર્શી છે. મુક્ત આત્માના સ્વભાવની તુલના કરવા જેવી કોઈ ઉપમા નથી, તે અરૂપી છે તેમજ અવસ્થાવિશેષથી રહિત છે. ’પ
જૈનધર્મના મુખ્ય અંગેના વિચાર કરતાં સૌથી વધારે ધ્યાન ખેંચનારી વસ્તુ તે તેના આગળ પડતા અહંસાના આદર્શ છે. આચાર્ય કુંદકુંદ કહે છે કે “ જીવ ચેતન સહિત, અરૂપી, ઉપયોગવાળા, કર્મથી જકડાયેલા, કર્મનેા કર્તા અને ભાતા, નાનાં મેટાં શરીરને ધારણ કરનાર અને કર્મબંધનથી છુટી લેકના અગ્રભાગ સુધી ઊંચે જનાર છે.”૬ જેનાને મન, જીવ શાશ્વત છે અને કાર્યકારણના અબાધિત નિયમને આધીન છે. મનુષ્યમાં જીવ હોય છે એટલુંજ નહિ પણ વનસ્પતિ, પશુ, પક્ષી, જીવજંતુ, પૃથ્વી, અગ્નિ, પાણી, હવા આદિ જેવાં ન દેખી શકાય એવાં સૂક્ષ્મ તત્ત્વામાં પણ જીવ હાય છે. યાકામી કહે છે કે આ સિદ્ધાંત જૈનેાની ખાસ વિશેષતા છે અને “નીતિના નિયમે તથા તેઓની આખી તત્ત્વજ્ઞાનની પદ્ધતિના તેમાં
1. Cf. Jainı, p. cit., p. 78.
2. As a matter of detail we may observe that the Digambara sect of the Jainas agrees with the Buddhists in maintaining that no woman has the capacity of attaining Nirvana. To the Digambaras, before she can ever reach Moksha she has to undergo rebirth as a man, while to the Svetambaras the path of Moksha is open to all, whether man or woman.
સ્તિસ્ત્રનિર્વાળું છુંવત્ (Like man there is Nirvāua for woman), says śakatāyanācāryā in his '‘મુહિમુત્તરવુમમ્. ”—Cf. J. S. S., ii., Nos. 3-4, Appendix 2, V. 2.
3. “ Buddhists . . . seem . . . to use their common word Nirvana as connoting extinction not only of desire, with which the Jainas would agree, but also of the soul itself, which they would indignantly deny."-Stevenson (Mrs), op. cit., p. 172.
4. Barth, op., cit., p. 147.
5. Jacobi, S. B. E., xxii., p. 52.
6. Kundakundacarya, S.B.J., iil., 27; cf. Drayyasang vala, S.B.J., i, pp. 6-7,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org/