Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ શ્રી. જાયસ્વાલ કહે છે કે “આથી એમ સાબીત થાય છે કે. ઈ. સ. પૂર્વે ૪૫૦ લગભગ જૈન પ્રતિમા હોવાને અર્થ એ નીકળે છે કે મહાવીરના નિર્વાણની તારીખ જુદી જુદી જૈન કાળગણના તેમજ પૌરાણિક અને પાલી ગ્રંથના આધારે ઈસ. પૂર્વે ૫૪પ નકકી થાય છે...”૧ આ કાંઇક વિચિત્ર જણાય છે, કારણ કે અહીં જે નંદરાજનો ઉલ્લેખ થયે છે તેને નંદિવર્ધન શિશુનાગ, જેના સમયને અબેરૂની અને બીજાં ઐતિહાસિક પ્રમાણોથી શ્રી. જયસ્વાલ ઉપરના નંદને સમય માને છે તેની સાથે ખાસ કરીને શા માટે ઘટાવવામાં આવે છે તે સમજાતું નથી.
આ રાજા નંદ આપણે બીજા પ્રકરણમાં જઈશું તેમ ડો શાન્ટિયરના અભિપ્રાય મુજબ નવનદોમાંના એકને બરાબર મળતો આવે છે. જેમાં પહેલો નંદ, “હેમચંદ્રની દૃષ્ટિએ કાંઈક ઠીક જણાય છે. ૩ જે આ સમાનતા, રવીકારવામાં આવે તે જૈન પ્રતિમા હવાને ઐતિહાસિક કાળ ઈ. સ. પૂર્વે ચોથી સદીની શરૂઆત લગભગને ગણું શકાય. એમ માની લેવામાં આવે કે આ રાજા નંદ જેની તારીખ શ્રી. જાયસવાલના અભિપ્રાય પ્રમાણે ઈ. સ. પૂર્વ ૪પ૭ લગભગ આવે છે તે નંદિવર્ધનજ છે તે જૈન પ્રતિમાઓ ઈ. સ. પૂર્વ ૪પ૦ લગભગ અથવા તે તે પહેલાં પણ હતી તેમ કહેવામાં ઐતિહાસિક ભૂલ કે જેન દંતકથાઓને વિરોધ જણાતો નથી. એટલે એમ કહેવાને આટલા એકજ કારણથી હરકત નથી કે મહાવીરના નિર્વાણને સમય ઈ. સ. પૂર્વ ૪૬૭ લગભગ ન હોઈ શકે, અને ઈ.સ. પૂર્વ પ૪પ સુધી દૂર જવાની જરૂર પડે, કારણ કે સાચી કે ખોટી પણ ઘણું ખરી દંતકથાઓ પ્રમાણે મૂર્તિપૂજા જૈનધર્મને માટે નવી વસ્તુ નથી.*
વળી મહાવીરના નિર્વાણની તારીખ ઈ. સ. પૂર્વ પ૪પ નક્કી કરતાં જૈન ગ્રંથેના બનાવે તેમજ ઐતિહાસિક માહિતીને અવગણવી પડે છે. જો કે એ તદ્દન સત્ય વાત છે કે ભારતીય ઇતિહાસનો આ સમય જૈન, બૌદ્ધ, તેમજ હિંદુધર્મની અસંખ્ય દંતકથાએથી એ ચિત્રવિચિત્ર રીતે ભરેલ છે અને તે ઉપરાંત કઈ કઈવાર એક યા બીજા સ્વાર્થી હેતુમાટે પછીના લેખકે એ એવી રીતે ગોઠવી દીધું છે કે આખી વસ્તુની પાછળ રહેલી સત્ય હકીકત મેળવવાનું કામ મુશ્કેલ થઈ પડ્યું છે.
- હવે જૈન દંતકથા પ્રમાણે અજાતશત્રુ અને ચંદ્રગુપ્ત વચ્ચેનું અંતર ઉદાયિન અને નવનંદથી પૂરવામાં આવ્યું છે, જ્યારે મેરૂતુંગ જેવા લેખક કહે છે કે નંદનું રાજ્ય ૧૫૫ વર્ષ ચાલ્યું. બીજી તરફ હેમચંદ્ર નંદને માટે માત્ર ૫ વર્ષ કહ્યાં છે જેમાં તેમને
1. Jayaswal, op. cit., p. 246. This date of Jayaswal is based also on thc Chronological facts that he has worked out after consulting the Pali, Puranic and Burmese traditions. cf. J.B.V.R.S., i., p. 114.
2. Jayaswal, J.B.V.R.S, xiii., pp. 240–241. 3. Charpnetier, op. cit., pp. 171-172.
4. તરુ સાવ રાયવર . . નેત્ર નિદાઘરે . . . ત્રિપરિમvi . . . Fામ કરે . . -- Jata, sad. 119, p. 210.
5. C. Rapson, C.H.A., i., p. 313.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org