Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
૩૪
ઉત્તર હિંદરતાનમાં જૈન ધર્મ
તેણે કયાં સમાવ્યું હતું? અરૂપી અથવા અમૂર્ત એ ઈશ્વર મૂર્ત દ્રવ્યરૂપ જગતને કેમ બનાવી શકે? જે દ્રવ્યનું અસ્તિત્વ માનીએ તો જગતને શા માટે અનાદિ ન માનવું? જે જગતના કર્તા એવા ઈશ્વરને કઈ કર્તા નથી તે જગતને સ્વયં ઉત્પન્ન થયેલ માનવામાં શું દોષ? ” તેઓ આગળ જણાવે છે કે, “શું ઈશ્વર સ્વયંપૂર્ણ છે? અને એમ છે તે તેને જગત ઉત્પન્ન કરવાનું કોઈ કારણ નથી. જે તે સંપૂર્ણ નથી તો સાધારણ કુંભારની માફક તે આ કાર્યને માટે અશક્ત ગણાય; કારણ કે પૂર્વ સિદ્ધાંતથી તે સંપૂર્ણ જગત બનાવી શકે. જે ઈશ્વરે પિતાની ઈચ્છા પ્રમાણે જગતને રમકડા રૂપ બનાવ્યું હોય તે ઈશ્વર બાળક ગણાય. જે ઈશ્વર દયાળુ છે અને પિતાની કૃપાથી જગત બનાવ્યું છે તે તેણે દુઃખ અને સુખ એ બે તે નજ બનાવ્યા હોત.”૧
જે એમ દલીલ કરીએ કે જે કાંઈ બધું અસ્તિત્વમાં છે તેને કર્તા હો જોઈએ, તે કર્તાને પણ કર્તા હવે જ જોઈએ. આમ આપણે ચકકરમાં પડવા જેવું થશે, અને આમાંથી બચવાને રસ્તે પ્રત્યેક વસ્તુને કર્તાના સ્વયંઅસ્તિત્વમાં માનવામાં રહેશે. અહીં વળી પાછો એ પ્રશ્ન ઉઠે કે જે એક વ્યક્તિને માટે સ્વયં ઉત્પત્તિ અને શાશ્વતતા શક્ય હોય તે તે અનેક વસ્તુ વિશેષ કે મનુષ્ય માટે શકય નથી શું? આ સંજોગોમાં જૈન માનસ ઘણું દ્રવ્ય રજુ કરે છે અને બધાંય દ્રવ્યને પિતાની આવશ્યકતા સિદ્ધ કરવાના આધારરૂપે જગતને સમજાવે છે. “જીવ અને અજીવમાં સમાઈ જતું સારુંય જીવંત વિશ્વ કઈ પણ બાહ્ય દેવી સત્તાની દખલ વિના પ્રાકૃતિક નિયમાનુસાર અસંખ્ય પરિવર્તનમાંથી પસાર થતું અનાદિ કાળથી ચાલ્યું આવે છે. વિશ્વની વિવિધતાનું મૂળ કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ અને પુરુષાર્થ એ પાંચ સમવાય કારણમાં મળી આવે છે.”
જડવાદ નામની અપૂર્ણ તત્વજ્ઞાનની એક શાખા તેમજ ચાર્વાક કે જેને સિદ્ધાંત થાવત્ નીત ક' એ છે તથા જે માને છે કે ભસ્મીભૂત થયેલ શરીર ફરી જન્મ લેતું નથી, તે બેની માફક જૈને ઈશ્વરને ન માનવા છતાં પણ જડવાદી નથી. મી. વૅરને પિતાના જેનિઝમ' નામના પુસ્તકમાં જૈનદર્શન અને બીજાં દર્શને વચ્ચેને વિચારભેદ સુંદર રીતે નીચે પ્રમાણે આપે છે. “દયાળુ, સર્વશક્તિમાન અને જગતના કર્તા તથા શાસનકર્તા એવા ઈવરને ન માનનાર એ સામે પક્ષ છે કે જે આત્માને પણ માનતું નથી, તે જડવાદી નાસ્તિક પક્ષ છે કે જે એમ પ્રતિપાદન કરે છે કે જીવ અને ચેતન એ ભોતિક આણુઓની ગતિ અને તેને સંગઠનનું પરિણામ છે, જે મૃત્યુ સમયે જુદાં પડી જાય છે. પણ જેઓને આમાંને એકેય સિદ્ધાંત સંતોષ આપી શકતા નથી તેઓને માટે આ પુસ્તકમાં એક ખાસ સિદ્ધાંતની આછી રેખા
1. Latthe, Introduction to Jainism, pp. 85-87; Jinasena, Adi Purāna, chap. iii. CJ. Bhandarkar, Report on Sanskrit MSS., 1883-1884, p. 118.
2. Radhakrishnan, op. cit., p. 330.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org