Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
૩૦
ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ
જોકે મહુ ખેાટી તેા નથી તે પણ મહાવીરના નિર્વાણુના ખરા વર્ષ તરીકે ગણી શકાય નહિ, કારણ કે એમ માનવાને કોઈ પણ કારણ નથી કે હેમચંદ્રે વિક્રમ સંવત અને ચંદ્રગુપ્તના રાજ્યારોહણ વચ્ચે ૨૫૫ વર્ષ થયાનું સ્વીકારેલું છે અને તેથી એવા નિર્ણય પર આવ્યા કે જૈન કથન પ્રમાણે ચંદ્રગુપ્તે પોતાનું રાજ્ય ઈ. સ. પૂર્વ ૩૧૨ માં શરુ કર્યુ. એમાં તે શંકા નથી કે ચંદ્રગુપ્તના રાજ્યારેાહણની ચાક્કસ તારીખ આ પ્રમાણેાથી મળવી મુશ્કેલ છે. પણ આટલી બધી અચોક્કસ બાબત પર બહુ આધાર રાખ્યા વિના પહેલાની તારીખ વધારે બુદ્ધિગમ્ય અને તત્કાલીન ઐતિહાસિક વાતાવરણ તેમજ ચંદ્રગુપ્તના જીવનના કેટલાક પ્રસંગેાને અનુકૂળ જણાય છે. ડૉ॰ થામસ,૨ મી૰ સ્મિથ અને ખીજા વિદ્વાને ચંદ્રગુપ્તને રાજ્યારોહણકાલ ઈ. સ પૂર્વ ૩૨૫ થી ૩૨૧ કે તેની આસપાસ મૂકવા સંમત થાય છે.૪ આ પર આપણે આધાર રાખીએ તે આપણને મહાવીરની નિર્વાણુ તારીખ ઈ. સ. પૂર્વ ૪૮૦ થી ૪૬૭ મળે છે અને બુદ્ધની નિર્વાણુ તારીખ ઈ. સ. પૂર્વ ૪૭૭ ની સાથે બંધબેસતી આવે છે, “ જે લગભગ સાબીત થઈ ચૂકી છે.”પ આનું કારણ એ છે કે સ્પષ્ટ રીતે આ બે મહાન પુરુષોના નિર્વાણુને બહુજ થોડા વર્ષોંના ફરક હાવા જોઈએ. આ ઉપરાંત વર્ધમાનના નિર્વાણની સ્વીકારેલ આ તારીખ આપણે રજૂ કરેલ કોઈ પણ પ્રમાણેા કે દલીલેાની વિરુદ્ધ નથી.
આમ છતાંય મહાવીરના જૈન ધર્મસંબંધી કરેલ સુધારા વિષે વિચાર કરતાં પહેલાં શ્રી. જાયસ્વાલ, બેનરજી અને બીજાઓએ રજુ કરેલ ગણાતાં સાચાં અનુમાનેાથી આ કાળની ગણનામાં ઉત્પન્ન થતી ભ્રમણા વિષે આપણે એ શબ્દો કહેવા જોઈશે. “કલિંગ. દેશમાં જૈનધર્મ” એ પ્રકરણમાં આપણે જોઈશું તેમ હજી હમણાંસુધી મી. વિન્સેટ સ્મિથ અને બીજા વિદ્વાનોની માફ્ક આ વિદ્વાને એમ માનતા હતા કે ખારવેલના શિલાલેખ મૌર્ય યુગના ૧૬૫ મા વર્ષના હતા-રાજ-મુય કાલે-એટલે ઈ. સ. પૂર્વ ૧૭૦ વર્ષ. ૩૦૦ વર્ષ પહેલાં એટલે ઈ. સ. પૂર્વ ૪૭૦ માં કલિંગમાં કાઈ નંદરાજે નહેર ખેદાન્યાના ઉલ્લેખ આવે છે, તેથી આ ઐતિહાસિક તારીખનું મહત્ત્વ
1. "Our defective knowledge of the chronology is in striking contrast to the trustworthy information which we possess concerning the country and its administration."Thomas (F. W), C. H, I, i., p. 473.
2. Ibid., pp. 471-472.
3. Smith, Early History of India, p. 206 ( 4th ed. ).
4. The date of Candragupta's accession has been fixed by Professor Kern between 321 and 322; accordingly the date of the Nirana is somewhere between 477 and 475 B,C, and this date is probably correct within a few years, as it nearly agrees with the adjusted date of Buddha's Nirvana in 477 B.C."-Jacobi, Parisishṭaparvan, Int., p. 6.
5. Jacobi, op and loc. cit.
6. C†, Dasgupta, b, c, i., p. 173.
7. Jayaswal, J. B. O. P. S., iii,, pp. 425-472, and iv., pp. 364 ff; Banerji ( R. D. ), J. B. O. K. S., iii., pp. 486 ff.
8. Smith, J. R. A. S., 1918, pp. 543-547.
9. Smith, J. R. A. S., 1918, p. 516.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org