Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
૧૮
ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ હિંદુધર્મની આ સ્થિતિ હતી તેથી સ્વાભાવિક રીતે જૈન ધર્મ પણ તેનાં માઠાં પરિણામોથી બચી શકે તેમ હતુંજ નહિ.૧ આપણે જોઈ ગયા કે મહાવીરને પણ તેમના પુરેગામીએ રજુ કરેલા ચાર વ્રતમાં કેટલાક ફેરફાર કરે પડ્યો હતો અને આને પરિણામે એમણે ઉપદેશેલાં પાંચ મહાવ્રતની શરૂઆત થઈ હતી. સમાજની પરિસ્થિતિ એવી હતી કે લેકે સ્વતંત્ર અને સ્વચ્છંદી જીવનને લગતી મળી શકતી ડી ઘણી છૂટનો લાભ લેવાનું ભાગ્યેજ ચૂકે અને તેથી જ મહાવીરને પાર્શ્વનાથના ધર્મની દરેક દિશાનું સ્પષ્ટીકરણ કરવું પડ્યું હતું.
આ બદલાતા વિચારપ્રવાહમાં મહાવીર થયા અને જગતના રહસ્યના ઉકેલ માટે તેમણે પિતે એ માર્ગ છે કે જેમાં આલેક અને પરલોકના સુખનું ભાવી મનુષ્યના પિતાના હાથમાં રહ્યું અને જેણે પ્રજાને સ્વાશ્રયી બનાવી. જ્યારે તેમણે ઉપદેશની શરૂઆત કરી ત્યારે પ્રજા તે તૈયાર હતી કેમકે તેમને અધ્યાત્મવાદ સમજાયું હતું અને પ્રજાને તે માન્ય પણ થયું હતું, અને ધીમે ધીમે બ્રાહ્મણો પણ તેમને એક મહાન ગુરૂ માનતા થયા હતા. “બુદ્ધિમાન બ્રાહ્મણો પણ વખતે વખત વિકાસ અર્થે શ્રદ્ધાપૂર્વક બૌદ્ધ અને જૈન ધર્મમાં જોડાયા હતા અને જૈન ધર્મની સાહિત્યિક પ્રતિષ્ઠા જાળવવા તેમણે પિતાને ફાળ પણ આપ્યું હતું.”
જૈન ધર્મ ધીમે ધીમે ગરીબ અને પતિત વર્ગોમાં પણ ફેલાયે. કારણ કે જ્ઞાતિના ખાસ હકે સામે તે પ્રખર વિરોધ કરતે હતે. જૈન ધર્મ એ તે મનુષ્યની સમાનતાને ધર્મ હતે. મહાવીરના સત્યશીલ આત્માએ મનુષ્ય મનુષ્ય વચ્ચેના અઘટિત ભેદો સામે બળ ઉઠાવ્યું અને તેમનું દયાળુ હૃદય દુઃખી, ગરીબ અને અસહાય લેકેને મદદ કરવા તત્પર બન્યું. પવિત્ર જીવન અને નિર્દોષ, પપકારી ચારિત્ર્યની સુંદરતામાં જ મનુષ્યની સંપૂર્ણતા છે અને તેવી વ્યકિતને પૃથ્વી સ્વર્ગ તુલ્ય છે એ તેમના મનમંદિરમાં પ્રકાશ થયે અને એક પેગંબર તેમજ સુધારક તરીકે સંપૂર્ણ આત્મવિશ્વાસથી તેમણે ધર્મના તત્વ રૂપે આ વસ્તુઓ જાહેરમાં મૂકી. તેમની વિશ્વવિસ્તીર્ણ દયાએ દુઃખી થઈ રહેલા જગતને આત્મસુધારણું અને પવિત્ર જીવનને સંદેશ પહોંચાડવા પ્રેરણું કરી અને તેમણે ગરીબ તથા પતિત જાતિઓને વિશ્વબંધુત્વની ભાવના કેળવવા અને તે દ્વારા તેમના દુઃખને અંત લાવવા આકર્થ. બ્રાહ્મણ કે શુક, ઉચ્ચ કે નીચ એ સર્વ તેમની દષ્ટિએ સમાન હતા. પવિત્ર જીવનથી પ્રત્યેક જીવ પિતાનો મોક્ષ સરખી રીતે સાધી
1. “ . . . In the 250 years that elapsed between his death and the coming of Mahavira abuses became so rife..."-Stevenson (Mrs), op. cit., p. 49.
2. See Kalpa-Sutra, Subodinka-?'ika, p. 3; Jacobi, S. B. E., xlv., pp. 122, 113.
3. પ્રમઃ ૩૫ાપપુર્યા . . . STમ, તત્ર . . , ચંદવો શ્રીમ: મિતાઃ . , . તુશ્ચત્વા છીં દિન: ગ્રતા –Kalpa-Sitra, Subodhilia-Tilaa, pp. 112, 118.
4. Vaidya (c. v.), H. M. I., iti, p. 406.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org