Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
૨૪
ઉત્તર હિંદરતાનમાં જૈનધર્મ નથી, પરંતુ “પન્નત્તા” અર્થાત્ સ્થાપિત સનાતન સત્ય તરીકે ગણાવ્યા છે. જો તેઓ બુદ્ધની જેમ પોતાના ધર્મના મૂળ સંસ્થાપક હોત તે આ બધું અશકય ગણાય. પરંતુ આ તો કઈ પણ માની શકે તેવી એક સુધારકના જીવન અને કથનની નોંધ છે.”૧ તેમના ગુણગાન દેવે અને મનુષ્યએ નીચેના શબ્દોમાં કર્યાનું કહેવાય છે “જિનોએ પ્રરૂપેલ અખલિત માર્ગે સર્વોચ્ચ પદ એટલે નિર્વાણ પ્રાપ્ત કરે.”૨
ગૃહત્યાગ કરીને મહાવીરે ચાલુ સાધુ જીવન ગાળવા માંડ્યું. વર્ષ તુ સિવાય તે બાર વર્ષ કરતાં વધારે વિચર્યા. શરૂઆતના લગભગ તેર માસ “પૂજ્ય સાધુ મહાવીરે કપડાં રાખ્યાં હતાં.” પછી તે નગ્ન રહ્યા અને દરેક પ્રકારનાં કપડાંને ત્યાગ કર્યો. અબાધિત ધ્યાન, અખંડ બ્રહ્મચર્ય તથા ખાનપાનના નિયમોનું સૂમ પાલન કરી તેમણે પિતાની ઇંદ્રિયને વશ કરી. બાર વર્ષ સુધી દેહની માયા વિરારીને માર્ગમાં આવતા તમામ ઉપસર્ગોને સમભાવે સહન કરવા, તેની સામે થવા તથા તેને ભોગવવા તેઓ કટિબદ્ધ હતા.૫ એ સ્વાભાવિક હતું કે આવી વિસ્મૃતિમાં મહાવીર પતે સવસ્ત્ર હતા કે વસ્ત્રરહિત હતા તેનું તેમને મરણજ નહતું. તેમણે નગ્ન રહેવું જોઈએ એવી જાતને ઈરાદાપૂર્વકનો નિશ્ચય નહતું. જે વસ્ત્ર તેઓ વિહારમાં રાખતા હતા તે તેમના પિતાના બ્રાહ્મણ મિત્ર સેમે
બે કટકામાં લઈ લીધું હતું. એમના જીવનમાં જે કાંઈ તેમની આછી પાતળી વિસ્મૃતિમાં બન્યું તે તેમના અનુયાયીઓને શબ્દેશબ્દ અનુકરણીય નહતું. જેનશામાં પણ
એવી સખ્ત આજ્ઞા જોવામાં નથી આવતી. ઉત્તરાધ્યયનસૂત્રમાં સુધર્માના મુખમાં નીચેના શબ્દો મૂકાયા છે, ““મારાં કપડાં ફાટી ગયા પછી હું તરતજ નગ્ન રહીશ” અથવા “નવું કપડું લઈશ” આવા વિચારે સાધુઓએ કરવા ન જોઈએ.
એક વખત તેને કપડાં ન હોય, બીજે સમયે હશે; આ નિયમને હિતાવહ જાણી બુદ્ધિમાને (મુનિએ) તે માટે ફરિયાદ ન કરવી જોઈએ. ટૂંકમાં આને અર્થ એ છે કે આવી બધી ઉપાધિઓથી સાધુએ વિમુખ રહેવું જોઈએ. આમ છતાં આખા વર્ગના
1. Jacobi, DA, ix, p. 161.
2. Jacobi, S.B.E., xxii, p. 258. “He had proclaimed the highest law of the Jinas." - Ibid., xlv, p. 288.
3. “When the rainy season has come and it is raining, many living beings are originated and many seeds just spring up. ... Knowing this state of things ) one should not wander from village to village, but remain during the rainy-season in one place.”—Jacobj, S.B.E, xxii., p. 136.
4. समणे भगवं महावीरे संवच्छरं साहियं मासं चीवरधारी हुत्था तेणं परं अचेलए पाणिपडिग्गहिए. -Kalpa-Statra, Subodakā–Tikd, std. 117, p. 98. Cf. S.B.E, xxii., pp. 259, 260.
5. Cf. bid, p. 200.
6. તતઃ કિમળ ત્રાસનેન ઝીd-Kalpa-Sita, Subodhilea-Tika, p. 98. C. Hemacandra , op. tit, v. 2, p. 19.
7. Jacobi, S.B.E, xv, p. 11.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org