Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
પ્રકરણ ૧ ભગવાન મહાવીર પહેલાને જૈન ધર્મ પ્રાચીન ભારતનો ઈતિહાસ એ ત્રીસ સદીને માનવસંસ્કૃતિ અને તેના વિકાસને ઇતિહાસ છે. તે કેટલાક જુદા જુદા યુગમાં વહેંચાયેલું છે. તે દરેક યુગ ઘણું સમય સુધી કેટલાક અર્વાચીન પ્રજાના સારાયે ઇતિહાસ સાથે તુલનામાં ઉભા રહી શકે તેમ છે.” માનવસંસ્કૃતિ અને તેના વિકાસના આ ત્રણ હજાર વર્ષોમાં કળા, શિલ્પ, ધર્મ, નીતિ અને તત્ત્વજ્ઞાનની અનેકવિધ પ્રગતિમાં જૈન ધર્મને ફાળે અદ્વિતીય છે, પરંતુ જૈન ધર્મની મુખ્ય સિદ્ધિ એ તેને અહિંસાને આદર્શ છે. જેને માને છે કે આજની દુનિયા ધીમે ધીમે પણ અદશ્ય રીતે તે તરફ પ્રગતિ કરી રહી છે. પ્રત્યેક ઉચ્ચ, વ્યાવહારિક તેમજ આત્મિક પ્રવૃત્તિનું ધ્યેય એ અહિંસા જ ગણાતું; અને જુદી જુદી જાતના લેના વસવાટના કારણે સંસ્કૃતિની ગુંચવણ ભરેલી વિશાળ અભિવૃદ્ધિમાંથી પરિણત થયેલી બધી ભિન્નતા વચ્ચે પણ અહિંસા એજ એકતાનું ચિહ્ન મનાતું - જૈન ધર્મ એ નામ મુખ્યત્વે દર્શનના નૈતિક અર્થનું સૂચક છે. જેમ બોદ્ધો જ્ઞાની બુદ્ધના અનુયાયીઓ છે તેમ જેને વીતરાગ જિનના અનુયાયી છે. જિનપદ જૈનેના બધાય તીર્થકરેને લગાડાય છે. - જિનનાં જુદાં જુદાં નામે ભકતાએ તેમના ગુણે ઉપરથી દર્શાવેલાં વિશેષણ છે જેમકે જગત્મભુ-જગતના પ્રભુ સર્વજ્ઞ–સર્વ પદાર્થના જ્ઞાતા, ત્રિકાળવિત્—(ભૂત, ભવિષ્ય અને વર્તમાન) ત્રણે કાળના જાણનાર; ક્ષીણકર્મા–બધાં દેહિક કમને નાશ કરનાર અધીશ્વર-મહાન ઈશ્વર દેવાધિદેવ–દેના દેવ; અને એવાં બીજાં અનેક ગુણવાચક વિશેષણ છે. આ ઉપરાંત કેટલાંક અર્થસૂચક નામે પણ છે જેમકે તીર્થકર યા તીર્થંકર, કેવલી, અહંતુ અને જિન. તીર્થકર એટલે (તીર્થને અનેર) સંસાર રૂપી સમુદ્ર જેમની મદદ વડે તરાય છે તે કેવલી એટલે કેઈપણ જાતના દોષરહિત અપૂર્વ આધ્યાત્મિક શક્તિ—કેવલ–વાળ; દેવે અને મનુષ્યને માન્ય હોય તે અહંત; અને રાગ અને દ્વેષથી પર એવા જિતેન્દ્રિય હોય તે જિન કહેવાય છે.
1. Dutt, p. cit., p.1.
2. It is also applicable to all those men and women who have conquered their lower nature and who have by means of a thorough victory over all attachments and antipathies realised the highest. CJ. Radhakrishnan, Indian Philosophy, i., p. 286.
3. Hemcandra, Abhidhānacintamani, chap. i., vv. 24-25.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org