Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
ભગવાન મહાવીર પહેલાંના જૈનધર્મ
થાસાહિત્ય આપે છે; જે દૃષ્ટાંતા ધાર્મિક અને કલ્પિત પણ હોય છે. અસ્તિત્વ ધરાવતા કોઈપણ ધર્મ અનાદિ અને સર્વવ્યાપક હાવાના સાચા દાવા સિદ્ધ કરી શકે છે કે આ મનુષ્યની નિર્બળતા છે એ કહેવાનું કાર્ય અમારૂં નથી; કારણ કે તે અમારા કાર્યક્ષેત્રની બહારના વિષય છે. અમે તે આ ચર્ચાસ્પદ વિષયમાં જૈન ધર્મ શું કહે છે તેનેાજ વિચાર કરીશું.
જૈનાની માન્યતા મુજમ અનેક તીર્થંકરાએ જગતના દરેક યુગમાં વારંવાર જૈન ધર્મના ઉદ્યોત કર્યો છે.” વર્તમાન યુગના પ્રથમ તીર્થંકર ઋષભદેવ અને અંતિમ બે પાર્શ્વનાથ અને મહાવીર થઈ ગયા છે. આ તીર્થંકરોના ચરિત્રો અનેક મહાન જૈનાચાર્યોએ સ્વતંત્ર જીવનવૃત્ત દ્વારા અને જૈન સિદ્ધાંત દ્વારા પણ સંપૂર્ણપણે આલે ખેલાં મળી આવે છે. આમાંના ઋષભદેવની કાયા ૫૦૦ ધનુષ્યની કહેવાય છે; તેમનું આયુષ્ય ૮૪,૦૦,૦૦૦ પૂર્વનું મનાય છે, જ્યારે પાર્શ્વનાથ અને મહાવીરનું આયુષ્ય અનુક્રમે ૧૦૦ અને ૭૨ વર્ષનુંજ હતું. આ ત્રણે તીર્થંકરાનાં આયુષ્યના તુલનાત્મક દૃષ્ટિએ વિચાર કરતાં આપણને જણાય છે કે ઋષભદેવથી ઉત્તરાત્તર આયુષ્ય અને દેહનાં માન ખરાખર ઘટતાંજ આવે છે. પાર્શ્વ પહેલાંના બાવીસમા તીર્થંકર તેમનાથનું આયુષ્ય ૧૦૦૦ વર્ષનું ગણાય છે.. છેલ્લાં બે તીર્થંકરોનાં બુદ્ધિગમ્ય આયુષ્ય અને દેહપ્રમાણને વિચાર કરતાં કેટલાક વિદ્વાનેાને આ એ તીર્થંકરોને જ ઐતિહાસિક પુરૂષો માનવાને કારણ મળે છે.પ
૩
પાર્શ્વનાથ વિષે લેસન કહે છે કે: “ આ જિનનું વય તેમના પુરોગામીએની જેમ સંભવિત મર્યાદા ઓળંગી જતું નથી; આ કારણ તેમના ઐતિહાસિક પુરૂષ હોવાના મતનું ખાસ સમર્થન કરે છે. ”
એ ખરૂં છે કે આવી દલીલેાના આધારે આપણે કોઇપણ જાતનું ઐતિહાસિક અનુમાન બાંધી ન શકીએ, પરંતુ ભારતીય ઇતિહાસના જે સમયને આપણે વિચાર કરીએ છીએ તે એટલા અધુરા છે કે આપણે તેના આધારે પ્રમાણભૂત નિર્ણય કરી
1. Hemacandra has enumerated in his Abhidhanacintamani the 24 Jinas who have appeared in the past Utsarbini period and 24 others of the future age. ૩←પિયામ્, etc. and મવિન્યાં તુ, etc—vv. 50–56. He concludes: વૃં સાવપિંગ્યુત્તર્જિંનીપુ ગિનોત્તમ[ : • • •~~~~~ 56.
2. Among the Stras see Bhadrababu's Kalpa-Stra, or Sudharma's Avaśyaka, etc.; to mention a few individual Caritras we have વષઁન ત્રિમ્ by Hemavijayagani; શાન્તિનાયમાÜજ્યમ્ by Sri Munibhadrasāri; ટ્ટિનાયરિત્રમ્ by Vinayacandrasūri and also by Haribhadra; મહાવીરસ્વામિપરિત્રમ્ by Nemicandra, and so on.
3. Kalpa-Sitra, st. 227, 168, 147. According to the Jainas one Purva is equal to 70,560,000,000,000 years. Cj. Sangrahani-Satra, v. 262.
4. Kalpa-Sitra, sit. 182.
5. Stevenson (Rev.), Kalpa-Satra, Int., p. xii.
6. Lassen, I.A., ii., p. 261.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org/