Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
ભગવાન મહાવીર પહેલાંના જૈન ધર્મ.
ખીજી બાજુએ સ્મિથ અને બીજા વિદ્વાના પુરાણના ઉલ્લેખાને પ્રમાણ રહિત માનવાને તૈયાર નથી.૧
તીર્થંકરોની વાત બાજુએ રાખીએ તે પણ હિંદુ ધર્મના એક પ્રાચીનમાં પ્રાચીન સૂત્રમાં જૈન તત્ત્વજ્ઞાન વિષેના ઉલ્લેખ મળી આવે છે. બ્રહ્મસૂત્ર જે તેલંગર અને ખીજાના અભિપ્રાય પ્રમાણે ઈ. સ. પૂર્વે ચેાથી સદીના પ્રાચીન ગ્રંથ મનાય છે તેમાં જૈન સ્યાદ્વાદ અને આત્મા વિષેની જૈન ધર્મની માન્યતાનું ખંડન આવે છે. આ ઉપરાંત મહાભારત, મનુસ્મૃતિ, શિવસહસ્ર, તૈત્તિરીય-આરણ્યક, યજુર્વેદ સંહિતા અને ખીજાં હિંદુશાસ્ત્રામાં જૈન ધર્મ સંબંધી ખીજા ઘણા ઉલ્લેખા મળી આવે છે; પણ અહિંયા આપણે તે વિષે વિસ્તાર કરવાની આવશ્યકતા નથી.૪
66
છેવટે પ્રાચીન અને પવિત્ર જૈન સૂત્રો તેમજ આધુનિક સુપ્રસિદ્ધ વિદ્વાના પાર્શ્વનાથ અને તેના પુરગામીની ઐતિહાસિકતા વિષે શું કહે છે તેને આપણે વિચાર કરીશું. જૈન સાહિત્યના કોઈ પણ વિભાગના વિચાર કર્યાં પહેલાં તે સમયની રૂપરેખા ઉપરથી આ વિષય સંબંધી કેટલુંક મળી શકે તેમ છે તે જોઈ એ. ડૉ॰ જાલે શાપેંન્ટિયર કહે છે કે ‘ ખરી વસ્તુસ્થિતિના વિચાર કરીએ તેા શાસ્ત્રના મૂળભાગ મહાવીર અને તેની નજદીકના અનુગામીઓથી ઉત્પન્ન થયા છે તે વાત વિશ્વસ્ત માની શકાય તેમ છે.”પ પણ જેના આથી એક પગલું આગળ વધે છે. તેઓની માન્યતા પ્રમાણે પૂર્વી પ્રથમ તીર્થંકર ઋષભદેવના સમયના પ્રાચીનમાં પ્રાચીન પવિત્ર સૂત્રેા છે. આ ઉપરાંત એક અતિ મહત્વની વાત કે જેને પ્રા॰ યાકાખી સત્ય હાવાનું માને છે તે એ છે કે પૂર્વી મહાવીરે પોતે ઉપદેશ્યાં છે અને પછી તેના ગણધરોએ અંગાની રચના કરી છે.
ર
આથી એ વાત સ્પષ્ટ થાય છે કે મહાવીર અને તેના ગણધરો જે તેના અનુયાયીઓ ગણાય તે આગમ સાહિત્યના કર્યાં છે. જ્યારે આપણે કહીએ છીએ કે મહાવીર કર્તા હતા ત્યારે તેને અર્થ એ નથી કે શાસ્ત્રો તેમણેજ લખ્યાં છે પણ જે રચના થઈ છે તે તેમના ઉપદેશેા પરથી થઈ છે. “ કારણ કે હિંદુસ્તાનમાં કર્તૃત્વ મુખ્યત્વે વસ્તુ ઉપરથી ગણાતું; શબ્દો ગમે તેના હાય, પણ તેના ભાવ સમાન હાવે જોઈ એ.”॰ આ ઉપરાંત જૈન સાહિત્યની કેટલીક વિશેષતાઓ ઉપરથી આપણે જોઈ
1. "Modern European writers have been inclined to disparage unduly the authority of the Puranic lists, but closer study finds in them much genuine and valuable historical tradition. ”—Cf. Smith, Early History of India, p. 12 ( 4th ed. ).
2. S. B. E., viii., p. 32. “ Nyaya-Daśana and Braa-Sitra (Vedanta) were composed between A. D. 200 and 450. ”—-Jacobi, Cf. J. A. O. S., xxxi., p. 29.
3. Cf. Pansikar, op. cit., p. 252.
4. Hiralal, H., Ancient History of the Jaina Religion, pt. ii., pp. 85-89.
5. Charpentier, op. cit., p. 12.
6. Jacobi, S. B, E., xxii., Int., p. 45.
7. Jacobi, Kalpa-Sitra, p. 15.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org/