Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
૧૦
ઉત્તર હિંદુસ્તાનમાં જૈન ધર્મ.
શકીએ છીએ કે ધર્મની માફક સાહિત્ય પણ વર્ધમાન અને તેમના પહેલાના સમયનું ગણી શકાય. તે ગમે તે હોય, અહીં આપણે તેમાંની એક પણ લાક્ષણિકતાના નિર્દેશ કરવાના નથી, પણ “જૈન સાહિત્ય”ના જુદાજ પ્રકરણમાં તે વિષે સંપૂર્ણ વિચાર કરીશું.
હવે જ્યારે જૈન શાસ્ત્રામાં પાર્શ્વનાથ સંબંધી થેડે ઘણે અંશે સર્વમાન્ય પ્રમાણ મળી આવે છે ત્યારે તેની સપ્રમાણતા વિષે શંકા લાવવાનું કાંઈ કારણ રહેતું નથી. દૃષ્ટાંત તરીકે ભદ્રબાહુના સમયનું કલ્પસૂત્ર જુએ; તેમાં જેનેાના બધા તીર્થંકરાનું વર્ણન છે. તેમાં આપેલા શ્રી પાર્શ્વ અને શ્રી મહાવીના ધર્મના ઉલ્લેખ વિષે આપણે આગળ કહી ગયા છીએ. વળી ભગવતીસૂત્રના ભાગ અતિ ઉપયેગી છે, જેમાં પાર્શ્વનાથના અનુયાયી કાલાસવેસિયપુત્ત અને મહાવીરના કોઈ શિષ્ય વચ્ચે થયેલા વિવાદનું વર્ણન આવે છે; અને “ ફરજિયાત પ્રાયશ્ચિત રૂપે ચાર ત્રતાને બદલે પાંચ તે ગ્રહણ કરીને”૧ સાથે રહેવાની આજ્ઞા માંગવાના કાલાસના પ્રસંગથી તે ભાગ પૂરા થાય છે. શિલાંકની આચારાંગની ટીકામાં શ્રી પાર્શ્વના અનુયાયીએના ચાતુર્યામ અને શ્રી વર્ધમાનના તીર્થના પશ્ચયામ વચ્ચે એટલેાજ તફાવત બતાવવામાં આન્યા છે.૨
ઉત્તરાધ્યયનસૂત્રમાં પણ એજ વાત કહેવામાં આવી છે. તેમાં કહ્યું છે કે પાર્શ્વનાથના એક શિષ્ય મહાવીરના એક શિષ્યને મળ્યા અને તેએએ મહાવીરના પ્રવર્તાવેલા ધર્મ તેમજ શ્રી પાર્થના જુના ધર્મનો સમન્વય કર્યાં. આ ઉપરથી જોઈ શકાય છે કે શ્રી પાર્શ્વ એક ઐતિહાસિક પુરુષ થઈ ગયા છે.
આધુનિક વિદ્વાનામાં જોઈએ તે આપણને જણાશે કે પાર્શ્વનાથના જીવનની ઐતિહાસિકતા વિષે સર્વમાન્ય સંમતિ છે. જાના જમાનાના યુરોપીય સંસ્કૃત વિદ્વાનેામાંના કેટલાકને અભિપ્રાય જોતાં જણાય છે કે કોલ્ઝક,૪ સ્ટીવન્સન,પ અને એડવર્ડ થોમસ નિશ્ચયપૂર્વક માનતા હતા કે જૈન ધર્મ નાતપુત્ત અને શાયપુત્ત કરતાં પણ જાના છે. કાલ્ઝક કહે છે કે: “ પાર્શ્વનાથ જૈન ધર્મના સ્થાપક હતા એમ હું માનું છું; અને મહાવીર તથા તેના શિષ્ય સુધર્માએ જૈન ધર્મના પુનરુદ્ધાર કરીને તેને સંપૂર્ણ રીતે વ્યવસ્થિત કર્યો છે. મહાવીર અને તેના પુરોગામી પાર્શ્વનાથ બંનેને સુધર્માં તથા તેના અનુયાયીઓ તીર્થંકર (જિન) તરીકે પૂજતા હતા અને આજના જેને પણ એવીજ રીતે પૂજે છે.’૭
1. तए णं से कालासवेसियपुत्ते अणगारे थेरे भगवंतो वंदइ नमसइ २ ( ता ) एवं वदासी - इच्छामि નું મં ! તુi...—Cf. Bhagavati-Stra, Sataka I, sit. 76. Cf. also Weber, Fragment der Bhagavati, p. 185.
2. સ વ ચતુર્થાંમમેવ ચતુર્થાં, etc.--Ct. Acārānga-Stetraj Sutaskandha II, vv. 12-13, p. 320. 3. Dasgupta, History of Indian Philostly, I, p. 169. Cf. also તો સિ બુથમાં તુ ગોયમો ફળમવવી... Uttarāyayana-Sāra, Adlyayana XXIII, V. 25.
4. Colebrooke, op, ci., ii.. p. 317.
6. Thomas (Edward ), op. cit., p. 6.
Jain Educationa International
5. Stevenson ( Rev. ), oh, and loc. cit.
7. Colebrooke, op. and loc. cit.
For Personal and Private Use Only
www.jainelibrary.org