Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
પ્રકરણ ૨ મહાવીર અને તેમને સમય
ગત પ્રકરણમાં આપણે મહાવીરના પુરોગામી પાર્શ્વનાથ વિષે વિચાર કર્યો. જૈન સૂત્રે સિવાય અન્ય સાહિત્ય તેમના વિષે કાંઈ માહિતી આપી શકે તેમ નથી. બૌદ્ધ સાહિત્યમાંથી આપણને તેમના ચાતુર્યામ ધર્મ સંબંધી કાંઇક હકીકત મળી છે. તે સિવાય તેમના વિશે આપણે જે જાણી શકીએ છીએ તે બધું તે માત્ર જૈન શા દ્વારાજ. આથી ઈતિહાસવેત્તાઓ તથા અન્ય વિદ્વાને જે તેમના વિષે કાંઈ પણ કહે છે તે બધાને મૂળ આધાર તે તેજ છે.
પાર્શ્વનાથ વિષે જૈને જે કહે છે તે બધું અહીં રજૂ કરવાની જરૂર નથી, કારણ કે છેલ્લા બે તીર્થંકરના સમયને ઈતિહાસ આલેખવે શક્ય નથી. તેનાં બે કારણે છે. પ્રથમ તો આપણે તેમના વિષે જે કાંઈ જાણીએ છીએ તે માન્યતાને આધારે છે અને બીજું આમાં પણ કેટલુંક પરસ્પર વિરોધી છે. પરંતુ એટલું જ કહેવું પૂરતું છે કે પાર્વનાથ બનારસના રાજા અથવસેનના પુત્ર હતા અને તેમની માતાનું નામ વામાદેવી હતું. આ ઉપરાંત જૈન માન્યતા પ્રમાણે ૧૬,૦૦૦ સાધુઓ, ૩૮,૦૦૦ સાધ્વીએ, ૧,૬૪,૦૦૦ શ્રાવકે, અને ૩,૨૭,૦૦૦ શ્રાવિકાઓ તેમના અનુયાયી હતા. પાર્શ્વનાથ ૧૦૦ વર્ષ જીવ્યાનું કહેવાય છે. જેમાંનાં ૭૦ વર્ષ તેમણે નિર્વાણ પ્રાપ્તિ પાછળ ગાળ્યાં હતાં.
જૈન માન્યતા પ્રમાણે મહાવીર તેના પુરેગામી પછી આસરે ૨૫૦ વર્ષ થયા. મહાવીરના જન્મ અને અસ્તિત્વને ભારતીય ઇતિહાસને સમય બુદ્ધિવાદી યુગ ગણાય છે. આ સમય બાબત વિદ્વાને એક મત નથી, પરંતુ સામાન્ય દષ્ટિએ ઈ. સ. પૂ. ૧૦૦૦ થી ઈ. સ. પૂ. ૨૦૦ દરમિયાનને સમય ગણી શકાય. ભારતના રાષ્ટ્રીય ઇતિહાસમાં વર્ણવેલી લડાયક પ્રજાને જમાને વહી ગયે હતે. ગંગા પ્રદેશના કૈરવ, પાંચાલ, કેસલ
1 Kalpa-Satra, sut. 150 ; see also અવતરદ્રામાસ્વામિન્યા ૩૮ • • • etc,–Hemacandra, Trishashți-Salākā, Parva IX, v. 23, p. 196; Charpentier, C. H. I., I., P, 154.
2 Kalpa-Stra, sat. 161-164.
3 Ibid, sat. 168; see also તિર્ધ્વતારને ત્યારફતં . . . etc–Hemacandra, p. cid, v. 318, p. 219; Mazumdar, op. cit, p. 551.
4 શ્રી પાર્શ્વનિર્વાણાત પારાયવરાતદ્વયેન શ્રીવનિર્વાનં.-Kalpa-Stra, Subodhika-Tika, p. 132. "As he is said to have died 250 years before the death of Mahāvīra, he may probably have lived in the 8th century B.C.-C. H. I., i., p. 153.
5 Cf. Dutt, op. cit. (Contents); Mazumdar, op. cit. (Contents).
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org