Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
૧૨
ઉત્તર હિંદુસ્તાનમાં જૈન ધર્મ.
મહાવીર પહેલાંના તીર્થકર કે તીર્થકરોની વિદ્યમાનતા વિષે આટલી બધી અગણિત સાબિતીઓ પરથી આપણને ઐતિહાસિક દષ્ટિએ કહ્યા સિવાય ચાલે તેમ નથી કે આધુનિક સંશોધન પાર્શ્વનાથના સમય સુધી જાય છે. બીજા તીર્થકરે માટે ડો. મઝમુદારને અભિપ્રાય અમે સપ્રમાણ ગણતા નથી જે જૈન કથાનકેની અવગણના વહોરી લેવાના જોખમે પણ કહે છે કે જેના પહેલા તીર્થંકર રાષભદેવ “બિથરમાં વૈરાજ વંશના રાજા હતા (ઈ. સ. પૂર્વે ૨૯ મી સદી)”૧. અને અમે ડો. યાકેબીના શબ્દોમાં જણાવીશું કે “જૈન ધર્મની પ્રાઐતિહાસિક સમાલોચનાની થેડી ઘણી ઝાંખી થવા સાથે અમે અમારું સંશોધન કાર્ય અહીં પુરું કરીએ છીએ, છેલ્લું દષ્ટિબિંદુ જે અમે જોઈ શકીએ છીએ તે પાર્શ્વનાથ છે, તેમની પહેલાનું સર્વસ્વ કલ્પિત કથાનકો અને માન્યતાઓના ગર્ભમાં અદશ્ય થઈ ગયું જણાય છે.”
1. Mazumdar, op. and loc. cit. 2. Jacobi, %. cd., p.163.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org