Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ ભ૦ મહાવીરને વિચાર કરતાં આપણને જણાય છે કે તેમના પિતા સિદ્ધાર્થ કાશ્યપ શેત્રના હતા, જે જ્ઞાત ક્ષત્રિય જાતિનું નેત્ર ગણાતું. આજ કારણથી ભ૦ મહાવીર પિતાની હયાતીમાં સાતૃપુત્રના નામથી જ ઓળખાતા હતા. હવે પાલી ભાષામાં નાતને સમાનાર્થી શબ્દ જ્ઞાતિ છે અને તેથી જ્ઞાતુપુત્ર નાતપુત્તની બરાબર છે; જે કલપસૂત્ર અને ઉત્તરાધ્યયન સૂત્રમાં મહાવીર માટે વપરાયેલા નાયપુત્ત બિરુદને વધારે મળતું આવે છે. આ પ્રમાણે નિર્ગઠનાથ, નિર્ગઠનાતપુર અને માતપુત્તના ઈલકાબે માત્ર મહાવીર સિવાય બીજાને લાગુ પડતા નથી. ડો. ખુલર કહે છે કે
જૈનેના મુખ્ય સ્થાપકનું ખરેખરૂં નામ શોધવાનો યશ છે. યાકેબી અને મને છે. જ્ઞાતૃષત્ત શબ્દ જૈન અને ઉત્તરીય બૌદ્ધ સાહિત્યમાં આવે છે. પાલીમાં નાતપુર છે અને જૈન પ્રાકૃતમાં નાયપુર છે. જ્ઞાત અથવા જ્ઞાતિ રજપૂત જાતિનું નામ જણાય છે, જેમાંથી નિથ ઉતરી આવ્યા છે - વળી બૌદ્ધશાસ્ત્ર પર આવતાં સામઝફલસુત્ત નામના જૂના સિંહલી Singalese શાસ્ત્રમાં નિર્ગઠનાતપુરનું મૃત્યુ પાવામાં થયાનો ઉલ્લેખ મળી આવે છે. વિશેષમાં નિગંઠોના સિદ્ધાંતે, બૌદ્ધ સૂત્રમાં આવતા હોવાથી જેને અને નિગંઠોની સામ્યતા સિદ્ધ થાય છે. “નિર્ગઠનાતપુર સર્વ વસ્તુ જાણે છે અને જુએ છે, સંપૂર્ણ જ્ઞાન અને દર્શન ધરાવે છે. તપશ્ચર્યાથી કર્મોને નાશ અને ક્રિયાથી નવાં કર્મોને અટકાવ શીખવે છે, જ્યારે કર્મને નાશ થાય છે ત્યારે બધું બંધ થાય છે. આવા અનેક ઉલ્લેખે મહાવીર અને તેમના સિદ્ધાંત સંબંધી બૌદ્ધોના જૂના ગ્રંથમાં મળી આવે છે પણ આપણે તેમાંના એકને વધારે વિચાર કરીશું. જે પાર્શ્વનાથ સુધીના ઇતિહાસના સંશોધન માટે આપણને અતિ ઉપયોગી થઈ પડે તેમ છે.
સામwફલ સુત્તમાં નાતપુત્તના સિદ્ધાંતને ઉલલેખ નીચે પ્રમાણે છેઃ ચાતુયામ– સંવર–સંવતે જેને ડૉ. યાકેબી જૈન સંજ્ઞા ચાતુર્યામ વિશેને ઉલેખ માને છે. એ વિદ્વાન કહે છે કે “મહાવીરના પુરોગામી પાર્શ્વનાથના સિદ્ધાંતને માટે આ સંજ્ઞાને
Jainas, the adversaries whom Ashwaghosha detests with greater virulence than Brahmans."
-Nariman, Sanskrit Buddhism, p. 199 (2nd ed.); see also Mitra, The Sanskrit Buddhist Literature in Nepal, p. 11,
1. 14 , cf. Kalpa Shtra, sæt. 110 ; see also ibid., str. 20, etc. ; Acaranga-Sutra, pt. iii. Adhyayana XV, 4.
2. Ibid., pt. 1, VII, 12, and VIII, 9. 3. Jacobi, Kalpa-Satra, Int., p. 6.
4. Buhler, I.A., vii., p. 143, n. 5. See also: "We owe to Professor Jacobi the suggestion, which is undoubtedly correct, that the teacher, who is thus styled in the sacred books of the Buddhists, is identical with Mahavira," etc.-C.H.I., 1., p. 160.
5. Z.D.M.G. xxxiv., p. 749. C/. Buhler, The Indian Sect of the Jainas, p. 34. A 6. Aigottara Alkaya, li, 74. Cf, s.B.E, xlv, p. xv,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org