Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
છે કે જેના ઇતિહાસને ઘણું ખરે ભાગ અંધારામાં છે અને જેકે ઘણય વિસ્તૃત સવાલે હજી ચર્ચાસ્પદ છે તે પણ સદ્દભાગ્યે જૈનયુગના સામાન્ય ઇતિહાસની રચનાનું કાર્ય એટલું બધું અસંભવિત નથી. એ અસંભવિત હોય કે ન હોય, અમે કેઈપણ શોધ કરવા અથવા તે પર્વાત્ય વિદ્વત્તા અને સંશોધનની સીમા ઓળંગવાને કશોય દાવે કરતા નથી.
છેવટે એક શબ્દ ‘ઉત્તર હિંદની વ્યાખ્યા માટે જરૂરી જણાય છે. કૃષ્ણ અને તુંગભદ્રા નદીની દક્ષિણ તરફ આવેલ પ્રદેશને મર્યાદિત અર્થમાં “દક્ષિણ હિંદ” કહે છે. આ નદીઓના ઉત્તર પ્રદેશને “દખણ” કહેવાને રિવાજ છે. પણ દક્ષિણ અને ઉત્તર હિંદ નર્મદાને દક્ષિણ અને મહાનદીને ઉત્તર પ્રદેશ મળીને બને છે અને આ જ અર્થમાં અમે “ઉત્તર હિંદ” શબ્દ વાપરવાના છીએ. “તાપી નદીના દક્ષિણ ભાગથી જ ખરેખર દક્ષિણને ઉચ્ચ પ્રદેશ શરૂ થાય છે અને દક્ષિણથી હિંદને જુદો પાડનાર તે નર્મદા નદી જ છે અને આજ પ્રદેશમાં જૈનેની લગભગ બાર લાખની કુલ વસ્તીને અર્ધો ભાગ આજે પણ વસે છે, અને આ છે લાખ જેટલા જૈને ઐતિહાસિક, સામાજિક અને ધાર્મિક દષ્ટિએ પૂર્ણ એકતા ધરાવે છે અને જે દંતકથાઓ, રીતરિવાજો અને માન્યતાથી સ્પષ્ટ રીતે ઉત્તરીય છે. બૌદ્ધોની માફક ઉત્તરના અને દક્ષિણના જૈનેના આ વિભાગ કે મૂળથી જ ભૌગેલિક હતા તે પણ “શાની ભાષા અને દંતકથાઓ તથા રીતરિવાજોના હાર્દમાં ઓતપ્રેત થયેલા જણાઈ આવતા હતા.” ૨
1. Srinivasachari and Aiyangar, History of India, pt. i., p. 3. 2. Barth, op. cil., p. 145.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org