Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
૨૪
પૂર્વકના અભ્યાસ જેવા ખીજો એકેય નથી. આવા ઇતિહાસના પરિણામે જ ભૂતકાળની અજ્ઞાનજન્ય અને અંધ પૂજાને બદલે સત્ય અને નિબંધ માર્ગ દર્શન થાય છે.
ભારતીય સાહિત્યના ખજાનામાં જેનેાએ જે હિસ્સા આપ્યા છે તે બધાને ઇતિહાસ આપીએ તો એક પુસ્તક લખી શકાય. જેનેએ પ્રાચીન હિંદી સાહિત્યમાં ધર્મ, નીતિ, કાન્ય, વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન આદિ વિષયા દ્વારા પોતાના સંપૂર્ણ હિસ્સો આપ્યા છે. ભારતીય સંસ્કૃતિમાં જેનેાએ આપેલા ફાળાનું સૂક્ષ્મ દૃષ્ટિએ અવલાકન કરતાં મી. ખ જણાવે છે કે “ હુંદના સાહિત્યક અને વૈજ્ઞાનિક જીવનમાં તેએએ બહુ જ આગળ પડતા ભાગ લીધો છે; જ્યાતિષશાસ્ત્ર, વ્યાકરણ અને અદ્ભુત કથાસાહિત્ય તેએના પ્રયત્નને જ આભારી છે.” ૧
કળાના પ્રદેશમાં ઉદ્દયગિરિ અને ખંડિરના પર્વત ઉપરના ગુફામંદિર અને તેમાં કુશળતાપૂર્વક કારી કાઢેલા કેવાળા, મથુરાના સુશોભિત આયાગપટા તથા તારણા, ગિરનાર અને શત્રુજ્યની પર્વતમાળા પરનાં સ્વતંત્ર ઉભેલાં સુંદર સ્તંભ તેમ જ આખુ અને બીજા પર્વતા પરનાં જૈન મંદિરનું અદ્ભુત શિલ્પકામ આદિ ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિના વિદ્યાર્થીની રસવૃત્તિ જાગૃત કરવાને પૂરતાં છે. તે જ પ્રમાણે ધાર્મિક ક્ષેત્રમાં જેન અને બુદ્ધ યુગના પ્રતિકારા જાણ્યા સિવાય મહાન શંકરાચાર્ય અને મહાન દયાનંદની પાછળ કયું અળ કામ કરતું હતું તે પૂર્ણપણે જાણી પણ શકાય નહિ.
ર
સાહિત્ય, કળા અને ધર્મની આ હિલચાલે! મહાન રાજ્યની સુરક્ષિત છત્રછાયા સિવાય વિજયી નિવડી શકે નહિ. તેથી જ આપણા અભ્યાસ રાજ્યસત્તા નીચે જૈનધર્મ કરેલી પ્રગતિ શેાધવાના કાર્યથી શરૂ થવા જોઈ એ અને અંતે આપણને જણાશે કે “ સમય સમયપર જૈનધર્મ કેટલાંક રાજ્યના રાજ્યધર્મ અને છે, કેટલાક મહાન રાજા તે સ્વીકારે છે, તેને ઘટતું ઉત્તેજન આપે છે અને તેમની પ્રજાને પણ તેઓ તે જ ધર્મ તરફ વાળી પણ
શક્યા છે.’૨
તેમ છતાંય કાર્ય સુગમ નથી. ખરું જોતાં ઉત્તર હિંદમાંના જૈનધર્મનું સંપૂર્ણ ઐતિહાસિક અવલોકન પુરું પાડે તેવું એક પણ ઉપયોગી પુસ્તક નથી તોપણ ભારતીય ઇતિહાસના વિદ્યાર્થી માટે જૈનયુગ એ કાંઈ એક કારું પાનું નથી; તેમ જ તે માત્ર ઐતિહાસિક કે કથાનકના નામા, ધાર્મિક દૃષ્ટાંતા, કાન્ય કે આગમેાને ગુંચવાડા પણ ન ગણાય. જો સામાન્ય અભ્યાસીઓ અને સર્વસાધારણ જનતાને ઉપયાગી થઈ શકે એવા આજ સુધીની વિદ્વત્તાભરેલી શોધખેાળાના પિરણામેના સુસંબદ્ધ ઇતિહાસ આપણે ન લખી શકીએ તેા હજારા પ્રાચીન જૈન સાધુઓ તથા વિદ્વાનોએ આજે ચમત્કાર ગણાતા મુખપરંપરાગત અમુલ્ય ખજાના જાળવી રાખવા જે પરિશ્રમ સેન્યેા છે તે વૃથા ગણાય, તેમ જ છેલ્લા દોઢસા વર્ષમાં ભારતીય અને વિદેશી વિદ્વાના તેમ જ પુરાતત્ત્વવેત્તાએએ આ દિશામાં જે કાર્ય કર્યું છે તેના કાંઈ અર્થ જ નથી.
1. Barth, The Religions of India, p. 144.
2. Smith, op. cit., p. 55.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org/