Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
૨૩
આપે છે તેની તે ના કહી શકાય એમ નથી. આ ગ્રંથ નિર્માણને અમારે ઉદ્દેશ સામાન્ય જૈનધર્મ (શ્વેતાંબર, દિગબર કે સ્થાનકવાસી ફિરકાઓ નહિ) ઉત્તર હિંદમાં કેટલા પ્રમાણમાં ફેલાયેલ છે તે શોધવાને, તેની વૃદ્ધિ અને વિસ્તારને ઇતિહાસ માત્ર આલેખવાને છે.
આ મહાન ધર્મના સિદ્ધાંત, સંસ્થાઓ અને તેના નિર્માણની વિપુલ સાધન સામગ્રી વિષે આખી રૂપરેખા દેરવાનું કે તેનું વિવેચન કરવાનું અત્રે અમે ઈચ્છતા નથી. આપણે તે જૈનધર્મની ઉત્પત્તિને ઇતિહાસ, વિવિધ ચિત્રવિચિત્ર કથાનકે અને પવિત્ર ધાર્મિક સાહિત્ય જે પહેલાં ઉત્તરના શ્વેતાંબરે અને પછી દક્ષિણના દિગંબરેએ બે વિભાગમાં જાળવી રાખ્યું છે તેને લગતા સવાલ પણ ભાગ્યે જ ચર્ચીશું આપણો પ્રયત્ન તે પોતાને અને પોતાના ધર્મ માટે ઈતિહાસ ઘડવામાં મહાન, યશવી, બહાદુર અને વીર પ્રજાના કાર્યોનું અનુકરણ કરવાનો અને ઉત્તર હિંદની સંસ્કૃતિની કીમતી અને વિસ્તીર્ણ પ્રગતિ સેતમાં જે અમૂલ્ય ફાળે તેમણે આપે છે તે ભલે અરક્ષિત દશામાં અને અપૂર્ણ હોય તો પણ તેની શોધ કરવાનો છે.
છેલા સવા વર્ષમાં પૂર્વના સાહિત્યના જુદા જુદા વિભાગમાં જે સાહિત્ય પ્રકાશિત કરવામાં આવ્યું છે તેને વિચાર કરતાં વિદ્વાનેએ આ તરફ બહુ જ દુર્લક્ષ્ય કર્યું છે. તેથી જ આ જાતના ગ્રંથ નિર્માણની તીવ્ર આવશ્યકતાના ખાસ કારણ છે. પહેલાં તે આ ધર્મ જનસમાજ તથા રાજવંશમાં કરેલા અગણિત ફેરફારની દૃષ્ટિએ તેના ફાળાને વિચાર કર્યા વિના ઉત્તર હિંદને ઇતિહાસ સંપૂર્ણ લખી શકાય જ નહિ. બીજું ભારતીય તત્ત્વજ્ઞાનનું અવેલેકન પણ જૈન તત્ત્વજ્ઞાનના અભાવે અપૂર્ણ જ રહે, અને ખાસ કરીને જૈનધર્મની જન્મભૂમિ વિંધ્ય પર્વતની ઉત્તરે આવેલા પ્રદેશ માટે તો આ આવશ્યક છે. જે ભારતીય ક્રિયાકાંડ, રીતરીવાજો, દંતકથાઓ, સંસ્થાઓ, કલા અને શિલ્પ આદિનું સુસંબદ્ધ અને સૂક્ષ્મ અવલોકન એ સંશોધનનો વિષય હોય તે વારંવાર વિદેશી હુમલાઓને ભેગા થઈ પડવાથી જ્યારે કેઈપણ સંસ્થા કે ધર્મ ઉત્તરમાં સહીસલામત ન હતાં ત્યારે જૈન ધર્મનો અવ્યવસ્થિત અને અસંબદ્ધ ઇતિહાસ એ પણ આવા ગ્રંથનિર્માણ માટે વિશેષ કારણ હવું ઘટે. આ વિષે ડો. હર્ટલ કહે છે કે “ભારતની લાક્ષણિક કથાઓ તે જૈનેની કળાનું પ્રતિક છે. તેમાં ભારતીય પ્રજાનાં જીવન અને તેની જુદા જુદા પ્રકારની રીતભાત અને તે પણ વાસ્તવિક અને સુસંગત રીતે વર્ણવેલી હોય છે. તેથી જૈન કથાસાહિત્ય ભારતીય સાહિત્યના વિશાળ ક્ષેત્રમાં લેકકથાને તેના અત્યંત વિસ્તૃત અર્થમાં લેતાં લેકકથાનું માત્ર જ નહિ, પરંતુ સાથે સાથે ભારતીય સંસ્કૃતિના ઇતિહાસનું પણ સૌથી અધિક કીમતી મૌલિક સાધન છે.” રાષ્ટ્રનું માનસ તથા સભ્યતા જાણવાને રામબાણ ઉપાય ભૂતકાળના સૂક્ષ્મ અને સંભાળ
1. Hertel, op. cil, p. 8.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org