Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
સ્વામીના નામથી પ્રસિદ્ધ હતા તેને જૈનધર્મમાં કેઈપણ ઉત્તરાધિકારી ન હતાં. ખરું અનુમાન એ છે કે આ જીવંત શિષ્યના અનુયાયી બિલકુલ ન હતા એમ નહિ, પરંતુ તેઓ જૈનધર્મના ન હતા. ગૌતમના અનુયાયીઓને બૌદ્ધધર્મ બનેલું છે, જે સુધર્મા સ્વામીને અનુયાયીઓ એટલે કે જેના સિદ્ધાંતને ઘણું ખરી રીતે મળતું આવે છે, જોકે તીર્થકરોના ઇતિહાસ-કથાનકે તેમ જ પૂરાણમાં ઘણો જ તફાવત છે” ૧
કેટલાંક નામો અથવા નિયમોની આકસ્મિક સમાનતા ઉપર રચાયેલાં બન્ને તરફના આવાં ઉતાવળાં અનુમાન અને સાબીતીઓ કેઈપણ રીતે ઐતિહાસિક ન કહી શકાય, તેમ જ તેને ન્યાય સંગત પણ ન કહી શકાય. ડૉ. યાકેબીના શબ્દોમાં કહીએ તો “આવી સામ્યતા ફલ્યુલેનના ન્યાયના સિદ્ધાંત પર રચાયેલી ગણી શકાય: “મેરે ડેનમાં એક નદી છે અને એક નદી મન્મથમાં પણ છે; મન્મથ પાસે છે તેને વાઈ કહે છે, પરંતુ નદીનું ખરું નામ મારા ખ્યાલ બહાર છે. પણ તે એક જ છે. જેમ મારી આંગળીઓ એકમેકને મળતી આવે છે તેમ તે તેના જેવી છે, અને બન્નેમાં માછલીઓ છે” ૨
. હોસ્કીન્સ જેવા સુપ્રસિદ્ધ વિદ્વાન પણ મહાવીર અને તેના ધર્મમાં મૂર્તિપૂજા અને મનુષ્યપૂજા સિવાય કોઈ વિશેષ પ્રકાશ નથી એમ જણાવે છે. તે જણાવે છે કે “હિંદના બધા ધર્મોમાં નાતપુત્તને ધર્મ બહુ જ ઓછા ઉપયોગી અને દેખીતી રીતે જીવવાનો ઓછામાં ઓછા હક ધરાવનાર છે.”૩ જૈનધર્મ વિષેને તેમને એક તરફી ખ્યાલ અથવા તો તેમનું અજ્ઞાન એટલું ગાઢ જણાય છે કે તેના અંતિમ નિવેદનમાં પણ તેઓ એ જ જાતના વિચાર ફરી રજુ કર્યા વિના રહી શક્યા નથી. તેઓ છેવટે લખે છે કે “જે ધર્મ ઇશ્વરને નહિ માનવાનું, મનુષ્ય પૂજા કરવાનું અને કીડીકેડીને પાળવાનું શીખવે છે તેને જીવવાને હક જ નથી; અને એક દર્શન તરીકે વિચારેના ઇતિહાસમાં–તત્ત્વજ્ઞાનમાં ક્યાંય તેને સ્થાન નથી.”૪ ડૉ. હોમ્પ્લીન્સનાં આ અનુમાને એટલાં માર્ગ બહારનાં છે કે તેના કપોલકલ્પિત તેમ જ અધૂરા નિર્ણયને નિષેધ માત્ર કરીને જ સત્યની વધારે પાસે પહોંચી શકીએ. “જીવવાનો અધિકાર નથી હોતે એવી અનેક વસ્તુઓની જેમ બે હજાર ઉપરાંત વર્ષોથી જૈનધર્મ જીવંત છે એટલું જ નહિ પણ તેણે સાધુઓ તેમ જ ગૃહમાંથી અનેક ઉત્તમ કેટીના મનુષ્ય ઉત્પન્ન કર્યા છે કે જેમણે ઘણય શ્રદ્ધાળુ અને શેધક ભક્તોને માર્ગ દર્શન કરાવી શાંતિ અપી છેલ્પ
પણ ડૉ. હોષ્કિન્સ એકલા જ કાંઈ આવા વિચારના છે એમ નથી. બીજા વિદ્વાનોથી તેમને એટલા જુદા પાડી શકાય કે તેઓ કદી દુરાગ્રહી કે સત્યવિમુખ ન હતા. શ્રી વિજયેન્દ્ર સૂરિજી પરના પત્રમાં તેઓ જણાવે છે કે “મને હવે માલુમ પડ્યું છે કે જેને વ્યવહારુ ધર્મ દરેક રીતે પ્રશંસાપાત્ર છે. મને ખરેખર દુઃખ થાય છે કે લોકોના ચારિત્ર અને
1. Colebrooke, Miscellaneous Essays, ii., pp. 315, 316. 2. Jacobi, l. A., ix, p. 162. 3. Hopkins, Religions of Indir, p. 296. 4. Ibid., p. 297. 5. Belvalkar, Brahma-Steras, pp. 120, 121.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org