Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
૧૦
જો કે જૈનધર્મ મર્યાદિત ક્ષેત્રમાં રહ્યું હતું તે પણ શ્રી એન. સી. મહેતા જણાવે છે તેમ ચાઈને તુર્કસ્તાનનાં ગુફા-મંદિરમાં પણ જૈનધર્મના પ્રાસંગિક ચિત્રો જોવામાં આવે છે. ' - જૈનધર્મના તુલનાત્મક અભ્યાસ માટે પ્રામાણિક સાધને નહિ મળવાથી તેમ જ બુદ્ધ ધર્મ પ્રતિના પક્ષપાતના અંગે કેટલાક પ્રસિદ્ધ પાશ્ચાત્ય વિદ્વાનેને ભૂલાવામાં નાંખે એવા અનુમાને કરવાં પડ્યાં છે, કેમ કે આ બન્ને બંધુધર્મોને પ્રાચીન ઇતિહાસ એકસરખો જેવામાં આવે છે. સભાગે આવાં વિચિત્ર અનુમાને છેલ્લાં થોડા વર્ષોમાં પાશ્ચાત્ય અને પૌર્વાત્ય વિદ્વાનોએ સુધાર્યા પણ છે. આવાં ભૂલ ભરેલાં અને અસત્ય વૃત્તાંનાં થોડા દષ્ટાંતે અસ્થાને નહિ ગણાય –મી. ડબ્લ્યુ. એસ. લીલી કહે છે કે “બદ્ધધર્મ પિતાની જન્મભુમીમાં જૈનધર્મરૂપે ટકી રહ્યો છે અને ખાસ કરીને જ્યારે બુદ્ધધર્મ હિંદમાંથી અદ્રષ્ય થયો ત્યારે જૈનધર્મ અસ્તિત્વમાં આવ્યું છે. મી. વિલસન કહે છે કે “બધાં વિશ્વસ્ત પૂરાવાથી એ અનુમાન દૂર કરી શકાય તેમ નથી કે જેનકેમ એક નવીન સંસ્થા છે અને તે પહેલવહેલા આઠમી અને નવમી શતાબ્દિમાં સત્તા તથા વૈભવમાં આવી હોય એમ જણાય છે. તે પહેલાં જૈનધર્મ એ બૌદ્ધધર્મની શાખા તરીકે અસ્તિત્વમાં હતું. જૈનધર્મની ઉન્નતિ એ જે ધર્મને તે અનુસરતો તે બુદ્ધધર્મના વિનાશના કારણને ખાસ આભારી છે.”
મી. કેબ્રક જેવા લેખકેએ ગૌતમ બુદ્ધને મહાવીરના શિષ્ય માની લેવાની ભૂલ કરી છે કારણ કે મહાવીરના એક શિષ્ય ઈંદ્રભૂતિ પણ તમારવામી ના ગોતમ કહેવાતા હતા.૪ મી. એડવર્ડ થોમસ જાહેર કરે છે કે “મહાવીર પછી તડ પડ્યાં હતાં, બુદ્ધના સમાનાથી નામ નીચે ઈદ્રભૂતિને જીન એટલે પૂજ્ય પુરુષની પદવી આપવામાં આવી હતી. કારણ કે બૌદ્ધ તેમ જ જૈનશાસ્ત્ર પ્રમાણે એ બન્નેને એક જ અર્થ થાય છેપે પણ સત્ય વાત તે એ છે કે જીનનો અર્થ “જેતા” અને બુદ્ધિને અર્થ “જ્ઞાતા થાય છે.
રોયલ એશિયાટિક સાયટીની જાહેરસભામાં વાંચેલા એક નિબંધમાં મી. કોબ્રક કહે છે કે “ડ. હેમિલટન અને મેજર ડી. લામેન જણાવે છે તેમ ઘણું કરીને જેને અને બુદ્ધોને ગૌતમ એક જ વ્યક્તિ છે અને આથી એક બીજો વિચાર ઉદભવે છે કે આ બન્ને ધર્મો એક જ વૃક્ષની શાખાઓ હોય. જેનોના કહેવા પ્રમાણે મહાવીરના શિષ્યમાંનાં એકે પિતાની પાછળ આધ્યાત્મિક ઉત્તરાધિકારી મૂક્યા હતા, એટલે કે જૈનાચાર્યોનું ઉત્તરદાયિત્વ માત્ર એક સુધર્મા સ્વામીથી ઉતરી આવ્યું છે. અગિયાર શિખ્યામાંથી માત્ર ઈન્દ્રભૂતિ અને સુધર્મા એ બે જ મહાવીર પછી વિદ્યમાન હતા. પહેલા શિષ્ય જે ગૌતમ
1. Mehta, Studies in Indian Painting, p. 2. According to Hemacandra, and other Jaina traditions also, Jainism was not limited to India of to-day.--Hemacandra, Parisishtaparvan (ed, Jacobi), pp. 69, 282. Cf. M. E., xiv., p. 319.
2. Lilly, India and its Problems, p. 144. 3. Wilson, ob. it., p. 334. 4. Jacobi, Kalpa-Sutra, p. 1. 5. Thomas (E.), Jainism or the Early Faith of Asoka, p. 6.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org