Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
પરિચય
પુરાતત્વના અભ્યાસમાં જૈનધર્મ એ એક કમનસીબ છે કે જેના વિષે આજસુધી જેટલું કહેવામાં આવ્યું છે તે તેના બાકી રહેલ કાર્યના હિસાબે નજીવું જ છે. ઘણાં પૂરાવાથી સાબીત કરી શકાય એમ છે કે બુદ્ધધર્મ એ જૈનધર્મને સમકાલીન બંધુધર્મ છે અને તે હિંદુસ્તાનની સરહદમાંથી લગભગ અદ્રશ્ય થયે છે, છતાંય તે પણ વિદ્વાન પાસેથી ઘટતે ન્યાય મેળવી શકે છે, જ્યારે જૈનધર્મ આજ સુધી ટકી રહ્યો છે એટલું જ નહિ પણ તે આ વિશાળ દેશની સંસ્કૃતિ અને તેના રાજકીય તથા આર્થિક સંજોગો પર જબરી અસર ધરાવે છે, છતાં તે ઘટતે ન્યાય નથી મેળવી શકે એ જ ખેદની વાત છે. ૨ શ્રીમતી સ્ટીવન્સન લખે છે કે “જોકે જૈનધર્મ કેઈપણ રીતે રાજધર્મ રહ્યો નથી છતાંય આજે જે પ્રભાવ તે ધરાવે છે તે ભારે છે. શાહુકારો અને શરાફેના ધનવૈભવના અને ધર્મના મહાન પ્રભાવના કારણે મુખ્યત્વે દેશી રાજ્યમાં તેઓ બહુ લાગવગ ધરાવે છે. જે કઈ તેના પ્રભાવની શંકા કરે તેને દેશી રાજ્યના રાજવીઓ તરફથી હમણું જ બહાર પડેલા જેના પવિત્ર દિવસમાં જીવહિંસા બંધ રાખવા સંબંધીનાં આજ્ઞાપત્રાની સંખ્યામાત્ર જોઈ જવી.૩ “જેને ખરેખર ભારતની જનસંખ્યાને એક ઘણે માટે અને તેઓની જાહોજલાલી અને સત્તાને અંગે અગત્યને હિરસ ધરાવે છે.”
હર્ટલ ખરેખર સત્ય કહે છે કે “હિંદની સંસ્કૃતિ પર અને ખાસ કરીને હિંદના ધર્મ અને નીતિ, કળા અને વિદ્યા, સાહિત્ય અને ભાષા પર તેણે પૂર્વે જે પ્રભાવ પાડ્યો હતો અને જે હજી પણ પાડતે જાય છે તે સર્વ સમજનાર અને જૈનધર્મની ઉપયોગીતા સ્વીકારનાર પાશ્ચાત્ય વિદ્વાનો ઘણા થડા છે.” શ્રી જૈની, શ્રી જયસ્વાલ, શ્રી શેષલ અને એવા થોડા પ્રસિદ્ધ વિદ્વાન સિવાય કેઈપણ હિંદી વિદ્વાને આ દિશામાં સંતોષપ્રદ કાર્ય કર્યું નથી. બદ્ધ ધર્મ પ્રતિને વિદ્વાનો પક્ષપાત પણ કારણ રહિત નથી કેમ કે બૌદ્ધધર્મ એ એક સમયે એટલે વિશાળ હતું કે તેને એશિયા ખંડને ધર્મ કહે એ અતિશયોક્તિભર્યું ન હતું.
1. The word Jainism is derived from $157, the adjectival form from fat, a way common to the names of many other religions as well as systems of philosophy-c. g. Mahommedanism from Mahommedan, Christianity from Christian, Zoroastrianism from Zoroastrian, and so forth (but not Buddhism, Manuism or Benthamism), or again, Dvaitism or Advaitism from aa or ra, Fatalism from fatal, and so on.
2. C. Jaini, Outlines of Jainism, p. 73. 3. Stevenson (Mrs), The Heart of Jainism, p. 19. 4. Works of Wilson, i., p. 347. 5. Hertel, On the Literature of the Svetambaras of Gujarat, p. 1.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org