________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
શ્રોતાના ભેદો શ્લોકાર્ચ -
માયા, શોક, ભય, ક્રોધ, લોભ, મોહ, મદથી યુક્ત તામસપ્રકૃતિવાળા જેઓ અર્થ સંબંધી કથાને ઈચ્છે છે તેઓ નરાધમ છે.
જેઓ આ લોકમાં પણ ભોગનાં સુખોને જોતા નથી, માત્ર અર્થસંચયમાં જ પ્રીતિને ધારણ કરે છે તેઓ કોઈ પ્રકારના સુખને જોઈ શકતા નથી માટે નરાધમ છે. અને તેઓ માયા આદિ ભાવોથી ગ્રસ્ત છે. આ લોક અને પરલોકમાં અત્યંત દુઃખી છે. રૂપા શ્લોક :
ये रागग्रस्तमनसो, विवेकविकला नराः ।
कथामिच्छन्ति कामस्य, राजसास्ते विमध्यमाः ॥३६॥ શ્લોકાર્થ :
રાગથી ગ્રસ્ત મનવાળા, વિવેક રહિત રાજપ્રકૃતિવાળા જે મનુષ્યો કામની કથાને ઈચ્છે છે, તેઓ વિમધ્યમ છે.
પ્રત્યક્ષ દેખાતાં સુખોને સુખરૂપે જોનાર છે, આત્માના નિરાકુળભાવના સુખને જોનારા નથી તેથી મધ્યમ છે; કેમ કે ધનસંચયમાં જ માત્ર રસ લેનારા નથી પણ કામનાં સુખોને પ્રધાનરૂપે ઈચ્છે છે. ll૧૬ll શ્લોક -
मोक्षाकाङ्क्षकतानेन, चेतसाऽभिलषन्ति ये ।
शुद्धां धर्मकथामेव, सात्त्विकास्ते नरोत्तमाः ।।३७।। શ્લોકાર્થ :
મોક્ષની ઈચ્છામાં એકતાન ચિત્ત વડે જેઓ શુદ્ધ ધર્મકથાને જ ઈચ્છે છે, સાત્વિક પ્રકૃતિવાળા તેઓ નરોત્તમ છે.
કષાયથી અનાકુળ આત્મામાં સુખ છે અને કષાયની આકુળતામાં દુઃખ છે તેમ જોનારા છે તેથી સંપૂર્ણ કષાયના અને કર્મના ઉપદ્રવ વગરના મોક્ષને જ સાર માને છે માટે ઉત્તમ છે. ll૩૭ll શ્લોક :
ये लोकद्वयसापेक्षाः, किञ्चित्सत्त्वयुता नराः । कथामिच्छन्ति संकीर्णा, ज्ञेयास्ते वरमध्यमाः ।।३८ ।।