________________
' ૧૯
પ્રમાદ અને કષાય જીતવા માટે તપ જરૂરનું છે. ઈન્દ્રિયની વાસના પર કાબુ મેળવવા પણ તપની જરૂર છે. તપનું જુદુંજ પદ હોવાથી તેને જુદે વિચાર તે કરવાને છે જ.
તપ એ છેલ્લું પદ છે. તે કાયલેશ રૂપ છે. છતાં તે સ્વેચ્છાએ આચરાતું હોવાથી દુઃખરૂપ નથી. તેના બે પ્રકાર છેઃ (૧) બાહ્યા અને (૨) આત્યંતર. બાહ્ય તપના છ પ્રકારે છે. (૧) અનશન, (૨) ઉદરી, (૩) વૃત્તિસંક્ષેપ (૪) રસત્યાગ; (૫) કાયકલેશ અને (૬) વિવિક્ત શય્યાસન. નિયત કરેલ અમૂક ટંક આહારને ત્યાગ એ અનશન છે. જરૂર કરતાં બે પાંચ કેળિયા ઓછા વાપરવા એ ઉદરી છે. વાપરવાની દ્રવ્ય સંખ્યામાં કાપ મૂક એ વૃત્તિ સંક્ષેપ છે. વિગઈમાંથી એક કે અધિકને ત્યાગ કર એ રસત્યાગ છે. કાયાને સરાવી ધ્યાનમન રહેવું એ કાયકલેશ છે. અને જુદા જુદા પ્રકારે આસન બદ્ધ બેસી અથવા ઉભે રહી કે સૂતા એકાગ્રતા કેળવવી એ વિવિક્તશાશન છે. છેલ્લા બેને આહાર પાણી સાથે સંબંધ નથી. તે માત્ર સમતા અને એકાગ્રતાની તાલીમ માટે છે. અર્થાતર તપના છ પ્રકાર છેઃ (૧) પ્રાયશ્ચિત, (૨) વિનય, (૩) વૈયાવૃત્ય, (૪) સ્વાધ્યાય, (૫) ઉત્સગ અને (૬) ધ્યાન. જીવનશોધનજીવનશુદ્ધ કરવામાં સાધન એ પ્રાયશ્ચિત છે. આલેચના, પ્રતિક્રમણ આદિ તેના પ્રકાર છે. વડીલ અને ગુણીજનનું બહુમાન એ વિનયગુણ છે. વડીલ. પ્લાન, શિક્ષ, તપસ્વી, આદિની સેવા સુશ્રષા એ વૈયાવૃત્ય છે. વિનય એ આત્યંતર