________________
આક્રેશ, (૧૩) વધ, (૧૪) યાચના, (૧૫) અલાભ (૧૬)
ગ, (૧૭) તૃણસ્પર્શ, (૧૮) મલ, (૧૯) સત્કાર, (૨૦) પ્રજ્ઞા, (૨૧) જ્ઞાન અથવા અજ્ઞાન અને (૨૨) અદર્શન. જે સમ્યફ ચારિત્ર સ્વીકાર્યું છે તેના પાલનમાં આવતી ઉપરોક્ત પ્રકારની મુશ્કેલીઓને સમતાભાવે સામને કર એ પરીષહ છે.
કષાય અને વેગ એ બેના નિગ્રહ અથે સંયમ છે. તેના પાંચ પ્રકાર છેઃ (૧) સામાયિક. (૨) છેદેપસ્થાપનીય (૩) પરિહારવિશુદ્ધિ, (૪) સૂફમસં૫રાય, (૫) યથાખ્યાત. સમતા કેળવવા કરાતું આચરણ તે સામાયિક છે. તે બે પ્રકારનું છેઃ (૧) ઈત્વરિક અને (૨) યાવકથિક. બે ઘડીનું સામાયિક જે શ્રાવક-શ્રાવિકા આચરે છે, તે ઈરિક સામછે. જ્યારે જાવજાજીવ માટે પ્રથમવાર સ્વીકારાતું એવું યાવથિક સામાયિક છે. વડી દીક્ષા વખતે ફરી અપાતું ચારિત્ર એ છેદપસ્થાપનીય ચારિત્ર છે, આવું ચારિત્ર મહાવ્રતમાં દેષ આવે ત્યારે જૂનો દીક્ષા પર્યાય છેદ કરી ફરી પણ આપી શકાય છે. અમૂક પ્રકારની નિયત તપ ક્રિયા કરવારૂપ જે ચારિત્ર તે પરિહારવિશુદ્ધિ ચારિત્ર છે. બાદર, ક્રોધ, માન, માયા, અને લોભને ઉપશમ અથવા ક્ષય કરી સૂક્ષમ, કોધ, માન, માયા, આદિને પણ પણ ઉપશમ અથવા ક્ષય કર્યો છે અને સૂમ લેભને ઉપશમ અથવા ક્ષય કરવાનું બાકી છે તેવા જીવને હેતું સૂમસંપરાય ચારિત્ર છે. ક્ષીણમેહગુણસ્થાનથી આગળના ગુણસ્થાનમાં જીવને ચારિત્ર એ યથાખ્યાત ચારિત્ર છે. આ દરેક ચારિત્રમાં મહાવ્રતનું પાલન એ મુખ્ય છે.