________________
૪૦૧
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨
પદોમાં વર્ણ અલગ અલગ ખંડરૂપે હોતા જ નથી અને વાક્યોમાં પદો અલગ અલગ સ્વરૂપે હોતા નથી, છતાં પણ આપણે વાક્યોમાં પદોની કલ્પના કરી લઈએ છીએ. દા. ત. ‘લેવત્ત: ગ્રામમ્ ગચ્છતિ ।' આ એક વાક્ય છે. અહીં એક પદ ‘વેવત્તઃ’ છે, બીજું પદ ‘પ્રામમ્' છે અને ત્રીજું પદ ‘રૂતિ છે. અહીં વાક્યોમાં પદો ન હોવા છતાં પણ પદોની કલ્પના કરી લઈએ છીએ, તે પ્રમાણે શબ્દોમાં જ લિંગ હોય છે છતાં પણ આપણે અર્થોમાં આ લિંગની કલ્પના કરી લઈએ છીએ. વાસ્તવિક રીતે તો લિંગ એ શબ્દનો ધર્મ છે. (દા. ત. લિંગ એ ‘વૃક્ષ:’ શબ્દનો ધર્મ છે.) છતાં પણ લિંગ એ ‘વૃક્ષ:’ પદાર્થનો ધર્મ છે એવી કલ્પના કરી લઈએ છીએ. વ્યવહારમાં કોઈ પણ એવું નથી કહેતું કે ‘વૃક્ષ' પદાર્થ પુલિંગવાળો છે. બધા એવું જ કહે છે કે ‘વૃક્ષ’ શબ્દ પુલિંગવાળો છે, છતાં પણ અહીં લિંગને જે અર્થનો ધર્મ માનવામાં આવે છે તે માત્ર કલ્પનાનાં આધાર પર જ છે.
એ જ પ્રમાણે લોકમાં પણ માત્ર પદોનાં પ્રયોગો થતાં નથી, પરંતુ વાક્યોના પ્રયોગો જ થાય છે. કારણ કે વાક્ય જ અર્થવાન છે. છતાં પણ આપણે એવું કહેતાં હોઈએ છીએ કે આ પદનો આ અર્થ છે અને બીજા પદનો આ અર્થ છે. આ માત્ર કલ્પના જ છે. એ જ પ્રમાણે શબ્દ પુલિંગવાળો છે, પરંતુ અર્થ પુલિંગવાળો નથી. વળી અર્થ પુલિંગવાળો છે એવો વ્યવહાર પણ જણાતો નથી. આથી અર્થમાં જે લિંગની વ્યવસ્થા કરી છે તે માત્ર કલ્પના જ છે. આવી કલ્પના શા માટે કરવામાં આવી ? એનાં અનુસંધાનમાં હવે ગ્રંથકાર જણાવે છે.
લોકમાં વ્યુત્પત્તિ વાક્યની નથી થતી પરંતુ પદોની જ થાય છે. માટે જ વાક્યોમાં પદો પૃથક્ ન હોવા છતાં આપણે પદોની કલ્પના કરી લઈએ છીએ. વ્યાકરણની પ્રક્રિયાને નિભાવવા માટે જ વાક્યમાં પદોની કલ્પના કરીએ છીએ. ‘તંત્ર ચ..’ પંક્તિ ન્યાસમાં લખી છે એનો અર્થ આ પ્રમાણે છે - વાક્યોમાં પદો ભિન્ન છે, એવું માનવામાં નથી આવ્યું એવો સિદ્ધાંત છે. આવો સિદ્ધાંત હોવાથી વ્યુત્પત્તિ કરવી હશે તો વાક્યની જ થઈ શકશે, પરંતુ પ્રતિવાક્યની વ્યુત્પત્તિનો અસંભવ હોવાથી અમે વાક્યોમાં પદોની કલ્પના કરી છે. આવી કલ્પના કયા આધાર પર કરી છે ? એનાં અનુસંધાનમાં આચાર્ય ભગવંત કહે છે કે જેવું વાક્ય હોય છે તેવા જ પદો હોય છે અને આ સાદશ્યના આધાર પર જ વાક્યોમાં અવિદ્યમાન એવાં પદોની પણ કલ્પના કરવામાં આવી છે. આમાં અન્વય વ્યતિરેક આ પ્રમાણે છે - જે પ્રમાણે વાક્ય હોવાથી અર્થબોધ થાય છે એ જ પ્રમાણે પદો હોવાથી પણ અર્થબોધ થાય છે આ અન્વયવ્યાપ્તિ છે. તથા વાક્ય ન હોવાથી અર્થબોધ નથી થતો એવી જ રીતે પદો ન હોવાથી પણ અર્થબોધ નથી થતો આ વ્યતિરેકવ્યાપ્તિ છે. આ પ્રમાણે વાક્યનાં સદશપણાંથી કલ્પિત એવાં અન્વય વ્યતિરેકનો આશ્રય કરીને પદોમાં પણ પદાર્થનો બોધ કરવામાં આવે છે. આથી જેમ વસ્તુતઃ તો વાક્યાર્થ જ છે, છતાં પણ પદાર્થની કલ્પના કરવામાં આવે છે એ જ પ્રમાણે અહીં લિંગ વસ્તુતઃ તો શબ્દનો
જ
-