________________
૪OO
સૂ૦ ૧-૧-૨૯ આ ગૌરવદોષને ટાળવા માટે જ “પરિ’ શબ્દને વિશે રહેલું જે લિંગ છે એ લિંગ જ ‘ટ’ શબ્દનાં અભિધેય સ્વરૂપ વસ્તુમાં કલ્પી લેવામાં આવે છે અને એ “પટ' પદાર્થ દ્વારા તેમાં જ રહેલાં ‘સુવત્ત' ગુણનાં વાચક “શુવ7:' શબ્દમાં પણ “પટ' પદાર્થનાં લિંગની જ કલ્પના કરવામાં આવે છે. લિંગાનુશાસનમાં આવી કલ્પનાને કારણે ઘણું જ લાઘવ થાય છે. અને તેથી જ વિશેષણ સ્વરૂપ ગુણોનાં અથવા દ્રવ્યોનાં લિંગોનું કથન લિંગાનુશાસનમાં કરવામાં આવ્યું નથી. વાસ્તવમાં તો લિંગ શબ્દોનો ધર્મ છે, પરંતુ તેને અર્થનો ધર્મ માનીને એનાં આધારે જ (અર્થનાં આધારે જ) ગુણવાચક નામોમાં પણ લિંગની કલ્પના કરી લેવામાં આવે છે.
અહીં જિજ્ઞાસા થાય કે આવી કોંઈક કલ્પના અન્ય સ્થળમાં કરવામાં આવી છે ? એનાં અનુસંધાનમાં અન્ય કલ્પનાનું સ્થળ બતાવે છે.
વાક્યોમાં પદોનો અર્થ કલ્પના કરવામાં આવે છે. ખરેખર પદોનો અર્થ હોતો જ નથી. વાક્યોનો જ અર્થ હોય છે. લોકમાં જ્યારે વાણીવ્યવહાર થાય છે ત્યારે પદોનો અર્થ બીજા કોઈ પદ સાથે સંબંધિત થઈને જ અર્થને જણાવે છે. પરંતુ પદો સ્વતંત્ર રીતે પોતાનાં અર્થોને જણાવી શકતાં નથી. માટે જ માત્ર પદોનો પ્રયોગ લોકમાં થતો નથી. ખરેખર તો વાક્ય જ અર્થવાળું છે, તો પણ વાક્યોમાં પદોનો અર્થ કલ્પી લેવામાં આવે છે અને જાણે કે પદોનો જ અર્થ છે એવું જણાય છે. એ જ પ્રમાણે અહીં પણ લિંગ ખરેખર તો શબ્દનો જ ધર્મ છે. પરંતુ લાઘવકલ્પનાથી એને અર્થનો ધર્મ માની લેવામાં આવે છે.
વ્યાકરણ અથવા વેદાંતમાં અખંડાથે માનવામાં આવે છે. દા. ત. “રેવદ્રત્ત: પ્રાનું સંસ્કૃતિ !' વાક્યમાં કોઈ ખંડાર્થ નથી, પરંતુ એક અખંડાથે જ છે. બધા પદો સંબંધિત થઈને જ અખંડાર્થને જણાવે છે. વાસ્તવિકતાથી તો પદોનો કોઈ ભિન્ન અર્થ હોતો નથી. ભર્તૃહરિનાં વાક્યપદીય ગ્રંથનાં પહેલા કાંડમાં એક કારિકા આવે છે – "पदे न वर्णा विद्यन्ते, वर्णेष्वयवया न च । वाक्यात्पदानामत्यन्तं प्रविवेको न कश्चन ॥७४॥" આ શ્લોકનો ભાવાર્થ આ પ્રમાણે છે – 'પદોમાં વર્ષોની વિદ્યમાનતા નથી અને વર્ગોમાં અવયવોની વિદ્યમાનતા નથી તથા વાક્યથી પદોમાં કોઈ ભિન્નતા નથી. વાક્ય જ સર્વસ્વ છે, કોઈ અલગ અલગ પદોનું અસ્તિત્વ છે જ નહીં. વાક્યમાંથી અલગ અલગ પદો દ્વારા અલગ અલગ અર્થ કરી શકાતો નથી.
પહેલાં આપણે અક્ષરો માનીએ છીએ, અક્ષરોથી શબ્દ બનાવીએ છીએ અને શબ્દોથી (પદોથી) વાક્યો બનાવીએ છીએ તથા વાક્યોથી આપણને અર્થ મળે છે. અહીં ભર્તુહરિ કહે છે કે શબ્દોમાં તમે વર્ણોને અવયવ તરીકે જોઈ રહ્યા છો તે બરાબર નથી; અને એ જ પ્રમાણે વાક્યોમાં શબ્દોને (પદોને) અવયવ સ્વરૂપે જોઈ રહ્યા છો, તે પણ બરાબર નથી. વસ્તુતઃ