________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨
૩૯૯
संभवात् सादृश्यादन्वयव्यतिरेकौ कल्पितावाश्रित्य पदेषु पदार्थावस्थानं क्रियत इत्यत आहशब्दधर्म इत्यपरे इति । तत्र पक्षद्वयस्यापि निर्दोषत्वादुभयपक्षपरिग्रह एव ज्यायानित्यत आहउभयथाऽपि न दोष इति ॥ २९ ॥
અનુવાદ :- કેટલાક લોકો લિંગને શબ્દનો ધર્મ માને છે. તેમની માન્યતા પ્રમાણે શબ્દપ્રતીતિનાં (બોધનાં) અન્વય વ્યતિરેકને અનુસરનારી એવી લિંગની પ્રતીતિ છે. લિંગનો બોધ લિંગની શબ્દધર્મતાને જણાવે છે અર્થાત્ લિંગ એ શબ્દનો ધર્મ છે એવું જણાવે છે. જો શબ્દની પ્રતીતિ થાય છે તો તેમાં રહેલાં લિંગની પ્રતીતિ થાય છે. અને જો શબ્દની પ્રતીતિ નથી થતી તો તેમાં રહેલા લિંગની પ્રતીતિ પણ નથી થતી. આમ લિંગનો બોધ શબ્દબોધનાં આધારે જ થાય છે. માટે જ લિંગ એ શબ્દનો ધર્મ છે એવું જણાય છે. જે જેની પ્રતીતિ થવાથી થાય અને જે જેની પ્રતીતિ ન થવાથી ન થાય તે તેનો ધર્મ છે એવું મનાય છે. દા. ત. ‘પટ’ શબ્દનાં લિંગની પ્રતીતિ થવાથી ‘શુક્ત’ ગુણનાં વાચક એવાં ‘શુક્ત’ શબ્દનાં લિંગનો બોધ થાય છે તથા ‘પટ’ શબ્દનાં લિંગનાં બોધનો અભાવ થવાથી ‘શુક્ત’ ગુણનાં વાચક એવાં ‘શુક્ત' શબ્દનાં લિંગનાં બોધનો પણ અભાવ થાય છે. આ પ્રમાણે ‘પટ' શબ્દનાં બોધનાં અન્વય વ્યતિરેકને અનુસરનાર એવો ‘શુત’ શબ્દનો બોધ છે. માટે ‘પટ' શબ્દનું જે લિંગ છે તથા ‘શુક્ત’ શબ્દનું જે લિંગ છે તે બંને શબ્દનાં ધર્મ સ્વરૂપ જ લિંગનો બોધ થાય છે. પદાર્થની પ્રતીતિ થયા પછી ‘શુક્ત’ વગેરે શબ્દોમાં પુલિંગ વગેરે લિંગની પ્રતીતિ કોઈને પણ થતી નથી અર્થાત્ ‘શુવંસ્તાવિ’ શબ્દમાં લિંગનો બોધ ‘શુવતાવિ’ શબ્દનાં આશ્રયભૂત એવાં પદાર્થનો બોધ થયા પછી જ થાય છે એવું નથી. વળી પુલિંગ વગેરે વ્યવહાર પણ શબ્દનાં વિષય સ્વરૂપ જ છે. જગતનાં લોકો એવું બોલે પણ છે કે આ શબ્દ પુલિંગ છે અને આ શબ્દ સ્ત્રીલિંગ છે. આમ લિંગનો વ્યવહાર શબ્દને આશ્રિત જ છે અર્થાત્ લિંગ એ અભિધેયનો ધર્મ નથી. જો અભિધેયનો ધર્મ હોત તો ‘શુન્ત’ ગુણનાં આશ્રયભૂત એવાં અભિધેયનો ધર્મ જ લિંગ સ્વરૂપે થાત.
જો ‘શુન્તાવિ’ શબ્દનો પોતાનો ધર્મ જ લિંગ સ્વરૂપે છે તો પછી ‘શુન’ વગેરે શબ્દોમાં ‘પટ’ પદાર્થનું લિંગ જ શા માટે આવે છે ? અર્થાત્ ‘પટ' પદાર્થનો જે ઉત્પત્તિ સ્વરૂપ સ્વભાવ પુસ્વધર્મ સ્વરૂપે નક્કી થયો છે તો એ જ ધર્મ ‘શુક્ત’ શબ્દમાં શા માટે પ્રાપ્ત થાય છે ? આવી શંકાના અનુસંધાનમાં ‘પરમેતેષામત્ર પુસ્ત્વમ્ ...' પંક્તિઓ લખી છે.
‘શુવત્તાવિ’ શબ્દો હજારો શબ્દોનાં વિશેષણભૂત થશે. ક્યારેક ‘શુન્તઃ' શબ્દ ‘પટઃ’નું વિશેષણ બનશે. ક્યારેક ‘શુવસ્તા’ શબ્દ ‘શાટી’નું વિશેષણ બનશે. આથી લિંગ જો શબ્દનો ધર્મ માનવામાં આવશે તો એક ‘શુન્તઃ' શબ્દમાં પણ જુદા જુદા લિંગોનું કથન કરવું પડશે. આથી જ લિંગાનુશાસનમાં પ્રત્યેક શબ્દોનાં આ પ્રમાણે લિંગનું કથન કરતાં મહાગૌરવનો પ્રસંગ આવશે.