________________
૩૯૭
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ અનુવાદ :- હવે આ લિંગ છે તે અર્થના ધર્મસ્વરૂપ છે અથવા તો શબ્દના ધર્મ સ્વરૂપ છે એ ચર્ચાના અનુસંધાનમાં આચાર્ય ભગવંત બંને પક્ષોની વિચારણા કરી અંતમાં ઉભય પ્રકારે માનવામાં પણ દોષ નથી એવું સિદ્ધ કરે છે. કેટલાક લોકો લિંગને અર્થનો ધર્મ માને છે. તે આ પ્રમાણે છે – “પટાતિ’ શબ્દના શ્રવણથી જે બોધ ઉત્પન્ન થાય છે તે બોધનો વિષય “પટાદ્રિ પદાર્થ બને છે. સૌ પ્રથમ જીવ “પટાદ્રિ' શબ્દને સાંભળે છે. એ “પવિં’ શબ્દને સાંભળતાં જ ઘટાદિ શબ્દ વિષયક જ્ઞાન ઉત્પન્ન થાય છે. અને વાચ્યવાચકભાવસંબંધથી એ જ્ઞાનનો વિષય પતિ પદાર્થ બને છે. હવે ‘તસ્ય' એટલે અભિધેયસ્વરૂપ અર્થનો તથા “તત્ સર્વવ્યતિરે એટલે શબ્દના અન્વય વ્યતિરેકથી આવો બોધ કરવો.
હવે આખી પંક્તિનો બોધ આ પ્રમાણે છે – શબ્દના અન્વય વ્યતિરેકથી પ્રાપ્ત થયું છે સ્વરૂપ જેનું એવાં અભિધેયનો ધર્મ (સ્વભાવ) લિંગ છે. અહીં અન્વય વ્યતિરેક આ પ્રમાણે છે – શબ્દ હોય છે તો અભિધેય હોય છે અને શબ્દનો અભાવ હોય છે તો અભિધેયનો અભાવ હોય છે. આમ શબ્દનો અભિધેય સાથેનો આવો અવિનાભાવસંબંધ અન્વય વ્યતિરેકથી પ્રાપ્ત થાય છે. આથી શબ્દના અન્વય વ્યતિરેકથી અભિધેય સ્વરૂપની પ્રાપ્તિ થાય છે અને એ અભિધેયનો જે ધર્મ છે તે જ લિંગ છે. આથી જ્યારે જ્યારે “પટાવિ' શબ્દનું શ્રવણ થાય છે ત્યારે ત્યારે અન્વય વ્યતિરેક વ્યાપ્તિથી પતિ પદાર્થનો નિર્ણય થાય છે. અને એવા “ધ’િ પદાર્થનો ઉત્પાદ વગેરે સ્વરૂપ જે ધર્મ છે તે જ લિંગ છે. આથી અહીં એવું નક્કી થયું કે લિગ એ પદાર્થનો ધર્મ છે પરંતુ શબ્દનો ધર્મ નથી. પરંતુ અહીં જો લિંગને પદાર્થનો ધર્મ ન માનવામાં આવે અને શબ્દનો જ (અભિધાનનો જ) ધર્મ માનવામાં આવશે અર્થાતુ લિંગ એ શબ્દનો જ ધર્મ છે એવું માનવામાં આવશે તો ગુણવાચક નામોનાં આશ્રયથી લિંગનું ગ્રહણ અસંગત થશે. આમ તો ગુણવાચક નામોનું લિંગ એ ગુણવાચક શબ્દો જેમાં રહેતા હોય એ પદાર્થથી નક્કી થાય છે અર્થાત્ પદાર્થમાં રહેલા ઉત્પત્તિ વગેરે ધર્મોનું આલંબન લઈને જે લિંગ નક્કી થાય છે તે જ લિંગ ગુણવાચક શબ્દોનું પણ માનવામાં આવે છે. હવે જો લિંગને અભિધાનનો જ (શબ્દનો જ) ધર્મ માનવામાં આવે તો ગુણવાચક નામોનાં આશ્રયથી લિંગનું ગ્રહણ થાય છે એવો નિયમ અસંગત થશે. જગતમાં એવાં પ્રયોગો જોવા મળે છે કે જ્યાં ગુણવાચક શબ્દોનું લિંગ ગુણવાચક શબ્દોનાં આશ્રયભૂત એવાં પદાર્થનાં લિંગ ઉપરથી જ નક્કી થાય છે. દા. ત. “શુવસ્ત: પર:', વત્સા શારી” તથા શુવ7| વસ્ત્રમ્'. અહીં ‘ટ' શબ્દનો પદાર્થ કપડું છે અને એ કપડા સ્વરૂપ પદાર્થમાં ઉત્પત્તિ સ્વરૂપ ધર્મ રહ્યો છે. આમ તો ઉત્પત્તિ, વ્યય અને સ્થિતિ એ ત્રણેય ધર્મો રહ્યા છે, છતાં પણ ઉત્પત્તિ સ્વરૂપ ધર્મથી ‘ટ’ શબ્દનું લિંગ પુલિંગ થયું છે. હવે એ જ પદાર્થમાં. ‘શુવત’ ગુણ પણ રહ્યો છે અને જીવન્ત' ગુણના વાચક એવાં “શુક્સ’ શબ્દનું લિંગ પણ “પટ' પદાર્થનાં લિંગ પ્રમાણે