________________
સૂ૦ ૧-૧-૨૯
૩૯૬
જ થાય છે. પરંતુ એક શબ્દમાં રેફ અવયવની ઉત્પત્તિ થવાથી શબ્દનો અવયવ અન્ય હોવાથી શબ્દમાં પણ અન્યપણું થાય છે. આથી લિંગભેદ થઈ શકે છે. મહાભાષ્યમાં કહ્યું છે કે એક જ પદાર્થમાં અન્ય અન્ય શબ્દો વાચક તરીકે હોઈ શકે છે અને ભિન્ન ભિન્ન શબ્દો પ્રમાણે લિંગ પણ ભિન્ન ભિન્ન થઈ શકે છે. સમાન અર્થવાળા પદાર્થોમાં એક જ સ્વરૂપવાળા શબ્દો હોય તો એ શબ્દોમાં પણ ભિન્ન ભિન્ન લિંગ થઈ શકે છે. દા. ત. ‘તટઃ’ શબ્દનો કિનારો અર્થ થાય છે. આ ‘તટ:’· શબ્દમાં ત્રણેય લિંગોની પ્રરૂપણા થઈ છે. અહીં શબ્દોની ભિન્નતા નથી. છતાં પણ ત્રણ લિંગો થયા છે એનાં અનુસંધાનમાં આચાર્ય ભગવંત કહે છે કે દરેક પદાર્થોમાં ઉત્પાદ, વ્યય અને સ્થિતિ એમ ત્રણ ધર્મો રહ્યા છે. આથી જે જે ધર્મોની પ્રગટરૂપે વિવક્ષા કરવામાં આવે છે તે તે ધર્મોથી એક જ પ્રકારનાં શબ્દમાં પણ તે તે લિંગો આવી શકશે.
આમ તો લિંગનો વિચાર કર્યા વિના જ વક્તા શબ્દોનાં પ્રયોગો કરે છે. તથા શ્રોતા પણ લિંગનો વિચાર કર્યા વિના જ શબ્દોને ગ્રહણ કરે છે. આપે ત્રણ ધર્મો દ્વારા શબ્દોમાં લિંગોનો નિર્ણય થાય છે એ પ્રમાણે ઉ૫૨ જે રજૂઆત કરી તે સામાન્ય લોકોનાં જ્ઞાનની બહારનો વિષય છે. સામાન્ય લોકો કાંઈ ઉત્પાદ વગેરેનો આશ્રય કરીને લિંગને નક્કી કરી શકતા નથી. જેમ વ્યાકરણના નિયમોથી ‘વાતાભ્યામ્’ વગેરે પ્રયોગોની સિદ્ધિ જિજ્ઞાસુ લોકો જાણી શકે છે. એ જ પ્રમાણે ઉત્પાદ વગેરે ધર્મોથી લિંગનો નિર્ણય કરવો અલ્પ બુદ્ધિવાળા લોકો માટે અશક્ય છે. આ પરિસ્થિતિમાં પદાર્થમાં રહેલા ઉત્પાદ વગેરે ધર્મોથી લિંગની વ્યવસ્થા નક્કી થઈ શકે છે એ અંગેની ઉપરોક્ત તમામ ચર્ચા અસંગત ઠરે છે. આવા તાત્પર્યને ધ્યાનમાં લઈને જ આચાર્ય ભગવંતશ્રીએ ‘યદ્યપિ અવિવારિત...' પંક્તિઓ લખી છે. જોકે વિચારણા કર્યા વગર જ લિંગને આશ્રયીને વક્તાઓ શબ્દોનું ઉચ્ચારણ કરે છે તથા શ્રોતાઓ તે તે લિંગવાળા શબ્દોનો સાહજિક જ સ્વીકાર કરે છે, તો પણ વસ્તુતત્ત્વનાં નિર્ણયને માટે જ ઉપરોક્ત તમામ ચર્ચાઓ કરી છે. આનાથી લિંગના નિર્ણયમાં મુખ્યતયા કોણ ભાગ ભજવે છે, એનો બોધ આપણા જેવાં પામર જીવોને પણ આવા જ્ઞાનીપુરુષો દ્વારા થાય છે.
(श०न्या० ) तच्च लिङ्गमर्थधर्म इति केचित् । तथाहि - घटादिशब्दस्य यदभिधेयं तच्छ्रवणजन्मना विज्ञानेन विषयीक्रियते, तस्य तदन्वय - व्यतिरेकाभ्यामभ्युपगतात्मनो धर्मः स्वभावो लिङ्गम् । यद्ययं अभिधानधर्म एवाङ्गीक्रियते तदा गुणवचनानामाश्रयतो लिङ्गोपादानમનુપપત્ર સ્વાત, ‘શુન્ત: પટ:, જીવત્તા શાટી, જીવાં વસ્ત્રમ્' કૃતિ, નહિ જીવતાવિશન્દ્રાનાં पटादिशब्दस्वरूपमाश्रयः, तदनभिधानाद्, अर्थो ह्येभिरभिधीयते, तत्रैषां तल्लिङ्गनियमानुपपत्तिः; अभिधेयधर्मे तु यत् पटादिशब्दैरभिधीयते तदेव शुक्लादिशब्दैरिति तत्तल्लिङ्गव्यवस्थोपपद्यते इत्यर्थधर्मत्वमस्याऽऽश्रीयत इत्याह तच्चेत्यादि ।