________________
સૂ૦ ૧-૧-૨૯
૩૯૪ આ ‘તક્ષન' શબ્દનો અર્થ થાય છે સુથાર. આ સુથાર લાકડાં કાપે છે, લાકડાંને માપે છે, લાકડાંને છોલે છે તથા લાકડામાંથી અનેક આકૃતિઓ પણ બનાવે છે. આમ, અનેક ક્રિયાઓ સુથારમાં રહી છે. છતાં પણ છોલવા સ્વરૂપ એક જ નિમિત્તનો આશ્રય લઈને જ “તક્ષન' શબ્દનો પ્રયોગ થાય છે.
કુંભાર માટી લાવે છે, તેને (માટીને) સાફ કરે છે, પાણી લાવે છે, ઘડા વગેરેની આકૃતિઓ બનાવે છે. આ પ્રમાણે કુમાર’ શબ્દના પ્રયોગમાં રહેલા એવા અનેક નિમિત્તોમાંથી પણ માત્ર ઘડો બનાવવા રૂપી કાર્યના નિમિત્તને જ ગ્રહણ કરવામાં આવે છે. તથા માત્ર ઘડો બનાવવાના નિમિત્તને લીધે જ તેને “કુમાર' કહેવાય છે.
એ જ પ્રમાણે કોઈ પણ વસ્તુમાં ત્રણ લિંગધર્મો રહ્યાં છે : ઉત્પાદ, પ્રલય અને સ્થિતિ. આમ છતાં પણ કોઈ એક લિંગધર્મનો આશ્રય લઈને તે તે શબ્દો તે તે લિંગનાં જ વાચકો બને છે.
આ પ્રમાણે લિંગનાં નિર્ણયમાં પદાર્થમાં રહેલાં ત્રણ ધર્મો કારણ બને છે. આવી શક્યતામાં તો દરેક પદાર્થોમાં ત્રણ ત્રણ લિંગોની પ્રાપ્તિ થાય છે. આથી કોઈક એક ધર્મને આશ્રયીને જ લિંગની વ્યવસ્થા નક્કી થાય છે. આ સંજોગોમાં કોઈકની માન્યતા પ્રમાણે જ શબ્દનાં વાચ્યમાં રહેલાં કોઈ ચોક્કસ ધર્મનું આલંબન લઈને લિંગની વ્યવસ્થા થઈ શકશે. આ સંજોગોમાં ચોક્કસ ધર્મનું આલંબન કોની વિવક્ષા પ્રમાણે લેવું? એનાં અનુસંધાનમાં આચાર્ય ભગવંત ઉપર જવાબ આપી ગયા છે કે શિષ્ટ વ્યવહારને અનુસરનારી એવી વિવક્ષાનો આશ્રય કરાય છે અને આવી માન્યતાનાં અનસંધાનમાં જ ભર્તુહરિ દ્વારા રચાયેલ વાક્યપદીય ગ્રંથનાં ત્રીજા કાંડનો ‘તિસમુદ્દેશ'નો વીસમો અને એકવીસમો શ્લોક જણાવે છે. તેનો ભાવાર્થ આ પ્રમાણે છે –
કોઈક કાર્યના અનેક નિમિત્તો હોય તો પણ કોઈક જ નિમિત્ત પ્રવર્તક બને છે. જે પ્રમાણે ‘તક્ષન' વગેરે શબ્દોમાં સુથારમાં ઘણી બધી ક્રિયાઓ પ્રવર્તતી હોવા છતાં પણ છોલવા સ્વરૂપ ક્રિયા સંબંધી નિમિત્તનો આશ્રય કરીને ‘તક્ષન' નામ પાડવામાં આવે છે. આ પ્રમાણે જ લિંગનાં નિર્ણયમાં પણ પદાર્થમાં રહેલા ત્રણ ધર્મો કારણ બને છે. છતાં પણ કોઈ ચોક્કસ ધર્મનું આલંબન લઈને લિંગનું કથન કરવામાં આવે છે. અને એ પ્રમાણે શબ્દોની પ્રવૃત્તિ થાય છે. શબ્દોનું અનેક પ્રકારવાળાપણું હોવાથી આ પ્રમાણે શક્ય બને છે. આ બધામાં શિષ્ટપુરુષો જ પ્રમાણ છે.
અહીં પ્રશ્ન થાય છે કે અહીં કયો લોક ગ્રહણ કરવા યોગ્ય છે? એના અનુસંધાનમાં એકવીસમો શ્લોક જણાવે છે જેનો અર્થ આ પ્રમાણે છે –
લોક શબ્દથી અહીં શિષ્ટપુરુષોની વિવક્ષા કરાય છે. વસ્તુનું જે પરમાર્થ સ્વરૂપ છે તેનો સાક્ષાત્કાર કરનાર જે છે તેઓ શિષ્ટપુરુષો કહેવાય છે. આ શિષ્ટપુરુષોનો બોધ નિરાવરણ છે.