________________
૦ ૧-૧-૨૯
૩૯૨
કાર્યોમાં પણ આ ત્રણ ગુણો તાદાત્મ્યસંબંધથી રહ્યા છે. આ બંને અવસ્થામાં પણ સત્ત્વ વગેરે ગુણોનું પ્રત્યક્ષ સંભવિત નથી. માત્ર સત્ત્વાદિ ગુણોના કાર્યો રૂપાદિનું જ પ્રત્યક્ષ થઈ શકે છે. આ પ્રમાણે સત્ત્વ વગેરે ગુણોનું પ્રત્યક્ષ થઈ શકતું નથી તો પછી એની જુદી જુદી ઉપચય વગેરે અવસ્થાઓને આધારે જે લિંગનો નિર્ણય કરવામાં આવ્યો છે તેનું પણ પ્રત્યક્ષ આપણા જેવાં છદ્મસ્થ જીવોને થઈ શકશે નહીં. તો પણ સત્ત્વાદિ ગુણોનાં પરિણામ રૂપ લોકપ્રસિદ્ધ એવાં (વ્યવહારિક લોક) શબ્દ વગેરે ગુણોનું પ્રત્યક્ષ તો થાય જ છે. આ રૂપાદિ ગુણો તેજ, જલ, પૃથ્વી, વાયુ તથા આકાશ દ્રવ્ય (એ પાંચ ગુણોનાં સમૂહ ભેગો થવાથી) દ્વારા ચક્ષુનાં વિષયભૂત થાય જ છે. અને એ પાંચ ભૂતો જ (પૃથ્વી વગેરે) મૂર્તિ શબ્દવડે કહેવાય છે. કોઈ કોઈ દ્રવ્યો ત્રણ કે ચાર વગેરે ગુણોનાં સમૂહવાળાં પણ હોય છે.
(श०न्या० ) ' सर्वपदार्थव्यापित्वं पुंस्त्वादीनां उत्पादादिप्रवृत्तेर्नित्यत्वात्; सामान्यमपि गोत्वादिकं व्यक्तेरव्यतिरिक्तत्वात् प्रवृत्तिधर्मः, शशविषाणादावप्युत्तरपदार्थद्वारको लिङ्गयोग इति पदार्थव्यापिनीत्वं प्रवृत्तेः, स्त्रीत्वं स्त्रीता पुंस्त्वमित्यादौ संस्त्यानादेरपि प्रवृत्तिलक्षणलिङ्गयोगः । न चाव्यवस्थाप्रसङ्गः, विवक्षातो व्यवस्थासिद्धेः, लोकव्यवहारानुयायिनी च विवक्षाऽऽश्रीयते न तु प्रयोक्त्री । तदुक्तं हरिणा
"संनिधाने निमित्तानां किञ्चिदेव प्रवर्तकम् । यथा तक्षादिशब्दानां लिङ्गेषु नियमस्तथा ॥१९॥
भावतत्त्वदृशः शिष्टाः शब्दार्थेषु व्यवस्थिताः ।
यद्यद्धर्मगताने (द्धर्मेऽङ्गतामे) ति लिङ्गं तत् तत् प्रचक्षते ॥२०॥
અનુવાદ :- પુમાન્, સ્ત્રી અને નપુંસકનું આ પ્રમાણે સર્વવ્યાપીપણું સિદ્ધ થાય છે. કારણ કે લિંગનો નિર્ણય ઉત્પાદ, પ્રલય અને સ્થિતિનાં પરિણામ સ્વરૂપથી કરવામાં આવે છે. અને આ ઉત્પાદાદિ પ્રવૃત્તિ નિત્ય હોવાથી બધા જ પદાર્થમાં પુલિંગ વગેરેપણું પ્રાપ્ત થશે.
લિંગની વ્યવસ્થામાં પ્રવૃત્તિ સ્વરૂપ ધર્મનું (‘રત્નસ્’ વગેરે પ્રકૃતિનાં પરિણામો તે પ્રવૃત્તિ કહેવાય છે.) સામાન્યથી આલંબન લેવાય છે. આથી જ્યાં જ્યાં પ્રવૃત્તિ સ્વરૂપ ધર્મ હશે ત્યાં ત્યાં લિંગનો વ્યવહાર થઈ શકશે. આ લિંગ સામાન્યનું લક્ષણ કહેવાય. ઉત્પાદ વગેરે વિશેષથી થયેલાં પરિણામો (પ્રવૃત્તિ) દ્વારા લિંગવિશેષનું (પુલિંગ, સ્ત્રીલિંગ વગેરેનું) કથન થશે. હવે જે જે શબ્દો જાતિપ્રવૃત્તિનિમિત્તક હશે ત્યાં ત્યાં ગોત્વ વગેરે જાતિઓ નિત્ય હોવાથી પ્રવૃત્તિધર્મના અયોગવાળી થશે. તો પછી જાતિવાચક શબ્દોમાં પ્રવૃત્તિધર્મનો અભાવ હોવાથી લિંગનો સંબંધ કેવી રીતે થશે ? એનાં અનુસંધાનમાં આચાર્ય ભગવંત બૃહશ્વાસમાં લખે છે કે ‘સામાન્યપિયોાવિધ