________________
૩૯૩
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ જેરવ્યતિરિક્તત્વત્ પ્રવૃત્તિધર્મ:' આ પંક્તિનો અર્થ આ પ્રમાણે થશે – સામાન્ય એવું પણ ગોત્વ વગેરે પદાર્થથી ભિન્ન ન હોવાથી અને પદાર્થ એ પ્રવૃત્તિ સ્વરૂપ પરિણામવાળો હોવાથી જાતિવાચક શબ્દો પણ પ્રવૃત્તિધર્મવાળા થાય છે. આથી જાતિવાચક શબ્દોમાં પણ લિંગનો યોગ થઈ શકશે. જાતિ અને પદાર્થ હંમેશાં અભેદપણે સાથે જ રહે છે. આ પ્રમાણે જાતિવાચક શબ્દમાં પણ પ્રવૃત્તિ સ્વરૂપ લિંગનું સામાન્ય લક્ષણ આવી શકે છે.
પ્રવૃત્તિધર્મ એ જો પદાર્થનો ધર્મ હોય તો ‘મસ' અર્થના વાચક “શવાજ:' વગેરે શબ્દોમાં લિંગનો નિર્ણય કેવી રીતે થઈ શકશે? એનાં અનુસંધાનમાં આચાર્ય ભગવંત કહે છે કે ઉત્તર પદાર્થનાં ધર્મનો, બુદ્ધિવડે કલ્પના કરાયેલ સમુદાય સ્વરૂપ પદાર્થમાં આરોપ કરાય છે. જે પ્રમાણે “વિષા:' વગેરે પદાર્થમાં બુદ્ધિ સ્વરૂપ અર્થવાનપણાંથી નામ સંજ્ઞા થાય છે એ જ પ્રમાણે ઉત્તરપદાર્થના (‘વિષાપ:') ધર્મ સંબંધી જ બુદ્ધિ સ્વરૂપ અર્થવાનપણાંથી “શવિષા:* વગેરે શબ્દોમાં લિંગનો સંબંધ થઈ શકશે.
સ્ત્રીત્વ' શબ્દ નપુંસકલિંગમાં છે, “ત્રીતા' શબ્દ સ્ત્રીલિંગમાં છે અને “પુર્વ' શબ્દ નપુંસકલિંગમાં છે. આ ત્રણેય શબ્દનાં વાચકો તરીકે જે પણ પદાર્થો આવશે એ પદાર્થોમાં ઉત્પત્તિ, વ્યય અને સ્થિતિ સ્વરૂપ ધર્મો તો રહેવાના જ, એ સમયે જો સ્થિતિ સ્વરૂપ ધર્મની પ્રધાનતાથી જો તેમાં રહેલા સ્થિતિ સ્વરૂપ ધર્મને કેન્દ્રમાં રાખીને પ્રવૃત્તિ કરવામાં આવશે તો ‘ત્રીત્વ' શબ્દનું કથન થશે. તેમજ હાનિ (વ્યય) સ્વરૂપ ધર્મની પ્રધાનતાથી સ્ત્રીતા’ શબ્દની પ્રવૃત્તિ થશે. અને સ્થિતિ સ્વરૂપ ધર્મની પ્રધાનતાથી પુર્વ' શબ્દની પ્રવૃત્તિ થશે. આમ, તે તે લિંગવાચક શબ્દોમાં પણ તે તે ધર્મોની વિવક્ષાથી નપુંસકલિંગ વગેરે લિંગો થઈ શકશે. આ પ્રમાણે “સ્ત્રીત્વ' વગેરે શબ્દોમાં પણ સ્થિતિ, હાનિ વગેરે ધર્મોથી પ્રવૃત્તિ થઈ શકશે.
આ પ્રમાણે તો દરેક પદાર્થમાં બધા જ ધર્મો વારાફરથી આવી જતા હોવાથી કોઈ એક ધર્મ સંબંધી લિંગના નિર્ણયની શક્યતા રહેશે નહીં. અર્થાતુ કોઈ એક જ ધર્મને માનીને ચોક્કસ લિંગનો નિર્ણય રહેશે નહીં. આવી શંકાના અનુસંધાનમાં આચાર્ય ભગવંત લખે છે કે કોઈ ચોક્કસ લિંગનો નિર્ણય થઈ શકશે નહીં એવું કહેવું નહીં. કારણ કે ચોક્કસ ધર્મની વિવેક્ષાથી ચોક્કસ લિંગનો નિર્ણય થઈ શકશે. અહીં શિષ્ટપુરુષોનાં વ્યવહારને અનુસરનારી એવી વિવક્ષાનો જ આશ્રય કરાય છે. પરંતુ પ્રયોગ કરનારના વ્યવહારને અનુસરનારી એવી વિવક્ષાનો આશ્રય કરાતો નથી. હરિવડે પણ વાક્યપદીયમાં કહેવાયું છે કે જે પ્રકારે સુથાર વગેરે શબ્દોના અર્થોમાં રહેલાં અનેક ધર્મોમાંથી કોઈ એક ધર્મ જ તેવા અર્થોવાળા શબ્દોનાં વપરાશમાં નિમિત્ત બને છે. તે જ પ્રકારે શબ્દોમાં લિંગનાં અનેક ધર્મો રહ્યાં છે. આમ છતાં પણ તે અનેક ધર્મોમાંથી કોઈ એક જ ધર્મ તે તે શબ્દોનાં લિંગનો વાચક બને છે. દા. ત. “તક્ષન' શબ્દ છે.