________________
૩૯૫
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ તેથી તેઓ વસ્તુના પરમાર્થનો સાક્ષાત્કાર કરી શકે છે. જે જે શબ્દોમાં જે જે લિંગ, પ્રયોગ કરનારના અભ્યુદયમાં કારણતાને પ્રાપ્ત કરે છે તે તે શબ્દોનાં તે તે લિંગને જ તેઓ કહે છે.
મહાભાષ્યમાં આવે છે કે શબ્દપ્રયોગ શુદ્ધ હોય અથવા તો અશુદ્ધ હોય, અર્થનો બોધ તો બંને પ્રકારનાં પ્રયોગોથી થઈ શકે છે, તો પછી શુદ્ધ શબ્દનો આગ્રહ શા માટે રાખવામાં આવે છે ? એનાં અનુસંધાનમાં મહાભાષ્યકાર કહે છે કે શુદ્ધ શબ્દપ્રયોગથી જ કલ્યાણની પ્રાપ્તિ થાય છે.
હવે લિંગનું નિર્ધારણ કરનાર શિષ્ટપુરુષો છે. તથા લિંગનો નિર્ણય કરવા માટે વસ્તુમાં રહેલો જે જે ધર્મ અભ્યુદય પ્રાપ્તિમાં કારણ બને છે તે તે ધર્મને આશ્રયીને જ શિષ્ટપુરુષો લિંગનું કથન કરે છે. આથી પ્રયોગ કરનારની વિવક્ષા અહીં ધ્યાનમાં લેવાતી નથી. કારણ કે તે તો સ્વેચ્છારૂપ છે. માત્ર શિષ્ટપુરુષોની વિવક્ષા જ અહીં જાણવા યોગ્ય છે.
(श०न्या० ) तस्माच्छिष्टलोकाल्लिङ्गस्य प्रतिपादने व्यवस्थाऽनुमन्तव्येति । भ्रुकुंसादिषु तु स्तनकेशलक्षणलिङ्गानभ्युपगम एव परिहारः । 'पुष्यस्तारका नक्षत्रम्' इति शब्दान्यत्वाल्लिङ्गान्यत्वम्, एकस्मिन्नेवार्थे उत्पादादिसद्भावात् । तथा 'कुटीर:' इति रेफस्यावयवस्योपजननेऽवयवा - न्यत्वाच्छब्दान्यत्वे लिङ्गभेदः, यदाह " एकार्थेषु शब्दान्यत्वादू" इति । एकरूपेषु तु समानार्थेषु तटादिषु शब्देषु यदा यस्य यस्य धर्मस्योत्कलितरूपता विवक्ष्यते तदा तत् तल्लिङ्गमिति । यद्यप्यविचारितरमणीयं लिङ्गमाश्रित्य वक्तारः शब्दानुच्चारयन्ति श्रोतारश्च प्रतिपद्यन्ते, तथाऽपि वस्तुतत्त्वनिर्णयार्थमिदमुच्यते ।
અનુવાદ :- તેથી લિંગના પ્રતિપાદનમાં શિષ્ટપુરુષોનું આલંબન લઈને વ્યવસ્થા જાણવા યોગ્ય છે.
હવે અગાઉ ‘નટ’ વગેરે શબ્દોમાં જે અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ વગેરે દોષો આપેલ હતા તેનું આચાર્ય ભગવંત નિવારણ કરે છે. ‘નટ'માં કૃત્રિમ સ્તન અને કેશ દ્વારા જે સ્ત્રીલિંગની આપત્તિ આપી હતી તે બરાબર ન હતી. કૃત્રિમ લક્ષણોથી વસ્તુની ઓળખાણ ન થઈ શકે. આથી તે વસ્તુઓમાં આવા કૃત્રિમ લક્ષણોનો સ્વીકાર ન કરવો એ જ આપત્તિનો પરિહાર છે. એક જ પદાર્થને જણાવનારા ભિન્ન ભિન્ન શબ્દો હોય તો અન્ય અન્ય શબ્દો હોવાથી લિંગ પણ અન્ય અન્ય કહી શકાય છે. એક જ પદાર્થમાં ઉત્પાદ, વ્યય અને સ્થિતિ સ્વરૂપ ત્રણેય ધર્મોનો સદ્ભાવ હોવાથી કોઈ પણ લિંગની પ્રરૂપણા થઈ શકે છે. માટે જ એક જ અર્થના વાચક એવા ‘પુષ્ય:’ શબ્દમાં પુલિંગ છે, ‘તારા:' શબ્દમાં સ્ત્રીલિંગ છે, તેમજ ‘નક્ષત્રમ્’ શબ્દમાં નપુંસકલિંગ છે. તથા ‘ટીર:’ શબ્દ પુલિંગમાં છે, તથા ‘ટી’ શબ્દ સ્ત્રીલિંગમાં છે. બંને શબ્દોનો અર્થ ઝૂંપડી
જ