________________
સૂ૦ ૧-૧-૨૯
૩૯૦ સ્વરૂપ અવસ્થાવાળા પદાર્થને જ કહે છે. આ પણ લિંગાનુશાસનનાં નિયમથી જ નક્કી થાય છે. આ પ્રમાણે જે જે શબ્દો લિંગાનુશાસનનાં નિયમથી જે જે લિંગોવાળા હશે તે તે શબ્દો તે તે ધર્મથી વિશિષ્ટ એવા અર્થને નિયમથી કહેશે.
કેટલાક શબ્દો વિકલ્પથી બે અથવા ત્રણ ધર્મથી વિશિષ્ટ એવા અર્થને કહેશે. દા. ત. ‘શર્વ શબ્દ પુલિંગ અને નપુંસક એ પ્રમાણે બંને લિંગોમાં હોય છે. આથી “શg:' શબ્દ ક્યાંતો ઉત્પાદધર્મથી વિશિષ્ટ એવા અર્થને કહેશે અથવા તો સ્થિતિધર્મથી વિશિષ્ટ એવા અર્થને કહેશે ત્યારે ‘શર્વમ્' શબ્દનો પ્રયોગ થશે. કેટલાક શબ્દોમાં નપુંસકલિંગ અને સ્ત્રીલિંગ એમ બંને લિંગો વપરાશે. દા. ત. “માધેય' અને “માધેથી' (કિસ્મતવાળું અને કિસ્મતવાળી.) આ પ્રમાણે આ શબ્દ ક્યાંતો સ્થિતિધર્મથી વિશિષ્ટ એવા અર્થને કહેશે અથવા તો હાનિધર્મથી વિશિષ્ટ એવા અર્થને કહેશે.
વત્સ, વત્સા' આ શબ્દો પુલિંગ અને સ્ત્રીલિંગમાં હોય છે. આથી આ શબ્દ ઉત્પાદધર્મથી વિશિષ્ટ એવા અર્થને કહેશે અથવા તો હાનિધર્મથી વિશિષ્ટ એવા અર્થને કહેશે. “વત્સ:' એટલે દીકરો અને “વત્સા" એટલે દીકરી. કેટલાક શબ્દો ત્રણ ધર્મથી વિશિષ્ટ અર્થને વિકલ્પથી કહે છે, જેમ કે, “ત:, તરી, તટમ્'. '
દરેક શબ્દોને તે તે ધમાંથી વિશિષ્ટ એવા અર્થને કહેનારા બતાવ્યા તેમાં પ્રમાણ તરીકે શિષ્ટપુરુષો દ્વારા થયેલી પ્રસિદ્ધિ જ કારણ છે.
વ્યવહારથી લોકો જે લિંગ નક્કી કરે છે એમાં ક્યાં તો કર્તાની પ્રધાનતા છે અથવા તો અધિકરણની પ્રધાનતા છે. દા. ત. “પિતા અપત્યમ્ ' (પિતા બાળકને ઉત્પન્ન કરે છે.) આથી લોકમાં ‘પુમાન' શબ્દ કર્તાકારકની પ્રધાનતાવાળો છે. તથા “તાયતિ સાડા (ગર્ભ જેમાં વૃદ્ધિ પામે છે.) એ પ્રમાણે અધિકરણ અર્થમાં સ્ત્રી' શબ્દ વપરાય છે. આ બધી વિવેક્ષાઓ સામાન્ય લોક સંબંધી છે. પરંતુ વ્યાકરણમાં તો ભાવની પ્રધાનતાવાળા પુમાન, સ્ત્રી અને નપુંસક લિંગો છે. વૈયાકરણીઓ ઉત્પાદને પુમાનું કહે છે, હાનિને (વ્યયને) સ્ત્રી કહે છે અને સ્થિતિને નપુંસક કહે છે. આ ઉત્પાદ, વ્યય અને સ્થિતિ ત્રણેય શબ્દો ભાવવાચક અર્થાત્ ક્રિયાવાચક છે. માટે વ્યાકરણમાં ભાવની પ્રધાનતાથી લિંગોનું કથન થાય છે.
બધી જ મૂર્તિઓ (આ શબ્દનો અર્થ હવે પછી તરત જ આવે છે.) વ્યય, ઉત્પાદ તથા સ્થિતિ સ્વરૂપ ગુણોવાળી છે.
સાંખ્યદર્શન પ્રમાણે “સત્ત્વ, રજ્ઞસ્ અને તમમ્' એમ મૂળ પ્રકૃતિનાં ત્રણ ગુણો છે. હવે આ ત્રણ ગુણનાં પરિણામ સ્વરૂપ જ રૂપાદિ પાંચ ગુણો છે. (રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ) તથા આ પાંચનાં સમૂહરૂપ જ ઘટાદિ વસ્તુ છે. એકાંતે પાંચ ગુણથી રહિત એવું અવયવી સ્વરૂપ દ્રવ્ય