________________
૩૮૯
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ इति कर्त्रधिकरणसाधनावेतौ, इह तु भावसाधनौ । सर्वाश्च मूर्तयः संस्त्यानप्रसवगुणाः, रूपादिसंघातरूपं च घटादि वस्तु, नह्येकान्तेन व्यतिरिक्तमवयवि द्रव्यमस्ति ।
અનુવાદ :- હવે આચાર્ય ભગવંતશ્રી વસ્તુમાં રહેલા કોઈ ચોક્કસ ધર્મોને કારણે લિંગની વ્યવસ્થા બતાવે છે. દરેક વસ્તુમાં ઉત્પાદ, પ્રલય અને સ્થિતિ સ્વરૂપ સ્વભાવ હોય છે અને આ સ્વભાવથી જ ‘અયમ્, યમ્, મ્' એવા સર્વનામની વ્યવસ્થા થાય છે અને એ સ્વભાવ જ તે તે સર્વનામોની વ્યવસ્થામાં કારણરૂપ છે. અને આ સ્વભાવ જ લિંગ સ્વરૂપે છે. અહીં અભિપ્રાય આ પ્રમાણે છે - દરેક ક્ષણે ઉત્પત્તિ, નાશ અને સ્થિતિધર્મવાળા બધા જ પદાર્થો જણાય છે. પૂર્વસ્વભાવ વ્યતીત થવાથી જાતે જ પછીનાં સ્વભાવવાળા થતા એવાં કુંભ વગેરે દેખાય છે. કોઈપણ પદાર્થ પોતાનાં સ્વરૂપમાં મુહૂર્ત પણ રહી શકતો નથી. જ્યાં સુધી એનાવડે વધવા યોગ્ય છે ત્યાં સુધી તે વધે છે અથવા તો તે પદાર્થ નાશની સાથે જોડાય છે અર્થાત્ તે પદાર્થ વિયોગથી યુક્ત થાય છે. ત્યાં જે ઉત્પત્તિ છે તે પુરુષપણું છે અને જે પ્રલય છે તે સ્ત્રીપણું છે તથા સ્થિતિ નપુંસકપણાંવાળી કહેવાય છે. રૂપાદિ પર્યાયોની ઉત્પત્તિ તે પુરુષ છે તથા રૂપાદિ પર્યાયોની હાનિ એ સ્ત્રી છે તેમજ સામ્ય અવસ્થા સ્વરૂપ સ્થિતિ એ નપુંસક છે. અહીં અભિપ્રાય આ પ્રમાણે છે – રૂપાદિ પર્યાયોની ઉત્પત્તિ થવી એ પુરુષપણું છે. તથા રૂપાદિ પર્યાયોનો નાશ થવો એ સ્ત્રીપણું છે અને રૂપાદિ પર્યાયોની સ્થિતિ હોવી એ નપુંસકપણું છે: આ બધી અવસ્થાઓ માત્ર શબ્દ વિષયવાળી જ છે. અર્થાત્ શબ્દ વિષય છે જેનો એવી આ અવસ્થાઓ છે. જે જે શબ્દોનાં પ્રયોગો લોકવ્યવહારમાં થાય છે એ શબ્દ દ્વારા કોઈકને કોઈક અર્થનો બોધ થતો જ હોય છે. દરેક પદાર્થોમાં આમ તો ઉત્પત્તિ, નાશ અને સામ્ય અવસ્થાઓ વિદ્યમાન જ છે. આથી તે તે પદાર્થોનાં વાચક એવાં શબ્દોમાં એકસાથે ત્રણ લિંગ થવાની આપત્તિ આવશે. બધા જ શબ્દો કંઈ ત્રણ લિંગવાળા હોતા નથી. આથી આચાર્ય ભગવંતશ્રી જણાવે છે કે કોઈક શબ્દ એક ધર્મથી વિશિષ્ટ એવા અર્થને કહે છે. આવો શબ્દ એક લિંગવાળો થશે. કોઈક શબ્દ બે ધર્મથી વિશિષ્ટ એવા અર્થને કહે છે. દા. ત. ‘બ્રાહ્મળ’ શબ્દ. કોઈક શબ્દ ત્રણ ધર્મથી વિશિષ્ટ એવા અર્થને કહે છે. દા. ત. ‘ત' શબ્દ છે તે ઉપરોક્ત ત્રણેય ધર્મવાળાં (ઉત્પત્તિ, નાશ અને સ્થિતિ) પદાર્થને કહે છે. આ પ્રમાણે શબ્દ દ્વારા અર્થનું કથન ક્યાં તો નિયમથી (લિંગાનુશાસનનાં નિયમથી) થાય છે અથવા તો વિકલ્પથી થાય છે. લિંગ લિંગાનુશાસનનાં નિયમથી ત્રણ પ્રકારે નક્કી થાય છે. દરેક પદાર્થોમાં ઉત્પાદ, હાનિ અને સ્થિતિ સ્વરૂપ ત્રણ અવસ્થાઓ હોય જ છે. આથી પદાર્થમાં પણ ત્રણેય અવસ્થાઓ હોતે છતે પણ ‘વૃક્ષ' શબ્દ ઉત્પાદ સ્વરૂપ ધર્મથી વિશિષ્ટ એવા અર્થને જ કહે છે. આ વસ્તુ લિંગાનુશાસનનાં નિયમથી નક્કી થાય છે. તથા ‘વા’ શબ્દ હાનિ સ્વરૂપ ધર્મને જ કહે છે. આ પણ લિંગાનુશાસનનાં નિયમથી જ નક્કી થાય છે. તથા ‘વધિ’· શબ્દ સ્થિતિ